________________
૨૪૮ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
શાતાનું વદન થાય તે સિવાય કેટલાક નારકીઓ સમ્યક્ત્વની ઉત્પત્તિ સમયે શુભ અધ્યવસાયના કારણે શાતાનું વેદન કરે છે, તેમજ કર્માનુભાવથી પણ નારકીઓ ક્યારેક શાતાનું વેદન કરે છે.//૭-૮
સેંકડોવેદનાઓથી અવગાઢ હોવાને કારણે દુઃખોથી સર્વાત્મના વ્યાપ્ત નારકીઓ (દુઃખોથી તરફડતા) જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ પાંચસો યોજન સુધી ઉપર ઉછળે છે. રાત-દિવસ દુઃખોથી પીડિત થયેલા નારકીઓને નરકમાં પલ માત્ર માટે પણ સુખ નથી, પરંતુ સદાકાલ દુઃખ જ રહે છે. ૯-૧૦
તૈજસ અને કાર્મણ શરીર, સુક્ષ્મ નામકર્મના ઉદયથી પ્રાપ્ત(સુક્ષ્મ જીવોનું) દારિક શરીર, (વૈક્રિય કે આહારક શરીર), અપર્યાપ્તાવસ્થાનું શરીર જીવ જ્યારે છોડી દે છે ત્યારે તેના હજારો ટુકડા થઈને વિખેરાઈ જાય છે. નરકમાં નારકીઓને અત્યંત ઠંડી, અત્યંત ગરમી, અત્યંત ભૂખ, અત્યંત તરસ અને અત્યંત ભય અને સેંકડો દુઃખો નિરંતર હોય છે. II૧૧-૧ર - આ ગાથાઓમાં અંતર્મુહૂર્ત પ્રમાણ વિકુર્વણાનો અવસ્થાનકાળ, અનિષ્ટ પુલોનું પરિણમન, નિત્ય અશાતા, ઉપપાત કાલમાં(જન્મના સમયમાં) ક્ષણિક શાતા, દુઃખથી તરફડતા ઊંચે ઉછળવું, પલ માત્ર પણ શાતા ન હોવી, વૈક્રિય શરીરનું વિખરાઈ જવું ઇત્યાદિ વર્ણન છે. આ નારકીઓનું વર્ણન સમાપ્ત થયું. II૧૭ll વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં સૂત્રકારે નૈરયિકોના પુલ પરિણમનનું તેમજ તેની વેદનાનું કથન કર્યું છે. નારીઓનું પદગલ પરિણમન – અત્યંત ભારે કર્મી જીવો જ નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં સ્વકૃત દુષ્કર્મોનું વેદન કરે છે. દુષ્કર્મોનું વેદનવિવિધ પ્રકારની પ્રતિકૂળ વેદનાથી થાય છે. નરકમાં અશુભ પુદ્ગલોની પ્રચુરતા હોય છે. નારકીઓ અશુભ પુદ્ગલો જ ગ્રહણ કરે છે. કદાચ શુભ મુગલોનું ગ્રહણ થાય તો પણ નારકીઓના અશુભ કર્મયોગે તેનું પરિણમન અશુભ, અનિષ્ટ અકાંત, અપ્રિય રૂપે જ થાય છે. ત્યારપછી સૂત્રકારે સંગ્રહણી ગાથાઓ દ્વારા વીસ બોલનું કથન કર્યું છે, યથા– (૧) વેદના (૨) વેશ્યા () નામ (૪) ગોત્ર (૫) અરતિ (૬) ભય (૭) શોક (૮) ભૂખ (૯) તરસ (૧૦) વ્યાધિ (૧૧) ઉશ્વાસ (૧૨) અનુતાપ (૧૩) ક્રોધ (૧૪) માન (૧૫) માયા (૧૬) લોભ (૧૭) આહારસંજ્ઞા (૧૮) ભયસંજ્ઞા (૧૯) મૈથુનસંજ્ઞા (૨૦) પરિગ્રહસંજ્ઞા. આ વીસ પ્રકારના પરિણમન નારકીઓ માટે અશુભ હોય છે. તમસ્તમા ૫થ્વીમાં ઉત્પન્ન થનારા જીવો - આ નરક અત્યંતનિષ્કૃષ્ટ છે. તીવ્ર ક્રૂર પરિણામ ભોગાસકત જીવો જ ત્યાં ઉત્પન્ન થાય છે.
નરવૃષભ- મનુષ્યોમાં વૃષભ સમાન છે તેવા ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ યુદ્ધ આદિમાં ઘોરહિંસાનું આચરણ કરીને અત્યંત તીવ્ર પાપકર્મનો બંધ કરે છે. તે કામભોગમાં, પરિગ્રહમાં આસક્ત હોય છે અને તે મૃત્યુ પામીને અવશ્ય નરકમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે છ ખંડના અધિપતિ ચક્રવર્તી જો ભોગાસક્તિનો ત્યાગ ન કરે તો નરકમાં જાય છે. યથા- સુભૂમ ચક્રવર્તી.
આ રીતે ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા, કાલસૌરિકકષાઇ જેવા ઘોરહિંસાનું આચરણ કરનારા સામાન્ય ગૃહસ્થો તથા મત્સ્ય આદિ જલચર જીવો પણ હિંસાના પરિણામે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. વિકર્વિત રૂપોનું કાલમાનનારકીઓ પોતાની વૈક્રિય શક્તિથી જે રૂપોની વિફર્વણા કરે છે, તે અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. સૂત્રમાં તે કાલમાનનેfમા મુહરો શબ્દ દ્વારા કહ્યું છે. મિત્ર હો મુહૂર્તો બિસમુહૂર્ત અન્તર્મુહૂર્વનિત્યર્થ: ખંડિત મુહૂર્તનો અર્થ અંતર્મુહૂર્ત થાય છે.