SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર जहा से पेच्छाघरे विचित्ते रम्मे वरकुसुमदाम-मालुज्जले भासंत मुक्कपुप्फपुंजोवयारकलिए विरल्लि-विचित्तमल्लसिरिदाम मल्लसिरिसमुदयप्पगब्भे गंथिमवेढि म-पूरिम-संघाइमेणं मल्लेणं छेयसिप्पियं विभागरइएणं सव्वओ चेव समणुबद्ध पविरल लंबत-विप्पइटेहिं पंचवण्णेहिं कुसुमदामेहिं सोभमाणे-सोभमाणे वणमालकयग्गए चेव दिप्पमाणे,तहेवतेचित्तंगा विदुमगणा अणेगबहुविविहवीससा-परिणयाए मल्लविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुसविकुस-विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥६॥ ભાવાર્થ - હે આયુષ્યમાન્ શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ચિત્રાંગા નામના વૃક્ષો છે. તેિ વૃક્ષો મનુષ્યોને વિવિધ પ્રકારની માળાઓ પ્રદાન કરે છે. જેમ- કોઈ પ્રેક્ષાગૃહ-નાટ્યશાળા હોય, જે અનેક પ્રકારના ચિત્રોથી યુક્ત, રમ્ય, શ્રેષ્ઠ પુષ્પમાળાઓથી ઉજ્જવળ,વિકસિત વિખરાયેલા પુષ્પપુંજથી સુશોભિત જુદા-જુદા સ્થાને સ્થાપિત કરવામાં આવેલી વિવિધ પ્રકારે ગૂંથીને બનાવેલી ગ્રંથિમ માળાઓ, પરસ્પર વીંટીને બનાવેલી વેષ્ટિમ માળાઓ, પુષ્પોને દોરામાં પરોવીને બનાવેલી પૂરિત માળાઓ, પુષ્પની નાલને પરસ્પર સંયોજિત કરીને બનાવેલી સંઘાતિમ માળાઓ કે જે કુશળ કારીગરો દ્વારા બનાવેલી હોય, આ ચાર પ્રકારની માળાઓને ચતુરાઈપૂર્વક ચારે તરફ રાખવાથી સૌંદર્યવાન, ઉપરથી નીચે સુધી લટકતી પાંચ વર્ણવાળી સુંદર પુષ્પમાળાઓથી શોભાયમાન, અગ્રભાગમાં લટકતી વનમાળાઓથી દેદીપ્યમાન પ્રેક્ષાગૃહ શોભાના ધામરૂપ હોય છે. તે જ રીતે અનેક પ્રકારની માળાઓ રૂપે ચિત્રાંગ વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની માળા વિધિ(માળાઓ)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ અને ઘાસથી રહિત મૂળભાગવાળા તે વૃક્ષો વાવ અત્યંત શોભાયમાન હોય છે. | २१ एगोरुयदीवेणं दीवेतत्थ तत्थ बहवेचित्तरसा णामंदुमगणा पण्णत्ता समणाउसो! जहासेसुगंधवस्कलमसालिविसिट्टणिरुवहयदुद्धरद्धेसारयघयगुडखडमहुमेलिए अइरसे परमण्णे होज्ज उत्तमवण्णगंधमते,रण्णोजहावा चक्कवट्टिस्स होज्ज,णिउणेहिं सूयपुरिसेहि सज्जिए वाउकप्पसेयसित्तेइव ओदणेकलमसालि णिव्वत्तिए विपक्केसबप्फमिङविसय सगल सित्थे अणेगसालणग-संजुत्ते अहवा पडिपुण्ण दबुवक्खडेसुसक्कए वण्णगंधरस फरिसजुतबलवीरियपरिणामेईदयबलपुट्ठवद्धणेखुपवासमहणेफहाणकढिय गुलखंडमच्छङ घय उवणीए व्व पमोयगेसहसमियगब्भे हवेज्ज परमइटुंगसंजुत्तेतहेव ते चित्तरसा वि दुमगणा अणेग बहुविविहवीससा-परिणयाए भोयणविहीए उववेया फलेहिंपुण्णा विसति कुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥७॥ ભાવાર્થ-હે આયુષ્યમાનું શ્રમણ ! તે એકોક દીપમાં ઠેકઠેકાણે ચિત્રાસા નામના વૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને રસયુક્ત ભોજન પ્રદાન કરે છે] જેમ- સુગંધિત, શ્રેષ્ઠ કલમ જાતિના ચોખા અને દોષરહિત, શુદ્ધ ગાયના દૂધમાં શરદ ઋતુના ઘી તેમજ ગોળ, સાકર અને મધને મિશ્રિત કરી, ઉત્તમ વર્ણ, ગંધ અને રસયુક્ત પરમાન્ન-ખીર બનાવવામાં આવે, જે ખીર ચક્રવર્તીની ખીરની સમાન હોય, ચક્રવર્તીના કુશળ રસોઈયા દ્વારા બનાવેલી હોય, જેમાં એક-એક દાણો વરાળમાં સીઝીને નરમ થઈ ગયો હોય તેવા કલમ જાતિના ચોખાથી નિષ્પન્ન, અનેક પ્રકારના મેવા-દ્રાક્ષ, પુષ્પ, ફળથી યુક્ત, ભરપૂર એલચી વગેરે સુગંધિત દ્રવ્યોથી સંસ્કારિત, ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત, ઉપભોગ કરનારના શારીરિક બળ અને
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy