________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રમાણમાં ધન, સોનું, રત્ન, મણિઓ, શંખ, સ્ફટિક પ્રવાલ આદિ પ્રધાન દ્રવ્યો હોય છે ? ઉત્તર- હા ગૌતમ! તે દ્વીપમાં ચાંદી, સુવર્ણ આદિ હોય છે પરંતુ મનુષ્યોને તેમાં તીવ્ર મમત્વ ભાવ હોતો નથી. ४० अतिथ णं भंते! गोरुयदीवे राया इवा, जुवरायाइ वा ईसरे इ वा तलवरे इ वा माडंबिया इ वा कोडुंबिय इ वा इब्भा इ वा सेट्ठी इ वा सेणावई इ वा सत्थवाहा इ वा ? गोयमा ! णो इणट्ठे समट्ठे । ववगय-इड्डिसक्काराणं मणुयगणा पण्णत्ता समणाउसो ।
૨૦૦
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું રાજા, યુવરાજ, ઈશ્વર– ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષ; તલવર– જાગીરદાર કે રાજસન્માનિત વિશિષ્ટ નાગરિક; માંડલિક–અનેક દેશોના રાજા, કૌટુંબિક– વિશાળ પરિવારના મુખ્ય વડીલ, ઇભ્ય– હાથીના વજન પ્રમાણ વિપુલ ધનવૈભવના સ્વામી; શ્રેષ્ઠી– સંપત્તિ અને સદ્યવહારથી પ્રતિષ્ઠા પામેલા શેઠ, સેનાપતિ– ચતુરંગિણી સેનાના અધિકારી, સાર્થવાહ– અનેક નાના વ્યાપારીઓ સાથે લઈને દેશાંતરમાં વ્યાપાર અર્થે જનારા સમર્થ વ્યાપારી આદિ હોય છે?
ઉત્તર– હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં રાજા આદિ હોતા નથી. તે મનુષ્યો ૠદ્ધિ અને સત્કારના વ્યવહારથી રહિત હોય છે.
४१ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे दासा इ वा पेसाइ वा सिस्साइ वा भयगा इ वा भाइल्लगा इ वा कम्मगरा इ वा भोगपुरिसा इ वा ? णो इणट्टे समट्ठे । ववगयआभिओगिया णं ते मणुयगणा पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું દાસ, પ્રેષ્ય—દૂતનું કાર્ય કરનારા સેવક, શિષ્ય, પગારદાર નોકર, ભાગીદાર, કર્મચારી વગેરે હોય છે ? ઉત્તર− હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં દાસ આદિ હોતા નથી. તે મનુષ્યો સ્વામી-સેવકભાવ, આશા-આજ્ઞાપક ભાવ આદિથી રહિત હોય છે. ४२ अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे माया इ वा पिया इ वा भाया इ वा भइणी इ वा भज्जा इ वा पुत्ता इ वा धूया इ वा सुण्हा इ वा ? हता अत्थि ! णो चेव णं तेसिं मणुयाणं तिव्वे पेज्ज- बधणे समुप्पज्जइ, पयणु-पेज्जबंधणा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो !
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી અને પુત્રવધૂ હોય છે ? ઉત્તર- હા ગૌતમ ! તે દ્વીપમાં માતા–પિતા આદિ સંબંધો હોય છે પરંતુ તેઓને માતાપિતા આદિમાં તીવ્ર પ્રેમબંધન હોતું નથી. તે મનુષ્યોને આછું પ્રેમ બંધન હોય છે.
४३ अत्थि णं भंते ! एगोरुयदीवे अरी इ वा वेरी इ वा घायगा इ वा वहगा इवा पडिणीए इ वा पच्चमित्ता इ वा ? णो इणट्ठे समट्ठे । ववगयवेराणुबंधा णं ते मणुयगणा पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એકોરુક દ્વીપમાં શું શત્રુ, ઉંદર બિલાડીની જેમ જાતીય વૈરવૃત્તિવાળા વૈરી, ઘાત કરનારા ઘાતક, વધ કરનારા વધક, થપ્પડાદિ દ્વારા વ્યથા ઉત્પન્ન કરનારા વ્યથક, પ્રત્યેનીક (વિરોધી), પ્રત્યમિત્ર-પહેલા મિત્ર બનીને શત્રુ બની જનારા હોય છે ? ઉત્તર- હે આયુષ્યમાન શ્રમણ ! તે દ્વીપમાં શત્રુ, વૈરી આદિ હોતા નથી, તે મનુષ્યો વેરભાવથી રહિત હોય છે.