________________
| પ્રતિપત્તિ-૩ : મનુષ્યાધિકાર
૨૭૯
પ્રતિપત્તિ - ૩
મનુષ્યાધિકાર સંક્ષિપ્ત સાર રાજા પાક
આ પ્રકરણમાં મનુષ્યના ભેદ-પ્રભેદોનું પ્રતિપાદન છે. તેમાં મુખ્યતઃ છપ્પન અંતર્દીપજ મનુષ્યોનું વિસ્તૃત વર્ણન છે. મનુષ્યના ભેદ– તેના મુખ્ય બે ભેદ છે, સંમૂઠ્ઠિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યના ત્રણ ભેદ થાય છે– (૧) કર્મભૂમિના મનુષ્ય, (૨) અકર્મભૂમિના મનુષ્ય અને (૩) અંતરદ્વીપના મનુષ્ય. કર્મભૂમિના મનુષ્ય– પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર રૂપ ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો કર્મભૂમિના મનુષ્ય કહેવાય છે. અકર્મભૂમિના મનુષ્ય- પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુરુ. અને પાંચ ઉત્તરકુરુ રૂપ ૩૦ અકર્મભૂમિના ક્ષેત્રોમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અકર્મભૂમિના મનુષ્ય કહેવાય છે અંતરતીપના મનષ્ય- ૫ અંતરદ્વીપમાં ઉત્પન્ન થનારા મનુષ્યો અંતરદ્વીપના મનુષ્ય કહેવાય છે. આ રીતે મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. તે ૧૦૧ ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાપ્ત અને ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા, કુલ મનુષ્યના ૩૦૩ ભેદ થાય છે.
મનુષ્યોના ૧૦૧ ક્ષેત્રોમાં ૧૫ કર્મભૂમિના મનુષ્યો અસિ, મસિ અને કૃષિ રૂ૫ ત્રણ પ્રકારના કર્મથી જીવન વ્યવહાર કરે છે, ૩૦ અકર્મભૂમિ અને પદઅંતરદ્વીપ, આ ૮૬ ક્ષેત્ર યુગલિકોના છે. ત્યાંના મનુષ્યોનો જીવન વ્યવહાર દશ પ્રકારના વૃક્ષોથી ચાલે છે. પ્રસ્તુત પ્રકરણમાં પ૬ અંતરદ્વીપોના સ્થાનોનું અને યુગલિક મનુષ્યોનું વિસ્તૃત વર્ણન છે. છપ્પન અંતરદ્વીપ- લવણસમુદ્રના જલમાં આંતરે-આંતરેથી સ્થિત દ્વીપોને અંતરદ્વીપ કહે છે. તે સર્વ દ્વીપોની સંખ્યા પદ હોવાથી તે દ્વીપો છપ્પન અંતર્લીપ’ના નામે આગમમાં પ્રસિદ્ધ છે.
ચલહિમવંત પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાંતથી લવણસમુદ્રમાં ચારે વિદિશામાં સાત-સાત અંતરદ્વીપની એક-એક પંક્તિ, કુલ ચાર પંક્તિ છે. આ રીતે ચાર પંક્તિના ૭૪૪ = ૨૮ અંતરદ્વીપ મેરુપર્વતની દક્ષિણ દિશામાં છે. તે જ રીતે શિખરી પર્વતના પૂર્વ અને પશ્ચિમી ચરમાંતથી ચારે વિદિશામાં સાત-સાત અંતરદ્વીપની એક-એક પંક્તિ, તેમ કુલ ચાર પંક્તિ છે, તેથી ૭૪૪ ૨૮ અંતર્લીપ મેરુ પર્વતની ઉત્તર દિશામાં છે. આ રીતે મેરુ પર્વતથી ઉત્તર અને દક્ષિણ બંને દિશાના મળીને ૨૮+૧૨૮=૧૬ અંતર્લીપ થાય છે.
૮૬ ક્ષેત્રના મનુષ્યો પુણ્યયોગે યુગલિકપણે જન્મ ધારણ કરે છે. તે મનુષ્યો વજઋષભનારાચ સંઘયણ, સમચતુરંસ સંસ્થાન, નિરોગી કાયા, ઉત્તમ લક્ષણોથી યુક્ત શરીર, સુસ્વર, સરલ, નિરભિમાની, પ્રકૃતિથી જ ભદ્ર, વિનીત, અલ્પ ઇચ્છાવાળા, મંદ કષાયી આદિ ગુણોથી સંપન્ન હોય છે.