________________
પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર
વનખંડ:
१४ तीसे णं जगई उप्पि बाहिं पउमवरवेइयाए एत्थ णं एगे महं वणसंडे पण्णत्तेदेसूणाई दो जोयणाइं चक्कवालविक्खंभेणं जगईसमिए परिक्खेवेणं, किण्हे किन्होभासे णीले णीलोवभासे, हरिए हरिओभासे, सीए सीओभासे, णिद्धे णिद्धोभासे, तिव्वे तिव्वोभासे किण्हे किण्हच्छाए, णीले णीलच्छाए, हरिए हरियच्छाए, सीए सीयच्छाए, णिद्धे णिद्धछाए, तिव्वे तिव्वच्छाए घणकडियकडच्छाए रम्मे महामेहणिकुरंबभूए ।
૫૩
ભાવાર્થ :- તે જગતીની ઉપર અને પદ્મવર વેદિકાની બહાર એક વિશાળ વનખંડ છે. તે વનખંડનો ચક્રવાલ વિધ્યુંભ–ગોળ વિસ્તાર કંઈક ન્યૂન બે યોજન છે. તેની પરિધિ જગતીની પરિધિની સમાન છે.
તે વનખંડ કૃષ્ણવર્ણવાળો અને કૃષ્ણ કાંતિવાળો, નીલો અને નીલ કાંતિવાળો, લીલો અને લીલી કાંતિવાળો, શીત વાયુના સ્પર્શવાળો અને શીતલ કાંતિવાળો, સ્નિગ્ધ અને સ્નિગ્ધ કાંતિવાળો, તીવ્ર અને તીવ્ર કાંતિવાળો, કૃષ્ણ અને કૃષ્ણછાયાવાળો, નીલ અને નીલછાયાવાળો, લીલો અને લીલી છાયાવાળો શીતલ અને શીતલ છાયાવાળો, તીવ્ર અને તીવ્ર છાયાવાળો, વૃક્ષોની શાખાઓ પરસ્પર મળી ગઈ હોવાથી ગીચ, રમ્ય અને મહામેઘના સમૂહ જેવો જણાય છે.
१५ ते णं पायवा मूलवतो कंदवतो खंधवंतो तयावंतो सालवतो पवालवंतो पत्तवंतो, पुष्कवतो, फलवतो, बीयवंतो अणुपुव्व-सुजाय रुइल- वट्टभाव परिणया एगखंधी असा प्पसाह-विडिमा, अणेगणरवाम-सुप्पसारियअगेज्झ घण-विउलवट्टखंधा अच्छिद्दपत्ता अविरलपत्ता अवाईणपत्ता अणईइपत्ता णिद्धूय जरढपुडपत्ता, णवहरियभिसंत पत्तंभारधा गंभीरदरिसणिज्जा उवविणिग्गय णव तरुण पत्त-पल्लव कोमुलज्जल- चलंत किसलयसूमाल - पवालसोहियवरंकुरग्गसिहरा, णिच्चं कुसुमिया, णिच्चं मउलिया णिच्चं लवइया णिच्चं थवइया, णिच्चं गोच्छिया णिच्चं जमलिया णिच्चं जुवलिया णिच्चं विणमिया णिच्चं पणमिया, णिच्चं सुविभत्त पडिमंजरि वर्डेसग धरा, णिच्चं कुसुमिय-मडलिय-लवइयथवइयगुलइय-गोच्छिय- जमलिय-जुगलियविणमियपणमिय- सुविभत्त-पडिमंजरिवडेसगधरा । ભાવાર્થ:- વનખંડના વૃક્ષો પ્રશસ્ત મૂળવાળા અર્થાત્ ઉંડા ફેલાયેલા મૂળવાળા છે. તે જ રીતે તે વૃક્ષો પ્રશસ્ત કંદ, સ્કંધ, છાલ, શાખા, કુંપળ, પત્ર, ફૂલ, ફળ અને બીજોવાળા છે. અનુક્રમે દૂર-દૂર ફેલાયેલી શાખાને કારણે ગોળ-ગોળ દેખાતાં તે વૃક્ષો સુંદર, સુજાત અને સોહામણા પ્રતીત થાય છે. તે વૃક્ષો એક સ્કંધવાળા, અનેક શાખા, પ્રશાખા અને વિડિમા(મુખ્ય શાખા)વાળા છે. તે વૃક્ષો, અનેક પુરુષો પોતાના ફેલાવેલા બાહુ દ્વારા ગ્રહણ ન કરી શકે તેટલા વિશાળ અને ગોળ સ્કંધવાળા છે. તે વૃક્ષોના પાંદડા છિદ્રથી રહિત છે, બે પાંદડાઓ વચ્ચે જગ્યા ન રહે તેવા અવિરલ છે, તે વાયુથી ખરી જતાં નથી. તેને ઈતિ રોગ થતો નથી, તેના જીર્ણ—સફેદ થઈ ગયેલા અર્થાત્ સૂકાઈ ગયેલા પાંદડા હવાથી ખરી પડે છે. નવા ઉગેલા, લીલા દેદીપ્યમાન પાંદડાઓના સમૂહથી ગાઢ છાયા રૂપ અંધકારના કારણે તે વૃક્ષો રમણીય, દર્શનીય લાગે છે. તે વૃક્ષોના અગ્રભાગ નિરંતર ઉગતા નવ તરુણ પલ્લવોથી; કોમળ, મનોજ્ઞ, ઉજજવલ, કંપાયમાન કિસલયોથી; કોમળ પ્રવાલોથી અને પલ્લવાંકુરોથી શોભાયમાન લાગે છે. તે વૃક્ષો હંમેશાં કુસુમિત–પુષ્પોથી યુક્ત, સદા મુકુલિત–કળીઓથી