________________
૩૮ |
શ્રી જીવાજીવાભિગમ સત્ર
પક્ષી, સર્પ, કિન્નર, રુરુ-કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરી ગાય, હાથી, વનલતા અને પદ્મલતા આદિ વિવિધ ચિત્રોથી ચિત્રિત છે. તે અનેક સ્તંભો પર રહેલી વજ રત્નમયી વેદિકાથી મનોહર દેખાય છે, તેના ઉપર યંત્ર સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિધાધર યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારે છે; હજારો રૂપકો-ચિત્રોથી તે ઉપશોભિત છે, દેદીપ્યમાન–અતિ દેદીપ્યમાન હોવાથી ઉડીને આંખે વળગે તેવું છે; અનુકૂળ અને મનોહર રૂપથી સુશોભિત છે.
તે દ્વારનું વર્ણન આ પ્રમાણે છે- તે દ્વારનો નમભાગ- આભ્યતર આધાર યુક્ત પૃથ્વીતલ વજ રત્નનો, મૂળ પાયા રિષ્ટ રત્નના, થાંભલીઓ વૈદુર્યરત્નની છે; ભૂમિતલ પંચરંગી ઉત્તમ મણિઓથી જડિત છે; તેના ઉંબરા હંસગર્ભ રત્નના; ઇન્દ્રકીલ ગોમેદ રત્નનો, બારસાખો લોહિતાક્ષ રત્નોના, ઓતરંગો- દ્વારા પરના ત્રાંસા પાટિયા જ્યોતિરસરત્નોના, ખીલીઓ લોહિતાક્ષ રત્નોની છે, તેની સાંધોમાં વજરત્નો પૂરવામાં આવ્યા છે; ખીલીઓની ઉપરના ટોપકા વિવિધ મણિમય, આગળીયો અને તેનું અટકણ વજનું છે; આવર્તન પીઠ–ઉલાળીયા(આગળીયા)નું ટેકણ ચાંદીનું છે; ઉત્તર પાર્શ્વક–બારણાંના ઉત્તર પડખાં અંક રત્નોના છે; તેના કમાડ(બારણાં) તિરાડ ન રહે, ચપોચપ બંધ થાય તેવાં મજબૂત છે; તે દરવાજાઓની બંને બાજુની ભીંતોમાં ૧૬૮-૧૬૮(કુલ મળી ૩પ૬) ભિત્તિ ગુલિકાઓ–બહાર જોવા માટેના ગોળ-ગુપ્ત ઝરૂખાઓ છે. અને તેટલી જ ગોમાનસિકા– બેઠકો છે; દ્વાર ઉપર વિવિધ રત્નો અને મણિઓથી નિર્મિત સર્પના આકારવાળી રમતી પુતળીઓ છે; તેના કૂટ(માઢ ભાગ) વજરત્નના અને કૂટના શિખરો રજતમય છે; તે કૂટનો ઉપરનો ભાગ તપનીય સુવર્ણમય છે; તે દ્વારમાં જાળીયુક્ત ગવાક્ષો-ઝરુખા મણિના બનેલા છે; તે દરવાજાના ઉપરના વાંસાવળા) મણિમય છે, વાંસાની વચ્ચે પ્રતિવાંસા લોહિતાક્ષ રત્નોના અને તેની ભૂમિ ચાંદીની છે; તે દ્વારના પડખાં અને પડખાંની બાજુઓ અંક રત્નમય છે; તે દ્વાર ઉપરના છજ્જાની ખપાટો(વળા), વળાવેલૂક–વળાની બંને બાજુએ ત્રાંસા મૂકેલા વળા અને નળિયાં જ્યોતિરસ નામના રત્નોના બનેલા છે; પટ્ટીઓ રૂપાની, નળિયાના ઢાંકણ સુવર્ણમય અને પ્રોચ્છનીઓ(છત ઉપર ઝીણા તરણાનું મજબુત આચ્છાદન) વજમય છે; તે નળિયાના આચ્છાદન સર્વાત્મના શ્વેત રજતમય છે; તેના ઉપરના સૂપ સુવર્ણના છે; તેના શિખરો અંતરત્નમય અને સ્કૂપિકાઓ તપનીય સુવર્ણમય છે.
તે દરવાજાઓ વિમલ શંખતલ, નિર્મળ ઘનીભૂત દહીં, દૂધના ફીણ, ચાંદીના ઢગલા જેવા શ્વેત અને ચકચકિત છે; તે દરવાજા ઉપર તિલક, અર્ધ ચંદ્રકો કોતરેલા છે; તેના ઉપર મણિ-માળાઓ ટાંગેલી છે; તે દરવાજા અંદર-બહાર લીસા-સુંવાળા છે; તેના ઉપર સોનેરી રેતી ચોંટાડેલી છે; તે દ્વારો સુંદર, સુખદ સ્પર્શવાળા, શોભા સંપન્ન, પ્રસન્નતાજનક, દર્શનીય અને અતીવ રમણીય છે. |४१ विजयस्सणंदारस्सउभओपासिंदुहओ णिसीहियाएदोदोचंदणकलसपरिवाडीओ पण्णत्ताओ। तेणंचंदणकलसावरकमल-पइट्ठाणा सुरभिवस्वारिपडिपुण्णा, चंदणकय चच्चागा.आविद्धकंठेगणा.पउमप्पलपिहाणा सव्वरयणामया.अच्छा जावपडिरूवगा महया-महया इंदकुंभसमाणा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ – તે દ્વારની ડાબી-જમણી બંને બાજુએ એક-એક, તેમ બે બેઠકો છે, તે બેઠકો પર બે-બે ચંદન કળશો એક પંક્તિમાં ગોઠવાયેલા છે. તે આયુષ્યમાન શ્રમણો! તે ચંદન કળશો શાશ્વત શ્રેષ્ઠ કમળો પર સ્થાપિત; ઉત્તમ સુગધી પાણીથી પરિપૂર્ણ ચંદનના લેપથી ચર્ચિત; કાંઠા પર લાલ સૂતર(નાડાછડી) બાંધેલા; કમળો અને ઉત્પલોથી આચ્છાદિત મુખવાળા; સર્વ રત્નમય, નિર્મળ અને મોટા-મોટા ઇન્દ્રકુંભ જેવા છે.