________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર
[ ૨૮૫ ]
ભાવાર્થ :- એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે અનેક સેરિકા નામનાપુષ્પાદિના ગુલ્મ(છોડ) યાવત મહાજાતિ નામના પુષ્પોના ગુલ્મ છે. તે ગુલ્મ પાંચ વર્ણના ફૂલોથી હંમેશાં કુસુમિત રહે છે. તેની શાખાઓ પવનથી ઝૂલતી રહે છે અને તેથી ફૂલો નીચે ખરીને એકોરુકદ્વીપના ભૂમિભાગને સુશોભિત કરે છે. |१४ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहूओवणराईओ पण्णत्ताओ, ताओणं वणराईओ किण्हाओ किण्होभासाओ जावरम्माओ महामेहणिकुबभूयाओ जावमहईगंधद्धणि मुयंताओ पासाईयाओ। ભાવાર્થ :- એકોરુકદ્વીપમાં અનેક સ્થાને વનરાજીઓ(વનપંક્તિઓ) છે. તે વનરાજીઓ લીલીછમ હોવાથી કૃષ્ણ અને કૃષ્ણકાંતિવાળી દેખાય છે યાવત તે રમ્ય અને મહામેઘના સમૂહરૂપ પ્રતીત થાય છે. તે વનરાજીઓ ત્યાં વિપુલ સુગંધ પ્રસરાવે છે. તે સુગંધ ધ્રાણેન્દ્રિયને માટે પ્રસન્નતાજનક છે. | १५ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे मत्तंगा णामंदुमगणा पण्णत्ता समणाउसो! जहासेच्दप्पभमणिसिलागवरसीधुपवरवारुणिसुजातफलपत्तपुप्फचोयणिज्जाससार बहुदव्यजत्तीसंभास्कालसंधियासवामहुमेरगद्धिाभदुद्धजातिपसण्ण मेल्लगसताउखज्जूर मुद्दियासास्काविसायण सुपक्कखोयरसवरसुरावण्णरसगंधफरिसजुत्तबलवीरियपरिणामा मज्जविहिय बहप्पगारा:तहेवंतेमत्तंगया विदमगणाअणेगबहविविहवीससा परिणयाए मज्जविहीएउववेया फलेहिं पुण्णा विसट्टतिकुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥१॥ ભાવાર્થ :-હે આયુષ્યમાનું શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં અનેક સ્થાને મરંગા નામના કલ્પવૃક્ષો હોય છે. (તે કલ્પવૃક્ષો ત્યાંના મનુષ્યોને આનંદદાયી–પ્રસન્નતાજનક પેય પદાર્થો આપે છે.) જેમ કે– ચંદ્રપ્રભા (સોમરસ), મણિશલાકા રસ, શેરડીનો પકાવેલો રસ, શ્રેષ્ઠવારુણી, પરિપક્વ પત્ર, પુષ્પ, ફળ અને સુગંધિત દ્રવ્યોના સારભૂત એવા વિવિધ રસયુક્ત દ્રવ્યોના ઉચિત કાલમાં કરેલા સંમિશ્રણથી બનાવેલા આસવ, મધુ, મેરેય(ધતુરાના ફૂલ તથા ગોળ-ધાણામાંથી બનાવેલા મધ વિશેષ), સફેદ ફીણવાળો રિષ્ટાભ રસ, દૂધ જેવા સ્વાદવાળો પ્રસન્ન રસ, મલ્લક રસ, આયુષ્યની વૃદ્ધિ કરનારો શતાયુ રસ, ખજુરનો રસ, દ્રાક્ષનો રસ, ધૂવાકા જેવા ગોળમાંથી બનાવેલો કાપિશાયન રસ, સુપક્વ ક્ષોદ રસ(મધુર કાષ્ઠ વગેરે ઔષધિના ચૂર્ણથી નિર્મિત મધ વિશેષ), આ સર્વ શ્રેષ્ઠ મધો જેવા મધુર સ્વાદવાળા; પ્રશસ્ત વર્ણ, રસ, સુગંધ, સ્પર્શથી યુક્ત; બલ-વીર્યની વૃદ્ધિ કરનારા અનેક પ્રકારના આનંદદાયી પેય પદાર્થો રૂપે તે મત્તાંગવૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની મધવિધિ(રસ-પેયપદાર્થો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ–ઘાસ વગેરેથી રહિત તથા વિશુદ્ધ મૂળભાગવાળા તે વૃક્ષો અતીવ શોભાયમાન હોય છે. | १६ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेभियंगाणामंदुमगणापण्णत्तासमणाउसो !जहा सेवारगघङकरगकलसकक्कस्पिायचणि-उदकवद्धणि-सुपइट्ठगपारीचसग-भिंगार करोडिया-सरग-परगपत्ती वाल-मल्लग-चवलियदगवारक-विचित्तवट्टकमणिवट्टक सुत्तिचारुपीणया कंचणमणिरयणभत्तिचित्ता भायणविहिए बहुप्पगारा तहेव ते भियंगा विदुमगणा अणेग बहुगविविहवीससा परिणयाए भायणविहीए उववेया फलेहिं पुण्णा विसर्टेति कुस विकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥२॥