SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिपत्ति-३ : ४षूद्वीपाधिद्वार वण्णावासे पण्णत्ते, तंजहा - तवणिज्जमया पगंठगा, वेरुलियमया छरुहा (थंभया), वइरामया वरंगा, णाणामणिमया वलक्खा, अंकमया मंडला, अणोग्घसियणिम्मलाए छायाए समणुबद्धा चंदमंडलपडिणिकासा महया-महया अद्धकायसमाणा पण्णत्ता समणाउसो ! ૩૭૫ ભાવાર્થ :- તે તોરણોની આગળ બે-બે દર્પણ છે. તે દર્પણોનું વર્ણન આ પ્રમાણે છે– તે દર્પણોની પીઠ તપનીય સુવર્ણની છે, તેના સ્તંભ (જ્યાંથી દર્પણ મુઠ્ઠીમાં પકડવામાં આવે તે સ્થાન) વૈડૂર્યરત્નના છે, તેની વરાંગ–ફ્રેમ વજરત્નમય છે, તેની વલક્ષ-સાંકળ વિવિધ મણિઓની છે, જેમાં પ્રતિબિંબ પડે છે, તે (કાચ)મંડલ અંકરત્નનું છે. તે દર્પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ છાયાથી યુક્ત છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! ચંદ્રમંડલ જેવા તે નિર્મળ દર્પણો અર્ધ કાયા પ્રમાણ ઊંચા છે. ५९ तेसिं णं तोरणाणं पुरओ दो दो वइरणाभे थाले पण्णत्ते; ते णं थाला अच्छ तिच्छडिय-सालि-तंदुल-णहसंदट्ठ बहुपडिपुण्णा इव चिट्ठति सव्वजंबूणयमया अच्छा पडिरूवा महयामहया रहचक्कसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે વજ્રરત્નમય મધ્યભાગવાળા વજ્રનાભ થાળ છે. તે થાળ સ્વચ્છ, ત્રણવાર સૂપડાદિથી ઝાટકીને સાફ કરેલા અને સાંબેલાદિથી ખાંડેલા શુદ્ધ સ્ફટિક જેવા ચોખાથી ભરેલા છે, તે જાંબુનદ સુવર્ણમય સ્વચ્છ યાવત્ પ્રતિરુપ છે. ६० सिणं तोरणाणं पुरओ दो-दो पाईओ पण्णत्ताओ । ताओ णं पाईओ अच्छोदागपरिहत्थाओ, णाणाविहस्स फलहरियगस्स बहुपडिपुण्णाओ विव चिट्ठति; सव्वरयणामईओ अच्छाओ जावपडिरूवाओ महया महया गोकलिंजगचक्कसमाणीओ पण्णत्ताओ समणाउसो! ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે તોરણોની આગળ સર્વ-રત્નના બનેલા, ગાયને ખાણ આપવાના મોટા-મોટા બકડીયા જેવા બે-બે પાત્ર મૂકેલા છે. તે સ્વચ્છ અને નિર્મળ જળ તથા વિવિધ પ્રકારના તાજા, લીલા, ફળોથી ભરેલા હોય, તેવા દેખાય છે. તે સુંદર યાવત્ મનોહર છે. ६१ तेसि णं तोरणाणं पुरओ दो-दो सुपइट्ठा पण्णत्ता । ते णं सुपइट्ठगा सुसव्वोसहिपडिपुण्णा णाणाविहस्स य पसाहणभंडस्स बहुपडिपुण्णा इव चिट्ठति; सव्वरयणाया अच्छा जावपडिरूवा । भावार्थ :- ते तोरणोनी आगण संपूर्णपणे रत्नमय, स्वच्छ, जे-जे शरावसा छे. ते शरावसा (शोरा) સર્વોષધિ તથા પ્રસાધનના સાધનોથી ભરેલા હોય તેવા દેખાય છે. તે સુંદર યાવત્ મનોહર છે. ६२ तेसिं णं तोरणाणं पुरओ दो दो मणोगुलियाओ पण्णत्ताओ, ताओ णं मणोगुलियाओ सव्ववेरुलिया-मईओ अच्छाओ जाव पडिरूवाओ । तासु णं मणोगुलियासु बहवे सुवण्ण-रुप्पामया फलगा पण्णत्ता । तेसु णं सुवण्णरुप्पामरसु फलएसु बहवे वइरामया णागदंतगा जाव गयदंत समाणा पण्णत्ता । तेसु णं वइरामएसु णागदंतएसु बहवे ययामया सिक्कया पण्णत्ता । तेसुणं रययामएसुसिक्कएसुबहवे वायकरगा पण्णत्ता । ते णं वायकरगा किण्हसुत्तसिक्कग वत्थिया जाव सुक्किलसुत्तसिक्कगवत्थिया सव्वे वेरुलियामया अच्छा जाव पडिरूवा ।
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy