________________
| પ્રતિપત્તિ-s: તિર્યંચ ઉદ્દેશક-૧
૨૫૯ |
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ જીવોને કેટલી વેશ્યા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વ કથન ખેચરોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે ચતુષ્પદ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. તે મરીને જો નરકમાં જાય તો ચોથી નરક પૃથ્વી સુધી જાય છે. તેની દશ લાખ જાતિકુલકોટિ છે. | ३५ जलयरपंचिंदिय तिरिक्खजोणियाणंभंते !पुच्छा?गोयमा !जहा भुयगपरिसप्पाणं,
णवर उव्वट्टित्ता जावअहेसत्तमं पुढविं, अद्धतेरस जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा પત્તી |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જલચર પંચેન્દ્રિય તિર્યંચોના યોનિસંગ્રહના કેટલા પ્રકાર છે, વગેરે પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પોની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે જલચર તિર્યંચો મરીને જો નરકમાં જાય તો સપ્તમ પૃથ્વી સુધી જાય છે. તેની સાડા બાર લાખ જાતિકુલકોટિ છે. | ३६ चउरिदियाणं भंते !कइ जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा पण्णत्ता? गोयमा! णवजाइकुलकोडी जोणिपमुहसयसहस्सा समक्खाया। ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! ચૌરેન્દ્રિય જીવોની જાતિકુલકોટિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! નવ લાખ જાતિ કુલકોટિ છે. |३७ तेइंदियाणं भंते ! पुच्छा? गोयमा ! अट्ठ जाइकुल जावसमक्खाया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! તેઈન્દ્રિય જીવોની કેટલી જાતિકુલકોટિ છે? ઉત્તર-હે ગૌતમ! આઠ લાખ જાતિ કુલકોટિ છે. | ३८ बेइंदियाणं भंते ! कइ जाइकुल पुच्छा? गोयमा !सत्त जाइकुलकोडी जोणिपमुहसयसहस्सा पण्णत्ता। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બેઈન્દ્રિયોની કેટલી જાતિકુલકોટિ છે? ઉત્તર-હે ગૌતમ! સાત લાખ જાતિ કુલકોટિ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યચપંચેન્દ્રિયના ભેદ-પ્રભેદોનું તથા વેશ્યા આદિ દશ દ્વારથી ઋદ્ધિનું પ્રતિપાદન છે. યોનિસંગ્રહ - જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તે ઉત્પત્તિ સ્થાનમાં જીવ વિવિધ રીતે જન્મધારણ કરે છે, આ વિવિધ પ્રકારના જન્મોને યોનિસંગ્રહ કહે છે.
જન્મના ત્રણ પ્રકાર છે– સંમૂર્છાિમ, ગર્ભજ અને ઉપપાત. ગર્ભજ જન્મના ત્રણ પ્રકાર છે– જરાયુજ, અંડજ અને પોતજ.
ચાર ગતિના જીવોમાં નારકી અને દેવોનો ઉપપાત જન્મ હોય છે, મનુષ્ય અને તિર્યંચગતિના જીવોમાં સંમૂર્છાિમ અને ગર્ભજ જન્મ હોય છે.