SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ | ३८४ । શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तत्थ णंचत्तारि देवा महड्डिया जावपलिओवमट्टिईया परिवसंतितंजहा- असोए, सत्तवण्णे चंपए चूए । तत्थ णं ते साणंसाणं वणसंडाणं, साणं साणं पासायवडिंसगाणं, साणं-साणं सामाणियाणं, साणं-साणं अग्गमहिसीणं, साणं-साणं परिसाणं, साणं-साणं आयरक्खदेवाणं आहेवच्चंजावविहरति । ભાવાર્થ :- વનખંડોની મધ્યમાં એક-એક પ્રાસાદાવતંસક(શ્રેષ્ઠ મહેલ) છે, તે પ્રાસાદાવાંસકો સાડા બાસઠ યોજન ઊંચા અને સવા એકત્રીસ યોજન લાંબા-પહોળા છે. તે પ્રાસાદો પોતાની ઉજ્જવલ પ્રભાથી જાણે હસતા હોય તેવું પ્રતીત થાય છે વગેરે વર્ણન પૂર્વવતુ જાણવું યાવત તે મહેલોની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ છે. તેની ઉપર પધલતા આદિના વિવિધ ચિત્રો છે. તે પ્રાસાદના બરાબર મધ્યભાગમાં એક-એક સિંહાસન છે. દેવ-દેવીઓના સપરિવાર સિંહાસનોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તેના ઉપર ઘણા આઠ-આઠ મંગલો યાવત છત્રાતિછત્રો છે. ત્યાં એક પલ્યોપમનની સ્થિતિવાળા ચાર મહર્તિક દેવો રહે છે. તે આ પ્રમાણે છે– અશોકવનમાં અશોક દેવ, સપ્તપર્ણવનમાં સપ્તપર્ણ દેવ, ચંપક વનમાં ચંપક દેવ, આમ્રવનમાં આપ્રદેવ રહે છે. તે દેવો પોત-પોતાના વનખંડોનું, પોત પોતાના પ્રાસાદોનું, પોત-પોતાના સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું અને આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. ८३ विजयाएणंरायहाणीए अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते जावपंचवण्णेहि मणीहिं उवसोभिए तणसद्दविहूणे जावदेवा य देवीओ य आसयंति जावविहरति । ભાવાર્થ - વિજયા રાજધાનીની અંદર સમ-રમણીય ભૂમિભાગ છે યાવતું તે પંચવર્ણ મણિઓથી શોભિત છે. ત્યાં તણનો ધ્વનિ નથી, શેષ સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું યાવતુ દેવ દેવીઓ ત્યાં આરામ કરે છે. થાવત્ પૂવકમોના શુભ ફળ ભોગવતા વિચરે છે. ८४ तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं एगे महं ओवरियालेणे पण्णत्ते, बारस जोयणसयाई आयामविक्खभेणं तिण्णि जोयणसहस्साई सत्त य पंचाणउए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं अद्धकोसं बाहल्लेणं सव्वजंबूणयामए णं अच्छे जावपडिरूवे। सेणं एगाए पउमवरवेइयाए, एगेणं वणसंडेणं सव्वओ समत्ता संपरिक्खित्ते। पउमवरवेइयाए वण्णओ, वणसंडवण्णओ जावविहरति । से णं वणसंडे देसूणाइंदो जोयणाई चक्कवालविक्खंभेणं ओवारियालयण संपरिक्खेवेणं, तस्स णं ओवारियालयणस्स चउदिसि चत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता, वण्णओ। तेसिंणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयंपत्तेय तोरणा पण्णत्ता जावछत्ताइछत्ता। ભાવાર્થ :- વિજય રાજધાનીના સમતલ અને રમણીય ભૂમિભાગની મધ્યમાં એક મોટું ઉપકારિકા લયન સુવર્ણથી નિર્મિત પ્રાસાદ આદિની પીઠિક તેની લંબાઈ પહોળાઈ ૧૨00(બારસો) યોજન, પરિધિ સાધિક ૩૭૯૫(ત્રણ હજાર સાતસો પંચાણું) યોજનાની અને જાડાઈ(ઊંચાઈ) અર્ધા ગાઉ છે, તે સુવર્ણમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે.
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy