SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી જીવાજીવાભિગમ સત્ર धवल-पत्तलच्छा आणामियचावरुङलकिण्हपूराइयसंठियसंगत-आयत-सुजात-तणुकसिणणिद्धभुमया,अल्लीणप्पमाणजुतसवणा,सुस्सवणा,पीणमंसल कवोलदेसभागाअचिरुगय बालच्दसठियपसत्यविच्छिण्णसमणिडाला,उडवइपडिपुण्ण-सोमवदणा,छत्तागारुतमादेसा, घणणिचियसुबद्ध लक्खणुग्णय कूडागारणिभपिडियसिरा,दाडिमपुफपगासतवणिज्जसरिस णिम्मल-सुजायकेसंत-केसभूमी, सामलिय-पोंड-घणणिचिय-छोडिय-मिऊ विसयपसत्थ सुहमलक्खण-सुगंध सुदरभुयमोयग-भिंगणी-लकज्जल-पहट्ठभमरगण-णिद्ध णिकुबणिचियाकुचय पयाहिणावत्त मुद्धसिरया,लक्खणवंजणगुणोववेयासुजायसुविभक्त सुरूवगापासाइया दरिसणिज्जा अभिरूवा पडिरूवा।। तेणंमणुया हंसस्सरा कोंचस्सराणदिघोसासीहस्सरासीहघोसामंजुस्सरासुस्सरा सुस्सरणिग्घोसा छायाउज्जोइयंगमंगा वज्जरिसभणारायसंघयणा,समचउरससंठाण-सठिया सिणिद्धछवीणिरायकाउत्तमपसत्य अइसेसणिस्वमतणूजल्लमलकलसेयरयदोसवज्जिय सरीरा णिरुवमलेवा अणुलोमवाउवेगाकंकग्गहणीकवोतपरिणामासउणिव्व पोसपिटुतरोरू परिणया विग्गहिय उण्णयकुच्छी पउमुप्पलसरिसगंधणिस्साससुरभिवयणा अट्ठधणुसर्यऊसिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકોરુક દ્વીપમાં મનુષ્યોનું સ્વરૂપ કેવું હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે મનુષ્યો અનુપમ, ચંદ્રની જેમ સૌમ્ય અને સુંદર રૂપવાળા હોય છે. તે મનુષ્યો ઉત્તમ સુખોપભોગ સુચક લક્ષણોવાળા તથા તેવી જ શોભાથી યુક્ત છે. તે જન્મથી જ શ્રેષ્ઠ અંગોવાળા અને સર્વાગ સુંદર હોય છે. તેઓના ચરણ સુપ્રતિષ્ઠિત અને કાચબાની જેમ ઉન્નત હોય છે. તેઓના પગના તળિયા લાલ અને ઉત્પલ(કમલ)ના પત્ર સમાન મૃદુ, મુલાયમ અને કોમળ છે. તેઓના ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર ચન્દ્ર આદિના રેખાચિહ્ન હોય છે. તેઓની પગની આંગળીઓ ક્રમથી મોટી, નાની(પ્રમાણોપેત) અને પરસ્પર જોડાયેલી હોય છે. તેઓની આંગળીઓના નખ ઉન્નત, પાતળા તામ્રવર્ણના તેમજ સ્નિગ્ધ (કાંતિવાળા) હોય છે. તેઓની ગુલ્ફ-ઘૂંટી પ્રમાણોપેત, સઘન અને માંસલ હોવાથી ગૂઢ હોય છે. તેઓનો જવાનો પૂર્વભાગ– પિંડી હરણીની જંઘાની જેમ ક્રમશઃ સ્કૂલ અને કુરુવિંદ નામના તૃણની જેમ ગોળ હોય છે. તેઓના જાનમંડળ-ઢીંચણ માંસલ અને સંપુટમાં રાખેલા હોય તેમ ગૂઢ હોય છે. તેઓના ઉરુસાથળ હાથીની સૂંઢ જેવા સુંદર, ગોળ અને પુષ્ટ હોય છે. તેઓની ચાલ મદોન્મત હાથી જેવી વિલાસયુક્ત હોય છે. તેઓના ગૃહપ્રદેશ શ્રેષ્ઠ અશ્વના ગુહ્યપ્રદેશની જેમ અત્યંત ગુપ્ત અને આર્કોણ જાતિના ઘોડાની જેમ મલ-મૂત્રાદિના લેપથી રહિત હોય છે, તેમની કટિ-કમ્મર રોગાદિથી મુક્ત અને શ્રેષ્ઠ અશ્વ અને સિંહની કમ્મરથી અધિક પાતળી હોય છે. કમ્મરનો મધ્યભાગ સંકોચી લીધેલ ત્રિપાઈ, મુસલનો મધ્યભાગ, દર્પણનો દંડ, સોનાની બનાવેલી મૂઠની જેમ(વચ્ચેથી) અત્યંત પાતળો તથા શ્રેષ્ઠ વજના આકારનો અનેત્રિવલીથી શોભાયમાન હોય છે. તેઓની રોમરાજિ સરળ, સમ–એક સરખી, સંહિત– પરસ્પર મળેલી અર્થાત્ સઘન, સુજાત, જાતિ સ્વભાવથી પાતળી, કૃષ્ણવર્ણ વાળી, સ્નિગ્ધ-ચીકણી, વારંવાર જોવાની ઇચ્છા થાય તેવી કમનીય, લાવણ્યયુક્ત, સુકોમળ, મૃદુઅને રમણીય હોય છે. તેઓની નાભિ-ગંગા નદીના વમળ અને દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળની જેમ ગૂઢ, ગંભીર અને વિશાળ હોય છે. તેઓની કુક્ષિ-પડખાનો ભાગ માછલી અને પક્ષી જેવો સુજાત, સુંદર અને પુષ્ટ હોય છે. તેઓનું ઉદર
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy