________________
પ્રતિપત્તિ—૩ : મનુષ્યાધિકાર
(૬) ચિત્રાંગા :– માળાઓ આપનારા વૃક્ષો. તે વૃક્ષોની શાખાઓ, પત્રો, પુષ્પો આદિ ચારે પ્રકારની માળાઓ રૂપે સ્વાભાવિક રીતે જ પરિણત થઈ જાય છે.
૧૫
૧. પ્રથમ- દોરા આદિ દ્વારા ગૂંથીને તૈયાર થતી માળા અથવા ચાતુર્યપૂર્વક પુષ્પોને પરસ્પર ગૂંથીને બનાવાતી માળા ૨. વેષ્ટિત– એક માળાની ઉપર બીજી માળા વીંટીને તૈયાર કરેલી માળા, ૩. પૂરિમ– પુષ્પોને દોરામાં પરોવીને તૈયાર થતી માળા અથવા કોઈ પુષ્પોના જ વિશેષ પ્રકારના છિદ્રમાં અન્ય પુષ્પને પરોવીને તૈયાર થતી માળા ૪. સંઘાતિમ– અનેક પ્રકારના પુષ્પસમૂહને ભેગા કરીને તૈયાર કરેલી માળા. તે વૃક્ષોના પત્ર, પુષ્પ આદિ વિભાગો આ ચારે પ્રકારની માળા રૂપે પરિણત થાય છે.
=
(૭) ચિત્રરસા :– વિવિધ પ્રકારના કલ્યાણકારી ભોજન આપનારા વૃક્ષો. તે વૃક્ષોના ફળો સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે. સૂત્રમાં તે ભોજનની સ્વાદિષ્ટતાને ચક્રવર્તીના ભોજન સાથે સરખાવી છે. ચક્રવર્તીનો દૂધપાક કલ્યાણભોજન તરીકે પ્રસિદ્ધ છે.
કલ્યાણભોજન :– (૧) વ્યાખ્યામાં તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– પુંડ્ર જાતિની શેરડીનો આહાર કરનારી એક લાખ ગાયોનું દૂધ ૫૦,૦૦૦ ગાયોને પીવડાવવામાં આવે, તે ૫૦,૦૦૦ ગાયોનું ૨૫,૦૦૦ ગાયોને આ રીતે કરતા ક્રમશઃ એક ગાયને પીવડાવેલા દૂધનો દૂધપાક બનાવે. તે દૂધમાં કલમ જાતિના ઉત્તમ ચોખા અને સાકર, મેવા, મસાલા આદિ નાંખીને પૂર્ણપણે ઉકાળીને બનાવેલો દૂધપાક અત્યંત સ્વાદિષ્ટ બને છે, તેને કલ્યાણભોજન કહે છે. તે ભોજન ચક્રવર્તી જ પચાવી શકે છે. ચિત્રરસ કેપવૃક્ષ તેનાથી અધિક મનગમતા સ્વાદિષ્ટ ભોજન રૂપે પરિણત થાય છે.(૨) એક લાખ સુર્વણ મુદ્રાના મૂલ્યે તૈયાર થનાર ચક્રવર્તીના એક સમયના ભોજન વિશેષને કલ્યાણોજન કર્યું છે.
=
(૮) મથંગા :– આભૂષણ આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્ર,પુષ્પ વગેરે અત્યંત સોહામણા હોય છે. તે મનુષ્યોની આભૂષણોની ઇચ્છાપૂર્તિ કરે છે,
(૯) ગેહાકારા :– ગૃહ-નિવાસસ્થાન આપનારા વૃક્ષો. તે વૃક્ષો અત્યંત સઘન હોય છે. મનુષ્યો તેનો આશ્રયસ્થાન રૂપે ઉપયોગ કરે છે.
(૧૦) અનગ્ના :– વસ્ત્ર આપનારા વૃક્ષો. તે વૃક્ષોના પત્રો, છાલ આદિ અત્યંત બારીક, મુલાયમ, અનેક પ્રકારના રંગ અને ચિત્રોથી ચિત્રિત હોય છે. મનુષ્યો તેનો વસ્ત્રરૂપે ઉપયોગ કરે છે. અનગ્ન વૃક્ષો વસ્ત્રવિધિથી યુક્ત હોય છે.
આ રીતે દશ પ્રકારના વૃક્ષો મનુષ્યોની જીવન જરૂરિયાત પૂરી કરે છે. તે વૃક્ષો વનસ્પતિકાયમય છે. તેનું સ્વાભાવિક પરિણમન જ તે તે પ્રકારે થાય છે. તેમાં કોઈ દેવ પ્રભાવ નથી. યુગલિકોની સંખ્યાથી વૃક્ષોની સંખ્યા અધિક હોય છે. આ વૃક્ષો પાસે કોઈપણ વસ્તુની યાચના કરવાની નથી, પરંતુ તે તે વૃક્ષોથી પ્રાપ્ત થતાં પદાર્થોથી મનુષ્યોની ઇચ્છાપૂર્તિ થઈ જાય છે. ટીકાગ્રંથો તથા અન્ય ગ્રંથોમાં તથા પ્રચલિત ભાષામાં પણ તેને કલ્પવૃક્ષ કહે છે. આગમકારે માત્ર—દુમ–વૃક્ષ શબ્દનો જ પ્રયોગ કર્યો છે.
-
અંતરદ્વીપના સ્ત્રી-પુરુષો :– અંતરદીપના સ્ત્રી અને પુરુષો સર્વાંગ સુંદર હોય છે. પુણ્ય યોગે તેઓ મનોહર અને કમનીય કાયાના ધારક હોય છે. તે માનવ રૂપે રહેલા દેવ કે અપ્સરા સમાન પ્રતીત થાય છે. સ્ત્રી અને પુરુષોના વિવિધ અંગોપાંગનું વિસ્તૃત વર્ણન સૂત્રમાં છે.
ત્યાં મનુષ્યોની અવગાહના ૮૦૦ ધનુષ્યની હોય છે. યુગલિક સ્ત્રીઓની અવગાહના પુરુષ