________________
[ ૩૫ર ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કથંચિતુ શાશ્વત છે અને કથંચિતુ અશાશ્વત છે? પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે પાવરવેદિકા શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે? ઉત્તરહે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત છે અને વર્ણ, રસ, ગંધ, સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. હે ગૌતમ! તેથી આ પ્રમાણે કહેવાય છે કે પાવરવેદિકા શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. |१३ पउमवरवेइयाणं भंते ! कालओ केवचिरंहोइ ? गोयमा !ण कयाविणासी,ण कयाविणत्थि,ण कयाविण भविस्सइ । भुविंच, भवइ य, भविस्सइ य । धुवा णियया सासया अक्खया अव्वया अवट्ठिया णिच्चा पउमवरवेइया। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!પદ્મવરવેદિકાની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ!આ પધવરવેદિકા ભૂતકાળમાં ક્યારે ય ન હતી, તેમ નથી; વર્તમાનમાં ન હોય, તેમ નથી અને ભવિષ્યમાં ક્યારે ય હશે નહીં, તેમ પણ નથી. તે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પદ્મવર વેદિકાનું વિસ્તૃત વર્ણન અને તેના નામ હેતુનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે. પ૩મવરવેડ્યા-જગતીની ઉપર બરાબર મધ્યમાં ફરતી વલયાકારે વેદિકા(પાળી) છે અને વેદિકા પર અનેક રત્નમય શાશ્વતા શ્રેષ્ઠ કમળો છે. આ પદ્મકમળોના કારણે તેનું નામ પાવરવેદિકા છે.
પરવરદિવો કેવમોનમનિ- તે વેદિકા દેવોની ભોગભૂમિ છે. તે અર્ધા યોજન ઊંચી અને ૫૦૦ ધનુષ્ય પહોળી છે. તે જગતીની ઉપર મધ્યમાં હોવાથી તેની પરિધિ જગતીના ઉપરના ભાગની મધ્ય પરિધિની સમાન છે.
તે વેદિકા સંપૂર્ણ રત્નમય છે. તેના વિવિધ વિભાગો સુવર્ણ, રૂપ્ય કે રત્નમય છે. તે વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત, લાંબી માળાઓથી સુશોભિત, અનેક પદ્મોથી આકર્ષિત, રમણીય, દર્શનીય, અતિ સુંદર છે. તેનું વિસ્તૃત વર્ણન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
તે પાવરવેદિકા દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલ શાશ્વત છે અને વર્ણાદિની અપેક્ષાએ અશાશ્વત છે. તેની શાશ્વતતા પ્રદર્શિત કરવા સૂત્રકારે ધ્રુવાદિ સાત વિશેષણોનો પ્રયોગ કર્યો છે.
યુવા = તે ત્રિકાલશાશ્વત હોવાથી ધ્રુવ છે.fપાયથા = તે ધ્રુવ હોવાથી સદાને માટે સ્વ સ્વરૂપમાં સ્થિત રહે છે, તેથી તેનિયત છે. તથા = તેનિયત હોવાથી જ શાશ્વત રહે છે. અજહુવા = ગંગાસિંધુના પ્રવાહમાં રહેલા પંડરીક દ્રહની જેમ અનેક પુગલોનું વિઘટન થવા છતાં તેમાં તેટલા જ પ્રમાણના અન્ય પુલો આવી જવાથી તેના સ્વરૂપનો કયારે ય વિનાશ થતો નથી, તેથી તે અક્ષય છે. અબ્બયા = પોતાના સ્વરૂપથી અંશ માત્ર પણ ચલિત થતી ન હોવાથી અવ્યય છે.
ફિયા =માનુષોત્તર પર્વતની બહારના અર્થાતુઅઢીદ્વીપની બહારના સમુદ્રોની જેમ સ્વપ્રમાણમાં સ્થિત હોવાથી અવસ્થિત છે. અઢીદ્વીપની બહારના સમુદ્રોમાં ભરતી કે ઓટ આવતી નથી, તેથી તેનું પ્રમાણ એક સમાન રહે છે. તે જ રીતે પદ્મવરવેદિકા પણ સદાને માટે અવસ્થિત છે.fશ્વ = પોત-પોતાના સ્વરૂપમાં સ્થિત ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની જેમ સ્વ સ્વરૂપમાં સ્થિત રહેવાથી નિત્ય છે. તેના સ્વરૂપમાં કદાપિ કોઈપણ પ્રકારની વિકૃતિ આવતી નથી.