________________
| પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧.
[ ૨૫૧ ]
જલજ પુષ્પોની ચાર લાખ, સ્થલજ પુષ્પોની ચાર લાખ, મહાવૃક્ષોના પુષ્પોની ચાર લાખ અને મહાગુલ્મોના પુષ્પોની ચાર લાખ, આ રીતે પુષ્પોની સોળ લાખ કુલકોટિ છે
આ સર્વ વનસ્પતિનો સમાવેશ હરિતકામાં થઈ જાય છે. આ જગતના સમસ્ત જીવોની ચોર્યાસી લાખ જીવાયોનિ અને એક ક્રોડ સાડા સત્તાણું લાખ કુલકોટિ છે. વિમાનોની વિશાળતા :- દેવલોકના વિમાનો કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજના વિસ્તૃત છે. સૂત્રમાં ઉપમા દ્વારા તેની વિશાળતાને સમજાવી છે.
સૂર્ય ઉદય સમયે અને અસ્ત સમયે જેટલે દૂરથી દેખાય, તે ક્ષેત્રને ક્રમશઃ ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર કહે છે. ઉદયક્ષેત્ર અને અસ્તક્ષેત્ર મળીને એક આકાશાંતર થાય છે. આત્યંતર પ્રથમ મંડલમાં એટલે કર્ક સંક્રાંતિના દિવસે સૂર્ય ૪૭૨૩ યોજન દૂરથી ઉદય અને અસ્ત સમયે દેખાય છે, તેથી ૪૭૨૩ 8 + ૪૭૨૬૩ 8 = ૯૪પર૬Bયોજન ક્ષેત્રનું એક આકાશાંતર થાય છે.
સ્વસ્તિક આદિ નામવાળા વિમાનોમાં ત્રણ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરતાં દેવ પોતાની દિવ્યગતિથી સતત છ માસ ચાલે તો કેટલાક વિમાનોનો પાર પામી શકે છે, અને કેટલાકનો પાર ન પામી શકાતું નથી. તે જ રીતે અર્ચિ, અર્ચિરાવર્ત આદિ નામવાળા વિમાનોમાં પાંચ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે; કામ, કામાવર્ત આદિ નામવાળા વિમાનોમાં સાત આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે તથા વિજય, વિજયંત આદિ નામવાળા વિમાનોમાં નવ આકાશાંતર પ્રમાણ એક પગલું ભરનાર દેવનું કથન છે. તે દેવ તે વિમાનોને પાર પામવા છ માસ સુધી ચાલે તેમ છતાં કેટલાકનો પાર પામી શકે છે અને કેટલાકનો પાર પામી શકાતા નથી. આ રીતે તે વિમાનો ક્રમશઃ અત્યંત વિશાળ છે.