SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩ઃ જેબૂઢીપાધિકારી [ ૩૫૫ ] इवा वग्घचम्मेइ वा विगचम्मे इ वा दीवियचम्मेइ वा अणेगसंकुकीलगसहस्सवितते। आवङपच्चावङसेढी-पसेढी-सोत्थियसोवत्थिय पूसमाण-वद्धमाणग-मच्छंडक मकरंडकजारमास्फुल्लावलिपउमपत्तसागरतरंगवासतिलयपउमलय भत्तिचित्तेहिंसच्छाएहिं समिरीएहिं णाणाविहपंचवण्णेहिं मणीहि यतणेहि य उवसोहिए तंजहा-किण्हेहिं जाव सुक्किलेहि। ભાવાર્થ - તે વનખંડની અંદર અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ છે. તે ભૂમિભાગ મુજ–ઢોલના ઉપરના ભાગ, મૃદંગના ઉપરના ભાગ, પરિપૂર્ણ સરોવરના ઉપરના ભાગ, હાથની હથેળી, અરિસાનું ઉપરીતલ, ચંદ્રમંડલ, સૂર્યમંડલ જેવો સમતલ હોય છે. ઘેટાના, બળદના, વરાહ–ભૂંડના, સિંહના, વાઘના, વરુના અથવા બકરાના અને દીપડાના ચામડાને શંકુ જેવા હજારો મોટા ખીલાઓથી ટીપીને, ખેંચીને અત્યંત સમતલ બનાવેલા પૂર્વોક્ત પશુઓના ચામડાની જેમ ત્યાંની ભૂમિ અત્યંત સમતલ હોય છે. તે વનખંડોનો ભૂમિ ભાગ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, સૌવસ્તિક, પુષ્પમાણવ, વર્ધમાનક કોડીયાનું સંપુટ, મત્યંડક, મકરંડક–મસ્ય અને મગર મુખ, જારમાર-એક પ્રકારનું જલચર પ્રાણી, ખીલેલા પુષ્પોની પંક્તિ, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદ્મલતા, આદિ વિવિધ ચિત્રોથી તે ચિત્રિત છે. ત્યાંની ભૂમિ કાંતિવાળા, ઉત્કટ પ્રભાવાળા, તેજસ્વી કિરણોવાળા અને તેજના અંબારથી ભરેલા કાળા યાવત શ્વેત વર્ણના, આ રીતે પંચવર્ણી મણિઓથી સુશોભિત રહે છે. | १९ तत्थ णं जेते किण्हा मणी यतणा य तेसिंणं इमेयारूवेवण्णावासे पण्णत्ते-से जहाणामए जीमूए इवा, अंजणे इवा,खंजणे इवा, कज्जलेइवा,मसी इवा, गुलिया इवा,गवलेइवा,गवलगुलिया इवा, भमरेइवा,भमरावलिया इवा, भमरपत्तगयसारे इवा, जंबूफलेइवा, अदारिटेइवा, परपुढे इवा,गए इवा,गयकलभेइवा, कण्हसप्पे इवा, कण्हकेसरे इवा, आगासथिग्गले इवा, कण्हासोए इवा, किण्हकणवीरे इवा, कण्हबंधुजीवए इवा, भवे एयारूवे सिया? । गोयमा ! णो इणढे समढे । ते णं कण्हामणी य तण्हा य इत्तो इट्ठतराए चेव कततराए चेव पियतराए चेव मणुण्णतराए चेव मणामतराए चेव वण्णेणं पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન-તે મણિ અને તૃણોમાં જે કાળાવર્ણના મણિ અને તૃણો છે, તેનો વર્ણ પાણીથી ભરેલા વાદળા, અંજન-કાળો સુરમો કે અંજન રત્ન, ખંજન-દીવાની મશ, ગાડાનું કીલ, કાજલ, મશ, મશ ગુટિકા, પાડાના શીંગડા, પાડાના શિંગડાંની ગુટિકા, ભમરો, ભમરાઓની પંક્તિ, ભમરાઓની પાંખોનો સાર ભાગ, જાંબુનું ફળ, કાચા અરીઠા અથવા કાગડાના નાના બચ્ચા, કોયલ, હાથી, મદનીયું, કાળો સર્પ, કાળું બકુલ(કેસર), શરદ કાલીન આકાશ ખંડ, કાળું અશોક વૃક્ષ, કાળી કણેર, કાળા બંધુજીવક(બપોરિયા) જેવો કાળો હોય છે? ઉત્તર- હે ગૌતમ! એ પ્રમાણે નથી, તે મણિઓ અને તૃણોનો વર્ણ તેનાથી પણ અધિક ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હોય છે. | २० तत्थ णंजे ते णीलगा मणी य तणा य तेसिं इमेयारूवे वण्णावासे पण्णत्ते-से जहाणामए भिंगेइवा, भिंगपत्तेइवा, चासेइवा, चासपिच्छेइवा,सुए इवा,सुयपिच्छे
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy