________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આધાર યુક્ત પૃથ્વીતલ વજરત્નનો છે, પ્રતિષ્ઠાન–સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણ-રજતના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધ વજ્ર રત્નની છે, તેના અંદરબહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ મણિરત્નના છે, તેના આજુ-બાજુના બધા ભાગો અંક રત્નના છે. તેના ઊભા વાંસા– વળા અને પ્રતિવાંસા—નાના વળા(આડા વળા) જ્યોતિરસ રત્નના છે, પાટીઓ ચાંદીની, ઢાંકણા સુવર્ણના, નળીયા વજ્રરત્નના અને છાપરું રત્નનું છે.
૩૫૦
'
७ साणं पमवरवेइया एगमेगेणं हेमजालेणं, एगमेगेणं गवक्खजालेणं, एगमेगेणं खिखिणिजालेणं, एगमेगेणं घंटाजालेणं, एगमेगेणं मुत्ताजालेणं, एगमेगेणं मणिजालेणं, एगमेगेणं कणयजालेणं, एगमेगेणं, रयणजालेणं, एगमेगेणं पउमवरजालेणं, सव्वरयणामए णं सव्वओ समंता संपरिक्खित्ता ।
ભાવાર્થ :- તે પદ્મવર વેદિકાના પ્રત્યેક જાળીયાઓ સુવર્ણની માળાઓથી, તેમજ ગવાક્ષાકાર રત્નો, ઘૂઘરીઓ, ઘંટડીઓ, મોતીઓ, મણિઓ, કનક-સુવર્ણવિશેષ, ચાંદી અને રત્નમય પદ્મ કમળોની લાંબી-લાંબી માળાઓથી પરિવેષ્ટિત છે.
८ तेणंजाला तवणिज्जलंबूसगा सुवण्णपयरगमंडिया णाणामणिरयणविविह हारद्धहारउवसोभियसमुदया ईसं अण्णमण्णमसपत्ता पुव्वावरदाहिणउत्तरागएहिं वाएहिं मंदागं-मंदागं एज्जमाणा-एज्जमाणा, कंपिज्जमाणा- कंपिज्जमाणा, लंबमाणा-लंबमाणा, पझमाणा- पझंझमाणा, सद्दायमाणा-सद्दायमाणा तेणं ओरालेणं मणुण्णेणं कण्णमण- णिव्वुइकरेणं सद्देणं सव्वओ समता आपूरेमाणा- आपूरेमाणा सिरीए अईव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति । ભાવાર્થ:- તે માળાઓ તપનીય(લાલ) સુવર્ણના દડાઓથી અલંકૃત છે, સુવર્ણ પ્રતરથી મઢેલી છે, વિવિધ પ્રકારના મણિ-રત્નોના અનેકવિધ હારો-અર્ધ હારોથી સુશોભિત છે. પરસ્પર એકબીજાની નજીક-નજીક રહેલી તે માળાઓ પૂર્વી, પશ્ચિમી, ઉત્તરી અને દક્ષિણી વાયુથી ધીમે-ધીમે હલ્યા કરે છે, કંપાયમાન રહે છે અને કંપિત થવાના કારણે હવામાં લહેરાતી રહે છે, પરસ્પર ટકરાવવાથી શબ્દાયમાન તે માળાઓ મધુર, ઉદાર, મનોહર, કર્ણપ્રિય, મનને સુખદાયી ધ્વનિથી સર્વ દિશાઓને પૂરિત કરતી પોતાની શોભાથી અત્યંત સુશોભિત થઈ રહી છે.
९ तीसे णं पडमवरवेइयाए तत्थ-तत्थ देसे तर्हि तहिं बहवे हयसंघाडा गयसंघाड णरसंघाडा किण्णरसंघाडा किंपुरिससंघाडा महोरगसंघाडा गंधव्वसंघाडा वसहसंघाडा सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।
तीसे णं पउमवरवेइयाए तत्थ-तत्थ देसे तर्हि तहि बहवे हयपंतीओ तहेव जाव पडिरूवाओ । एवं हयवीहीओ जावपडिरूवाओ । एवं हयमिहुणाइं जावपडिरूवाइं । ભાવાર્થ:- તે પદ્મવર વેદિકાની ઉપર ઠેકઠેકાણે રત્નમય, ઘાટીલા અશ્વસંઘાટ–બબ્બે સમાન લિંગી અશ્વ યુગલ તેમજ હાથી, નર, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, વૃષભના સમાન લિંગી યુગલોના ચિત્રો છે. તે સ્વચ્છ યાવત્ અતિસુંદર છે.