________________
પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧,
૨૩ ]
આ પ્રમાણે સૂત્ર દ્વારા સ્વયં સમજવાથી, અન્ય દ્વારા સૂત્રાર્થ સમજાવવાથી, યુક્તિઓ દ્વારા પર્યાલોચન (વિચાર) કરવાથી અને અર્થાલોચન (અર્થના ચિંતન) દ્વારા સમજાય જાય છે કે સર્વ જીવો સ્થાવરકાય અને ત્રસકાય, આ બે કાયમાં સમાવિષ્ટ છે અને તે બે ભેદમાં જ પૂર્વાપર વિચાર કરવાથી સમસ્ત સંસારી જીવોની (આજીવ દષ્ટાંતથી) ચોરાસી લાખ યોનિ પ્રમુખ જાતિકુલકોટિ થાય છે, એવું જિનેશ્વરોએ કહ્યું છે. વિવેચના:
પ્રસ્તુત સૂત્રોમાં હરિતકાય વનસ્પતિના વિવિધ પ્રકારો અને તેની કુલકોટિનું નિરૂપણ છે. ગંધાનઃ-ગંધને ધારણ કરનારા વનસ્પતિના અંગો ગંધાંગ' કહેવાય છે, જે વૃક્ષના મૂળિયા સુગંધી હોય, તો તે મૂળ ગંધાંગ કહેવાય છે. આ રીતે સર્વે ય ગંધાંગ સમજવા. ગંધાંગના સાત પ્રકાર છે– મૂળ, ત્વચા, કાષ્ઠ, નિર્યાસ, પત્ર, પુષ્પ અને ફળ. તેના ઉદાહરણો આ પ્રમાણે છે– (૧) મુસ્તા, વાળુકા, ઉશીર આદિ મૂળ (૨) સુવર્ણ છાલ આદિ ત્વચા (૩) ચંદન કાષ્ઠ અગુરુ આદિ કાષ્ઠ (૪) કપૂર આદિ નિર્યાસ(ઝાડનો રસ, જેમ કે ગંદર) (૫) જાતિપત્ર, તમાલપત્ર આદિ પત્ર (૬) પ્રિયંગુ આદિ પુષ્પ (૭) જાયફળ, એલચી, લવિંગ વગેરે ફળ. સાતે ગંધાંગોમાં પાંચ વર્ણ, એક સુરભિગંધ, પાંચ રસ અને પ્રશસ્ત ચાર સ્પર્શ [મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ હોય છે. તેની અપેક્ષાએ ભેદ થતાં ૭૦૦ અવાંતર ભેદ થાય છે. તે આ પ્રમાણે છે– ૭ ગંધાંગ x ૫ વર્ણ x ૧ સુરભિગંધ ૪ ૫ રસ X ૪ સ્પર્શ = ૭૦૦ ભેદ થાય છે. પુષ્પોની કુલકોટિ – પ્રસ્તુત પ્રસંગમાં પુષ્પોની વિવિધ જાતિની અપેક્ષાએ તેની કુલકોટિનું કથન કર્યું છે, પાણીમાં ઉત્પન્ન થનારા કમળ વગેરે જલજ પુષ્પોની ચાર લાખ, પૃથ્વી ઉપર ઉત્પન્ન થનારા કોરંટ વગેરે સ્થલજ પુષ્પોની ચાર લાખ, મહુડા આદિ મહાવૃક્ષોના ફૂલોની ચાર લાખ, મહાગુલ્મોના ફૂલોની ચાર લાખ; આ રીતે પુષ્પોની ૧૬ લાખ કુલ કોટિ છે.
સૂત્રકારે વલ્લી–વેલાના ચાર, લતાના આઠ ભેદ કહ્યા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તેના અન્ય પ્રકારો પણ છે. પ્રત્યેક ભેદના વર્ણ, ગંધાદિથી અપેક્ષાએ ૧૦૦ અવાંતરભેદ થાય છે. હરિતકાયના ત્રણ ભેદ છે. નવના સ્થાનના સમયના | જલમાં ઉત્પન્ન થતી વનસ્પતિ, પૃથ્વી પર ઉત્પન્ન થતી વનસ્પતિ અને જલ-સ્થલ બંનેમાં ઉત્પન્ન થતી વનસ્પતિ. આ ત્રણ પ્રકારમાં સર્વ હરિતકાયનો સમાવેશ થાય છે. આ રીતે ડીંટબદ્ધ, નાલબદ્ધ ફળો તે ઉપરાંત અન્ય ફળોનો સમાવેશ પણ હરિતકામાં થાય છે.
આ જગતના સર્વ જીવોનો સમાવેશ ત્રસ અને સ્થાવર કાયમાં થઈ જાય છે. હરિતકાય આદિ સ્થાવર છે અને પૂર્વોક્ત તિર્યંચ પંચેન્દ્રિય આદિ ત્રસ છે. માગીર્વારિક-આજીવ દષ્ટાંત. આ સત્તામવ્યાપ્ત નીવાના યો દૃષ્ટાંત: પરિચ્છેઃ સ આપીવEષ્ટના સર્જનનીવર્શને ત્યર્થ લોકના સર્વ જીવોને સમાવિષ્ટ કરીને જે દષ્ટાંત અપાય તેને આજીવ દષ્ટાંત કહે છે.
લોકના સમસ્ત જીવોની અપેક્ષાએ ચોરાસી લાખ જાતિકુલકોટિ યોનિ છે. અહીં જાતિકુલકોટિ યોનિ પ્રમુખ શબ્દમાં જાતિ શબ્દથી તિર્યંચ વગેરે જાતિ અને કુલકોટિ શબ્દથી કૃમિ આદિ કુલ અર્થ ગ્રહણ કર્યો છે. તે કૃમિ આદિ કુલ છાણરૂપ યોનિમાં જ પ્રવાહિત થાય છે; તેથી કુલકોટિયોનિ શબ્દથી યોનિ ઉત્પત્તિસ્થાન અર્થ સ્વીકારીને ૮૪ લાખ કુલકોટિ યોનિનું કથન કર્યું છે. ચોરાસી લાખ જીવાયોનિઓની પરિગણના આ પ્રમાણે થાય છે. ત્રસજીવોની ૩ર લાખ જીવયોનિઓ છે. તે આ પ્રમાણે બે લાખ બેઇન્દ્રિયની, બે લાખ તે ઇન્દ્રિયની, બે લાખ ચૌરેન્દ્રિયની, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિયની, ચાર લાખ નારકીની, ચાર લાખ દેવની અને ચૌદ લાખ મનુષ્યની, આ સર્વ મળી ૩ર લાખ યોનિઓ ત્રસ જીવોની છે. સ્થાવર જીવોની યોનિઓ બાવન લાખ છે– સાત લાખ પૃથ્વીકાયની, સાત લાખ અપૂકાયની, સાત લાખ તેઉકાયની,