________________
૨૦૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
६३ इमीसेणंरयणप्पभापुढवीए उवरिल्लाओ चरिमंताओघणवायस्स उवरिल्लेचरिमंतेदो जोयणसयसहस्साई। हेट्ठिल्लेचरिमतेअसंखेज्जाइंजोयणसयसहस्साई। ભાવાર્થ - આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી ઘવાતના ઉપરી ચરમાંત સુધી બે લાખ યોજનનું અંતર છે અને નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. ६४ इमीसेणंरयणप्पभापुढवीए उवरिल्लाओ चरिमंताओतणुवायस्स उवरिल्ले चरमंते असंखेज्जाइंजोयणसयसहस्साइं अबाहाए अंतरे, हेट्ठिल्ले वि असंखेज्जाइंजोयणसय सहस्साइ। एवं ओवसतरे वि। ભાવાર્થ :- આ રત્નપ્રભાપૃથ્વીના ઉપરી ચરમાંતથી તનુવાતના ઉપરી ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે અને નીચેના ચરમાંત સુધી પણ અસંખ્યાત લાખ યોજનાનું અંતર છે. આ જ રીતે આકાશાંતરના ઉપરી ચરમાત્ત અને નીચેના ચરમાન્ત સુધીનું અસંખ્યાત લાખ યોજનનું અંતર છે.
६५ दोच्चाए णं भंते ! पुढवीए उवरिल्लाओ चरिमंताओ हेट्ठिल्ले चरिमंते एस णं केवइयं अबाहाए अंतरे पण्णत्ते? गोयमा !बत्तीसुत्तर जोयणसयसहस्सं अबाहाए अंतरे પછાત્તા ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બીજી પૃથ્વી(શર્કરા પ્રભા)ના ઉપરી ચરમાંથી નીચેના ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! એક લાખ બત્રીસ હજાર યોજનનું અંતર છે.
६६ सक्करप्पभाए पुढवीए उवरिलाओ चरिमंताओ घणोदधिस्स हेट्ठिल्ले चरिमंते बावण्णुत्तरंजोयणसयसहस्सं। घणवायस्स असंखेज्जाइंजोयणसयसहस्साइंपण्णत्ताई। एवं जावओवासंतरस्स वि। एवं जावअहेसत्तमाए, णवरंजीसेजंबाहल्लंतेण घणोदधि संबंधेयव्वो बुद्धीए । सक्करप्पभाए अणुसारेणं घणोदधिसहियाणं इमं पमाणं
तच्चाएणं अडयालीसुत्तरंजोयणसयसहस्सं । पंकप्पभाए पुढवीए चत्तालीसुत्तरं जोयणसयसहस्सं । धूमप्पभाए पुढवीए अद्रुतीसुत्तरंजोयणसयसहस्सं । तमाए पुढवीए छत्तीसुत्तरंजोयणसयसहस्स। अहेसत्तमाए पुढवीए अट्ठावीसुत्तरंजोयणसयसहस्स। ભાવાર્થ - શર્કરપ્રભાના ઉપરી ચરમાત્તથી ઘનોદધિના નીચેના ચરમાંતની વચ્ચે એક લાખ બાવન હજાર યોજનાનું અંતર છે. (ઘનવાતના ઉપરી ચરમાંતનું અંતર પણ એટલું જ છે.) ઘનવાતના નીચેના ચરમાંત સુધી તથા તનુવાત અને આકાશાંતરના ઉપરના અને નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતર છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીની જેટલી જાડાઈ છે તેનાથી ઘનોદધિનો સંબંધ સ્વયં બુદ્ધિપૂર્વક જોડવો જોઈએ. શર્કરાખભા પૃથ્વીના કથનાનુસાર ઘનોદધિ સહિત વાલુકાપ્રભા પૃથ્વીથી તમસ્તમાં પૃથ્વી સુધીનું અંતર આ પ્રમાણે છે
ત્રીજી પૃથ્વીના ઉપરના ચરમાંતથી ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ અડતાલીસ હજાર યોજનનું અંતર છે. પંકપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ ચાલીસ હજાર યોજનનું અંતર છે. ધૂમપ્રભાના ઉપરી ચરમાંતથી તેના ઘનોદધિના નીચેના ચરમાંત સુધી એક લાખ આડત્રીસ હજાર યોજનાનું અંતર છે. તમ:પ્રભાના ઉપરી ચરમાત્તથી તેના ઘનોદધિના