________________
૨૫૦
શ્રી જીવાજીવાભિગમ સત્ર
પ્રતિપત્તિ – ૩ તિર્યંચ ઉદેશક - ૧
| સંક્ષિપ્ત સાર રાપર
આ ઉદ્દેશકમાં મુખ્યતઃ તિર્યંચોના સામાન્ય ભેદ-પ્રભેદનું અને યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યંચ પંચેન્દ્રિયના ભેદોનું તથા તેની કુલકોટિનું પ્રતિપાદન છે. તિર્યંચોના ભેદ– ઇન્દ્રિયોની અપેક્ષાએ તેના મુખ્ય પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. તેના પ્રભેદ પ્રથમ પ્રતિપત્તિ અનુસાર છે. યોનિસંગ્રહની અપેક્ષાએ ભેદ– જીવની જન્મ ધારણ કરવાની વિવિધ પ્રકારની પદ્ધતિને યોનિ સંગ્રહ કહે છે.તિર્યંચ પંચેન્દ્રિય જીવો ગર્ભજ અથવા સંમૂર્છાિમ, આમ બે પ્રકારે જન્મ ધારણ કરે છે. તેમાં ગર્ભજ જીવો અંડજ, પોતજ અને જરાયુજ જન્મને ધારણ કરે છે.
જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરમાં ગર્ભજ જીવો અંડજ અથવા પોતજ જન્મને ધારણ કરે છે અને કેટલાક જલચરાદિ જીવો સંમૂર્છાિમ જન્મ ધારણ કરે છે. આ રીતે જલચરાદિ ચારેયમાં અંડજ, પોતજ અને સમૃદ્ઘિમ આ ત્રણ પ્રકારનો યોનિસંગ્રહ હોય છે.
સ્થલચર જીવો અંડજ હોતા નથી, તેના યોનિ સંગ્રહના બે પ્રકાર છે– જરાયુજ અને સંમૂર્છાિમ.
પાંચ પ્રકારના ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસક, આ ત્રણે ય વેદ હોય છે અને સંમૂર્છાિમમાં એક નપુંસકવેદ જ હોય છે. કલકોટિ:– જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે અને એક જ યોનિમાં ઉત્પન્ન થતાં જીવોના વિવિધ પ્રકારોને કલ કહે છે. જેમ કે એક છાણ રૂપ યોનિમાં કૃમિ, કીટ, વીંછી આદિ વિવિધ જીવો ઉત્પન્ન થાય છે, તે તેના કુલ કહેવાય છે.
બેઇન્દ્રિયની સાત લાખ, તે ઇન્દ્રિયની આઠ લાખ, ચૌરેન્દ્રિયની નવ લાખ, જલચર પંચેન્દ્રિયની સાડા બાર લાખ, સ્થલચર અને ઉરપરિસર્પની દશ-દશ લાખ, ભુજપરિસર્પની નવ લાખ, ખેચરની બાર લાખ કુલકોટિ છે. ગધાંગ :- વનસ્પતિના દશ અંગમાંથી ગંધને ધારણ કરનાર અંગ સાત છે, તેને ગધાંગ કહે છે, જેમ કે(૧) મુસ્તા આદિ મૂળ (૨) સુવર્ણ છાલ આદિત્વક (૩) ચંદનાદિ કાષ્ઠ (૪) કપૂર આદિ નિર્યાસ-ઝાડમાંથી નીકળતો રસ (૫) તમાલ પત્ર આદિ પત્ર (૬) પ્રિયંગુ આદિ પુષ્પ (૭) જાયફળ આદિ ફળમાં સુગંધ હોય છે.
તે સાત વનસ્પતિ ગંધાંગોમાં પાંચ વર્ણ, એક ગંધ, પાંચ રસ અને મૃદુ, લઘુ, ઉષ્ણ, સ્નિગ્ધ, તે ચાર પ્રશસ્ત સ્પર્શ હોય છે. તેને પરસ્પર ગુણતાં ૫x૧૪૫૮૪૪૭=૭00(સાતસો) તેના અવાંતર ભેદ થાય છે.
વેલાના ચાર ભેદ અને તેના અવાંતર ભેદ ચારસો, લતાના આઠ ભેદ અને તેના અવાંતર ભેદ આઠસો, હરિતકાયના ત્રણ ભેદ અને તેના અવાંતર ભેદ ત્રણસો થાય છે.