________________
| પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર.
[ ૨૩૭ ] पविणेज्जा जरपि पविणेज्जा दाहं पिपविणेज्जा णिदएज्ज वा पयला- एज्ज वा जावउसिणे उसिणभूएसंकसमाणेसंकसमाणेसायासोक्खबहुलेयावि विहरेज्जा।
गोयमा !सीयवेयणिज्जेसु णरएसु णेरइया एत्तो अणिद्रुतरियं चेव सीयवेयणं पच्चणुभवमाणा विहरति। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! શીત વેદનાવાળા નરકોમાં નારકીઓ કેવી શીત વેદનાનો અનુભવ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! જેમ કોઈ લુહારનો પુત્ર જે તરૂણ, યુગવાન-કાલાદિજન્ય ઉપદ્રવોથી રહિતયુવાન, બળવાન, યાવત કળાયુક્ત હોય, તે એક મોટા લોખંડના ગોળાને પાણીના ઘડાની જેમ ઉપાડીને, તેને અગ્નિમાં તપાવી-તપાવીને, વારંવાર જઘન્ય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉત્કૃષ્ટ એક માસ સુધી પૂર્વવતુ બધી ક્રિયાઓ કરતો રહે અને પછી તે અત્યંત તપ્ત લોખંડના ગોળાને લોઢાની સાણસીથી પકડીને અસત્કલ્પનાથી શીત વેદના યુક્ત નરકભૂમિમાં હું હમણા જ સમયમાત્રમાં તેને કાઢી લઈશ', તેવી ભાવનાથી તેને નાખે, પરંતુ પળવારમાં તે લોખંડના ગોળાને ફૂટતો, ઓગળતો અને નાશ પામતો જુએ છે, તે તેને અખંડ રૂપે બહાર કાઢવામાં સમર્થ થતો નથી. ઇત્યાદિ વર્ણન પૂર્વ પ્રમાણે કહેવું જોઈએ. મદોન્મત્ત હાથીનું ઉદાહરણ પણ તેમજ કહેવું જોઈએ યાવત તે સરોવરમાંથી નીકળીને સુખ શાંતિથી વિચરે છે.
તે જ રીતે હે ગૌતમ! અસત્કલ્પનાથી શીતવેદનાવાળા નરકોમાંથી નીકળતો નારકી આ મનુષ્ય લોકમાં શીત પ્રધાન સ્થાનો, જેમ કે– હિમ, હિમપુંજ હિમપટલ, હિમકૂટ યાવત તુષાર, તુષારપુંજ, તુષારપટલ તુષારકૂટ આદિ શીત સ્થાનોને જુએ છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, તે ત્યાં પોતાની નારકીય ઠંડીને, તૃષાને, ભૂખને, જવરને, દાહને(ઉષ્ણતા) દૂર કરે છે અને શાંતિનો અનુભવ કરતો યાવતું ગરમ થઈ અતિ ગરમ થઈને ત્યાંથી ધીરે-ધીરે નીકળીને સુખ શાતાનો અનુભવ કરે છે. હે ગૌતમ! શીત વેદનાવાળા નરક સ્થાનમાં નૈરયિકો તેનાથી પણ અનિષ્ટતર શીત વેદનાનો અનુભવ કરે છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોની ભવપ્રત્યયિક ક્ષેત્ર વેદના અને પરસ્પર કૃત વેદનાનું વિસ્તૃત વર્ણન છે.
નરક ભૂમિમાં નારકીઓ દશ પ્રકારની ક્ષેત્ર વેદના વેદે છે– અનંત સુધા, તૃષા, શીત, ઉષ્ણતા, ખુજલી, પરાધીનતા, જવર, દાહ, ભય અને શોક, આ દશ પ્રકારની વેદનામાંથી પ્રસ્તુત સૂત્રોમાં સુધા, તૃષા, શીત અને ઉષ્ણ, આ ચાર વેદનાની તીવ્રતમતાનું અસત્કલ્પના દ્વારા કથન છે. નારકીઓની ધા-gષા વેદના - જે રીતે પ્રબળતમ ભસ્મક રોગથી પીડિત વ્યક્તિ ગમે તેટલો આહાર કરે તો પણ તેને તૃપ્તિ થતી નથી. તે રીતે અસત્કલ્પનાથી નારકીઓને આ લોકના સર્વખાદ્ય પુદ્ગલો કે સર્વ સમુદ્રનું પાણી આપવામાં આવે તો પણ તેની સુધા કે તૃષા શાંત થતી નથી. વાસ્તવિક રીતે નરકમાં ખાદ્ય પદાર્થો કે પાણી નથી. આ રીતે નૈરયિકો જીવન પર્યત સુધા અને તૃષાથી વ્યાકુળ રહે છે. નારદીઓની શીત-ઉષણ વેદના:- નરયિકોને ભયંકર ઉષ્ણ વેદના અને ભયંકર શીત વેદના હોય છે. પ્રથમ ત્રણ નરકમાં ઉષ્ણ વેદના હોય છે. ત્યાંની સમસ્ત ભૂમિ, અંગારાથી પણ અધિક પ્રતપ્ત હોય છે. ચોથી પંકપ્રભા પૃથ્વીમાં શીત અને ઉષ્ણ બંને પ્રકારની વેદના હોય છે. કેટલાક નરકાવાસોમાં શીત અને કેટલાક નરકાવાસોમાં ઉષ્ણ વેદના હોય છે. તેમાં અધિક નરકાવાસોમાં ઉષ્ણવેદના અને અલ્પ નરકાવાસોમાં શીત વેદના હોય છે. ધુમપ્રભા નરકમાં અધિક નરકાવાસોમાં શીતવેદના અને અલ્પ નરકાવાસોમાં ઉષ્ણ