________________
૨૩૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વેદના હોય છે. તમ.પ્રભા નરકમાં શીત વેદના અને તમસ્તમાં પૃથ્વીમાં પરમશીત વેદના હોય છે.
જે નારકીઓ ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે, તેને અસત્કલ્પનાથી મનુષ્યલોકના અત્યંત ઉષ્ણતમ સ્થાનો લોખંડ ગાળવાની ભઠ્ઠી વગેરેમાં મૂકવામાં આવે, તો તે નારકી સુખ શાતાનો અનુભવ કરે છે, કારણ કે જે જીવે નરકની મહાવ્યથાકારક વેદનાનો અનુભવ કર્યો હોય તેને આ વેદના અત્યંત અલ્પ અને સુખકારક લાગે છે.
તે જ રીતે જે નારકીઓ શીતવેદનાનો અનુભવ કરે છે તેને અસત્કલ્પનાથી મનુષ્યલોકના અત્યંત શીત સ્થાનો હિમકુંડ વગેરેમાં મૂકવામાં આવે, તો પણ તે સુખશાતાનો અનુભવ કરે છે અર્થાત્ મનુષ્યલોકની ઉષ્ણતા અને શીતળતાથી નરકમાં અનંતગુણી ઉષ્ણતા અને શીતળતા હોય છે.
લોખંડનો ગોળો ક્ષણ માત્રમાં પીગળી જાય તેવી ગરમી અને કોઈપણ વસ્તુ થોડીવારમાં થીજી જાય તેવી ઠંડી નરકમાં હોય છે. નારકીઓની ભવપ્રત્યયિક વેદના:- રત્નપ્રભા આદિ નરકભૂમિઓના નારકીઓ ક્ષેત્ર સ્વભાવથી જ અત્યંત ગાઢ અંધકારથી વ્યાપ્ત ભૂમિને જોઈને હંમેશાં ભયભીત અને શંકાયુક્ત રહે છે, પરમાધામી દેવ તથા પરસ્પર ઉદરિત દુઃખથી તે હંમેશાં વ્યસ્ત રહે છે. તે હંમેશાં દુઃખના અનુભવના કારણે ઉદ્વિગ્ન રહે છે. તે હંમેશાં ઉપદ્રવગ્રસ્ત હોવાથી અંશ માત્ર શાતાનો અનુભવ કરતા નથી. તે હંમેશાં અશુભ, નરકભવનો અનુભવ કરે છે. નારકીઓની પરસ્પરરીરિત વેદના - નારકીઓ વૈક્રિય શક્તિથી સંખ્યાતા રૂપોની, શસ્ત્રોની વિદુર્વણા કરી શકે છે. તે એક કે અનેક શસ્ત્રોની વિફર્વણા કરીને પરસ્પર છેદન, ભેદન, તાડન વગેરે કરીને એક બીજાને દુઃસહ્ય વેદના આપે છે. આ રીતે નૈરયિકોની વૈક્રિય શક્તિ પણ પરસ્પર દુઃખદાયી બને છે. શેષ કથન સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકવાસમાં અત્યંત ક્રૂર કર્મ કરનાર જીવો જ ઉત્પન્ન થાય છે. સૂત્રકારે ઉદાહરણ રૂપે અહીં પાંચ મહાપુરુષોનો ઉલ્લેખ કર્યો છે. જે અત્યંત ઉત્કૃષ્ટ સ્થિતિનો અને ઉત્કૃષ્ટ અનુભાગનો બંધ કરનારા ક્રૂર કમને બાંધીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ઉત્પન્ન થયા છે.
આ રીતે નારકીઓ ભવપ્રત્યયિક અને પરમાધામી દેવકૃત તથા પરસ્પરોટીરિત વેદનાનો સતત અનુભવ કરે છે. નારકોની સ્થિતિ:
४६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेण विउक्कोसेण विठिई भाणियव्वा जाव अहेसत्तमाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર અધઃસપ્તમ પૃથ્વી સુધી સ્થિતિ કહેવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સાત નરકના નૈરયિકોની સ્થિતિનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. અહીં તેનું સ્પષ્ટીકરણ કોષ્ટકમાં યથાસ્થાને કર્યું છે.