________________
| પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૩
[ ૨૪૭]
णेरइयाणुप्पाओ, उक्कोसंपंचजोयणसयाई।। दुक्खेणाभियाणं, वेयणसय संपगाढाणं ॥९॥ अच्छि णिमीलिय मेत्तं, पत्थि सुहंदुक्खमेव पडिबद्धं । णरए णेरइयाणं, अहोणिसंपच्चमाणाणं ॥१०॥ तेयाकम्मसरीरा,सुहुमसरीरा यजे अपज्जत्ता। जीवेण मुक्कमेत्ता, वच्चति सहस्ससो भेय ॥११॥ अइसीयं अइउण्हं, अइतिण्हा अइखुहा अइभयंवा। णिरयेणेरइयाणं, दुक्खसयाई अविस्साम ॥१२॥ एत्थ य भिण्णमुहुत्तो, पोग्गल असुहा य होई अस्साओ।
उववाओउप्पाओ, अच्छिसरीराउबोद्धव्वा ॥१३॥ से तंणेरइया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના પુગલ પરિણમનનો અનુભવ કરે છે? ઉત્તર- હે ગૌતમ! અનિષ્ટ થાવત અમનોહર પુદ્ગલ પરિણમનનો અનુભવ કરે છે. આ પ્રમાણે સાતમી પૃથ્વીના નૈરયિકો સુધી કહેવું જોઈએ.
તે જ રીતે વેદના પરિણામ, વેશ્યા પરિણામ, નામ પરિણામ, ગોત્ર પરિણામ, અરતિ પરિણામ, ભય પરિણામ, શોક પરિણામ, ક્ષુધા પરિણામ, તુષા પરિણામ, વ્યાધિ પરિણામ, ઉચ્છવાસ પરિણામ, અનુતાપ પરિણામ, ક્રોધ પરિણામ, માન પરિણામ, માયા પરિણામ, લોભ પરિણામ, આહાર સંજ્ઞા પરિણામ, ભય સંજ્ઞા પરિણામ, મૈથુન સંજ્ઞા પરિણામ, પરિગ્રહ સંજ્ઞા પરિણામ જાણવા.
ગાથાર્થ– પુદ્ગલ પરિણામ, વેદના, લેશ્યા, નામ, ગોત્ર, અરતિ, ભય, શોક, સુધા, તૃષા, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લોભ ચાર સંજ્ઞા ઈત્યાદિ નૈરયિકોના પરિણામ જાણવા. ૧-રા
આ સપ્તમ નરક પૃથ્વીમાં પ્રાયઃ નરવૃષભ (લૌકિક દૃષ્ટિથી મહાન અને અતિભોગમાં આસક્ત) ચક્રવર્તી, વાસુદેવ, જલચર, માંડલિક રાજા, મહાઆરંભ કરનાર ગૃહસ્થો ઉત્પન્ન થાય છે. llll.
નૈરયિકોમાં અંતર્મુહૂર્ત, તિર્યંચ અને મનુષ્યમાં ચાર અંતર્મુહૂર્ત અને દેવોમાં પંદર દિવસનો ઉત્તર વિદુર્વણાનો ઉત્કૃષ્ટ અવસ્થાનકાલ છે. I૪ો.
જે પુદગલો અનિષ્ટ હોય છે, તેને જ નારકીઓ નિયમતઃ આહાર રૂપે ગ્રહણ કરે છે. તેના શરીરની આકૃતિ અત્યંત નિકૃષ્ટ(ઘણી જ ખરાબ) અને હુંડ સંસ્થાનવાળી હોય છે./પી.
બધા નારકીઓની વિકર્વણા અશુભ જ હોય છે. તેનું વૈક્રિય શરીર સંઘયણ રહિત અને હું સંસ્થાનવાળું હોય છે. શા
દરેક નરક પૃથ્વીમાં અને ત્યાંની દરેક સ્થિતિમાં નારકીઓ અશાતાપૂર્વક જન્મ ધારણ કરે છે અને નરકના ભવ પર્યત અશાતાનો જ અનુભવ કરે છે, પરંતુ તે નારકીઓમાંથી કોઈક નારકી જન્મ સમયે ક્ષણિક શાતાનું વેદન કરે છે અને કોઈક નારકીને પૂર્વના મિત્ર કે સંબંધી દેવના નિમિત્તથી થોડા સમય માટે