________________
સંપાદકીય
અપૂર્વ મૃતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
અહો ત્રિલોકીનાથ! તમે જો મળ્યા ન હોત તો તારી શકત કોણ મને? દિવ્ય દેશના આપની જો મળી ન હોત તો ઉગારી શકત કોણ મને ? પરમાગમ આપના પંચમકાળે દુઃખમાં આપે છે આશ્વાસન મને, ઓવારી જાઉં છું પ્રભુ! હું તારા ધર્મને, રહું સદા તુજ ચરણ કને.
ત્રિલોક દર્શન. સર્વજ્ઞની સત્યવાણીનું કરીએ સ્પર્શન.!! પ્રિય પાઠક, વાચક આગમ જ્ઞાતાગણ !
આપ સહુની સમક્ષ ત્રણ લોકનું દર્શન કરાવનાર, સાપેક્ષવાદથી ભરપૂર, નયનિક્ષેપ પ્રમાણથી પ્રમાણભૂત, તત્ત્વાવલોકનની દરેક આકૃતિથી યુક્ત, સરલ ભાષામાં વિશ્વનું સંપૂર્ણ દર્શન કરાવતું, પરમ પૂજય ગુરુપ્રાણ આગમ બત્રીસીનું શ્રી
જીવાજીવાભિગમ નામનું આગમ રત્ન પ્રકાશિત કરી રહ્યા છીએ, તેનો અત્યંત આફ્લાદ ભાવ અને અનુભવી રહ્યા છીએ. - પ્રસ્તુત સૂત્રની રચના સ્થવિર ભગવંતોની છે. તેના ઉપર શ્રી મલયગિરિની ટીકા–વ્યાખ્યા છે. આ સૂત્રનું પૂર્ણ નામ છે શ્રી જીવાજીવાભિગમ સૂત્ર. જીવ અને અજીવ તત્ત્વને, અભિગમ એટલે જાણો. આ વ્યાખ્યા મૂળપાઠમાં આપી છે. જીવને અજીવથી જુદો પાડી સંસાર સમાપન કરો અર્થાત્ સંસારને સંકેલો અને અસંસારી બની જાઓ. શુદ્ધ તત્ત્વ તમારું છે, તેને સંભાળો, સંભારો, એમ કહી આત્માને વિવિધ વિવક્ષાથી વિવક્ષિત કર્યો છે.
પ્રતિપત્તિ = મંતવ્ય. તે મંતવ્યનો વિસ્તાર ભિન્ન-ભિન્ન અપેક્ષાથી લઈને નવ પ્રતિપત્તિમાં દર્શાવ્યો છે. ભિન્ન-ભિન્ન સ્થાનોથી જીવનું દર્શન કરાવતાં તથ્યને પ્રકાશિત કર્યું છે. કર્મથી આત્મા આવરિત થતો હોવા છતાં આવરણ ભેદીને ચેતનામાં રહેલો આલ્હાદભાવ પ્રસન્નતાથી પ્રગટે છે. પ્રસન્નતા તે નિજી મૂડી છે. તે કદાપિ ખૂટતી નથી. જેમ-જેમ વાપરો તેમ-તેમ તેમાં વૃદ્ધિ-પુષ્ટી થાય છે. આત્માના અનંતણ રાશિ ઉપર આવેલા કર્મના સ્તરોમાં ક્ષયોપશમ ભાવની ઉજળી મશીનરી ફરતાં કર્મ નિર્જરા સાથે કંઈક આત્મ વિકાસ ભાવ પ્રગટ થાય છે. એ જ વિકાસ ભાવ જાગતાં મારો દર્શન ઉપયોગ આગમ ભાવોને નિહાળવા એકાગ્ર બન્યો, તેથી શ્રુતજ્ઞા ચક્ષુસાદેવી જાગૃત થયા. તેમણે