________________
૩૧ર |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
2
.
A
અવગાહન ક્ષેત્ર પ્રમાણ અર્થાત્ ક્રમશઃ ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯00 યોજન છે. તેની પરિધિ સાધિક ત્રણ ગુણી છે અને પૂર્વના દ્વીપની પરિધિ કરતાં પછીના દ્વીપની પરિધિ ૩૧ યોજન અધિક થાય છે.
આ રીતે ઈશાન કોણમાં સાત દ્વીપ છે. તે જ રીતે અગ્નિકોણમાં પણ આભાસિક, ગજકર્ણ, મેંઢ મુખ, હસ્તિમુખ, સિંહકર્ણ, મેઘમુખ અને લષ્ટદંત નામના સાત દ્વીપ છે.
ચૂલ્લહિમવંત પર્વતના પશ્ચિમ ચરમાંતથી નૈઋત્ય અને વાયવ્યકોણમાં પણ પૂર્વવત્ સાત સાત દ્વીપ છે. તેમાં નૈઋત્યકોણમાં (૧) વૈષાણિક (૨) ગોકર્ણ (૩) અયોમુખ (૪) સિંહમુખ (૫) અકર્ણ (૬) વિધુમ્મુખ અને (૭)ગૂઢદંત નામના દ્વીપ છે. વાયવ્યકોણમાં (૧) નાંગોલિક (૨) શર્કાલિકર્ણ (૩) ગોમુખ (૪) વ્યાધ્રમુખ (૫) કર્ણપ્રાવરણ (૬) વિધુતદંત અને (૭) શુદ્ધદંત નામના સાત દ્વીપ છે.
પ્રત્યેક દ્વીપની લંબાઈ, પહોળાઈ, પરિધિ વગેરે ઈશાનકોણના સાત દ્વીપની જેમ જાણવી.
ચૂલહિમવત પર્વત ૧૦૫ર યોજન અને ૧૨ કળા પ્રમાણ પહોળો છે. તેનીહેમવય ક્ષેત્ર તરફની મોટી જીવા(શર) ઉત્તરમાં છે. તે ઉત્તરી મોટી જીવાથી લવણસમુદ્રમાં ઈશાન કોણના એકોક વગેરે અને વાયવ્યકોણના નાંગોલિક વગેરે સાત-સાત અંતર્લીપ છે. ચુલહિમવંત પર્વતની ભરતક્ષેત્ર તરફની દક્ષિણની નાની જીવાથી લવણસમુદ્રમાં અગ્નિકોણના આભાષિક વગેરે અને નૈઋત્યકોણના વૈષાણિક વગેરે સાત-સાત અંતરદ્વીપ છે.
આ રીતે ચલહિમવંત પર્વતના બંને ચરમાંતથી ચારે વિદિશામાં ૨૮ અંતર્લીપ છે. તે જ રીતે મેરુપર્વતની ઉત્તરદિશામાં શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાંતથી ચારે વિદિશામાં પૂર્વવત્ ૨૮ અંતર દ્વીપ છે, તેથી ૨૮+૨૮ = ૫૬ અંતરદ્વીપ થાય છે.
પ્રત્યેક દ્વીપની ચારે બાજુ એક પાવરવેદિકા અને વનખંડ છે. વનખંડમાં અનેક દેવ,દેવીઓ આવે છે, વિશ્રામ કરે છે અને આનંદનો અનુભવ કરે છે અને દ્વિીપની અંદર યુગલિક મનુષ્યો રહે છે.
- ગુciદાવતરૂ વાસદરપબ્લયસ કારપુત્યિક પરિમાણો... ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતના ઉત્તરપૂર્વ ચરમાંતથી લવણ સમુદ્રમાં ૩૦૦ યોજન દૂર પ્રથમ દ્વીપ છે.
વ્યાખ્યા ગ્રંથોમાં અંતરદ્વીપનું સ્થાન લવણ સમુદ્રમાં ગયેલી ચુલ હિમવંત પર્વતની દાઢા ઉપર છે, તે પ્રકારનું કથન છે. તે કથનાનુસાર ચુલ્લહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમ ચરમાંતથી બે-બે દાઢાઓ નીકળીને લવણસમુદ્રમાં ગઈ છે અને તે દાઢાઓ ઉપર ૩૦૦,૪૦૦,૫૦૦ યાવત્ ૯00 યોજન જતાં ક્રમશઃ સાત દ્વીપ આવે છે, પરંતુ મૂળપાઠમાં દાઢાઓનો કોઈ ઉલ્લેખ જણાતો નથી.
૩ત્તરપુસ્થિમ વરિતાનો...... ઉત્તરપૂર્વ ચરમાંત...સૂત્રકાર દ્વારા પ્રયુક્ત ચરમાંત શબ્દથી જ દાઢાઓનો નિષેધ થઈ જાય છે. ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની દાઢાઓ હોય અને તે લવણ સમુદ્રમાં ગઈ હોય તો સૂત્રકાર પરિકના શબ્દનો પ્રયોગ કરે નહીં. તેમજ શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ચુલ્લ હિમવંત વર્ષધર પર્વતની લંબાઈ, પહોળાઈ, જીવા, ક્ષેત્રફળ આદિના પ્રમાણનું વિસ્તૃત વર્ણન છે. દાઢા ચુલ્લ હિમવંત પર્વતના જ વિભાગ હોય તો તેના ક્ષેત્રફળ આદિમાંદાઢાના પ્રમાણની ગણના થવી જોઈએ, પરંતુ શ્રીજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં પણ દાઢા વિષયક કોઈ જ ઉલ્લેખ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે ચુલ્લ હિમવંત કે શિખરી પર્વતની કોઈ દાઢાઓ લવણ સમુદ્રમાં ગઈ નથી.
તે બંને પર્વતના પૂર્વ-પશ્ચિમ ચરમાંતથી ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપની એક-એક પંકિતઓ ગોઠવાયેલી છે. તે સાતે દીપ ક્રમશઃ ૩૦૦,૪૦૦ યાવત્ ૯૦૦ યોજનાના અંતરે સમુદ્રી જલમાં જ આવેલા છે અને જગતીથી પણ તેટલા જ દૂર છે. તે દ્વીપની પંક્તિઓ દાઢાના આકાર જેવી પ્રતીત થાય છે.