________________
પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર
૨૮૩ |
તે પાવરવેદિકા અર્ધા યોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી છે અને એકોરુક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. તે પાવરવેદિકાનું વર્ણન આ પ્રમાણે છે. યથા– તેનો પાયો વજમય છે, તેના સ્તંભોનો મૂળ આધાર ભાગ રિષ્ટ રત્નનો છે, સ્તંભ વૈડૂર્ય રત્નના છે, પાટિયા સુવર્ણ-રજના છે, ખીલાઓ લોહિતાક્ષ રત્નના છે, સાંધવજ રત્નની છે, તેના અંદર-બહારના બધા વિભાગો અર્થાત્ તેનું સંપૂર્ણ કલેવર વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત છે, તેના પરના ચિત્રો તથા ચિત્ર સમૂહ મણિરત્નના છે, તેના પડખા-પડખાના બધા ભાગો અંક રત્નના છે. તેના ઊભા વાંસા-વળા અને પ્રતિવાંસા-નાના વળા(આડા વળા) જ્યોતિરસ રત્નના છે, પાટીઓ ચાંદીની, ઢાંકણા સુવર્ણના, નળીયા વજરત્નના અને છાપરું રત્નનું છે.
તે પાવર વેદિકાના પ્રત્યેક જાળિયાઓ સુવર્ણની માળાઓ, ગવાક્ષાકાર રત્નો, ઘૂઘરીઓ, ઘંટડીઓ, મોતીઓ, મણિઓ, કનક-સુવર્ણ વિશેષ, પદ્મ-કમળોની લાંબી-લાંબી માળાઓથી પરિવેષ્ટિત છે. લટકતી તે માળાઓ સોનાના દડાઓથી અલંકૃત છે.
તે પાવરવેદિકા પર ઠેક-ઠેકાણે ઘણા રત્નમય, મનોહર અશ્વયુગલ યાવત્ વૃષભયુગલ વગેરે યુગલો શોભી રહ્યા છે. તે જ રીતે તે વેદિકા પર રત્નમય વીથિઓ, પંક્તિઓ, મિથુનકો– તે અશ્વાદિના સ્ત્રી-પુરુષ યુગલો અને લતાઓ શોભી રહી છે.
તે વેદિકાની ભૂમિ, વેદિકાની બાજુઓ, વેદિકાના પાટિયાઓ, તેના અંતરાલો, સ્તંભો, સ્તંભની બાજુઓ, સ્તંભના શિખરો, સ્તંભના અંતરાલો, ખીલાઓ, ખીલાના ટોપકાઓ, ખીલાથી જોડાયેલા પાટિયાઓ, ખીલાઓના અંતરાલો, તેના પડખા, પડખાના પ્રાન્ત ભાગો, તેના અંતરાલો આદિ ખુલેલા છત્ર જેવા વિકસિત મોટા-મોટા રત્નમય, સ્વચ્છ, અતિસુંદર ઉત્પલ પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, સો પાંખડીવાળા કમળો, હજાર પાંખડીવાળા કમળોથી શોભી રહ્યાં છે. તેથી જ તે આયુષ્યમાન શ્રમણ ! આ વેદિકાને પદ્મવર વેદિકા કહેવામાં આવે છે.] |७ साणं पउमवरवेइया एगेणं वणसंडेणं सव्वओ संपरिक्खित्ता । सेणं वणसंडे देसूणाई दो जोयणाईचक्कवालविक्खंभेणं वेइयासमेणं परिक्खेवेणं पण्णत्ते । तेणं वणसंडे किण्हे किण्होभासे एवं जहा रायपसेणइय वणसंडवण्णओ तहेव णिरवसेसं भाणियव्वा तणायवण्णगंधफासो,सद्दोतणाणं, वावीओ, उप्पायपव्वया,पुढविसिलापट्टगा य भाणियव्वा जावएत्थणं बहवेवाणमंतरा देवाय देवीओय आसयति जावविहरति। ભાવાર્થ - તે પદ્મવરવેદિકા એક વનખંડથી ચારેબાજુથી ઘેરાયેલી છે. તે વનખંડ કંઈક ન્યૂન બે યોજન ચક્રવાલ વિખંભવાળો અને વેદિકાની સમાન પરિધિવાળો છે. તે વનખંડ ઘણો જ લીલોછમ અને સઘન હોવાથી કાળો અને કાળી ક્રાંતિવાળો પ્રતીત થાય છે. આ પ્રમાણે રાજપ્રનીય સૂત્ર(પેજ-૬૪)અનુસાર વનખંડનું સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. તૃણોનો વર્ણ, ગંધ, સ્પર્શ અને શબ્દ તથા વાવડીઓ, ઉત્પાત પર્વત, પૃથ્વીશિલા પટ્ટક આદિનું વર્ણન પણ કહેવું જોઈએ યાવતું ત્યાં ઘણા વાણવ્યંતર દેવ-દેવીઓ આવીને બેસે છે, સુએ છે યાવત્ સુખાનુભવ કરતાં વિચરે છે. | ८ एगोरुयदीवस्सणं भंते ! दीवस्स केरिसए आगारभावपडोयारे पण्णत्ते।
गोयमा ! एगोरुयदीवस्सणंदीवस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागेपण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा, एवं सयणिज्जे भाणियव्वे जावपुढविसिलापट्टगसि,