________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૫ ]
નપુંસકવેદની બંધસ્થિતિ:११३ णपुंसगवेदस्स णं भंते ! कम्मस्स केवइयं कालंबंधठिई पण्णत्ता?
गोयमा !जहण्णेणंसागरोवमस्स दोण्णि सत्तभागा, पलिओवमस्स असंखेज्ज भागेणं ऊणगा, उक्कोसेणं बीसं सागरोवमकोडाकोडीओ, दोण्णि य वाससहस्साई अबाधा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નપુંસક વેદ મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! નપુસંકવેદની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના બે સપ્તમાંસ કે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ વીસ ક્રોડાકોડી સાગરોપમની બંધસ્થિતિ છે. બે હજાર વર્ષનો અબાધાકાળ છે, અબાધાકાળ સિવાયની સ્થિતિમાં કર્મદલિકોની નિષેક-રચના થાય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં નપુંસક વેદની બંધ સ્થિતિનું નિરૂપણ છે. સ્થિતિના બે પ્રકાર હોય છે– (૧) બંધ સ્થિતિ (૨) અનુભવ યોગ્ય(કર્મ પુદ્ગલોને ભોગવવા યોગ્ય) સ્થિતિ. નપુંસકવેદની બંધસ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના જે ભાગ પ્રમાણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે.
અહીં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે સમજવી- નપુંસકવેદની વીસ ક્રોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને, કર્મોની સર્વોત્કૃષ્ટ બંધસ્થિતિ રૂપ ૭૦ ક્રોડાકોડી સાગરોપમથી ભાગ કરીએ ત્યારે કે સાગરોપમ પ્રાપ્ત થાય છે, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી નપુંસકવેદની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. અનુભવ યોગ્ય સ્થિતિ :- નપુંસકવેદનો આબાધકાળ બે હજાર વર્ષનો છે. બંધસ્થિતિમાંથી અબાધા કાલને ન્યૂન કરવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલો કાલ કર્મ અનુભવ યોગ્ય હોય છે. તેથી અબાધાકાળ જેટલી સ્થિતિમાં કર્મપુગલોનો નિષેક થતો નથી પરંતુ ત્યાર પછીની સ્થિતિમાં કર્મલિકોની રચના થાય છે. તેથી અનુભવ યોગ્ય સ્થિતિ બે હજાર વર્ષ જૂન ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ છે. ११४ णपुंसग वेदे णं भंते ! किंपगारे पण्णत्ते? गोयमा ! महाणगरदाहसमाणे पण्णत्ते समणाउसो । सेतं णपुंसगा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! નપુંસક વેદનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- હે ગૌતમ ! આયુષ્યમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નપુંસકવેદને મહાનગરના દાહ સમાન [સર્વ અવસ્થામાં ધગધગતી કામાગ્નિ સમાન] કહ્યો છે. આ રીતે નપુંસકોનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન -
નપુંસક વેદનું સ્વરૂપ સમજાવવા માટે સૂત્રકારે મહાનગરની ઉપમા આપી છે. જેવી રીતે મહાનગરમાં ફેલાયેલી આગની જ્વાળાઓ લાંબા સમય સુધી જલતી રહે છે તથા પ્રચંડ હોય છે. તે પ્રમાણે નપુંસકની કામાગ્નિ લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે છે અને તે ઘણી તીવ્ર હોય છે. તે આદિ, મધ્ય અને અંત સુધી સર્વ અવસ્થાઓમાં પ્રચંડ બની રહે છે.