________________
પ્રતિપત્તિ-૨
[ ૧૭ ]
નપુંસક અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસક, આ સર્વનપુંસકોમાં કોણ, કોનાથી અલ્પ, બહુ તુલ્ય કેવિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસક સર્વથી થોડા છે, તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે યાવત્ બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે.
તેનાથી અંતરદ્વીપના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આ બંને અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી થાવત્ પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ આ બંને કર્મભૂમિના મનુષ્ય નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી રત્નપ્રભાના નારક નપુંસકો અસંખ્યાતગુણા છે.
તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, તેનાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતણા છે, તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી તેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે.
તેનાથી તેજસ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી અપ્લાય એકેન્દ્રિયતિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી વાયુકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, તેનાથી વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અનંતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારે નપુંસકોના અલ્પબદુત્વનું નિરૂપણ છે. (૧) નારક, તિર્યંચ અને મનુષ્ય નપુંસકોનું સામાન્યરૂપે અલ્પબદુત્વ (૨) નારકના સાત ભેદોનું અલ્પબદુત્વ (૩) તિર્યંચ નપુંસકોના ભેદોનું અલ્પબદુત્વ, (૪) મનુષ્યોના ભેદોનું અલ્પબદુત્વ (૫) નારક, તિર્યંચ અને મનુષ્ય ત્રણે નપુંસકોના
અભેદ સહિત અલ્પબ...
અલ્પબહત્વઃ- (૧) સવથી થ
નાથી નારક નપુંસક
(૧) સામાન્ય રૂપે ત્રણે ગતિના જીવોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા મનુષ્ય નપુંસક છે. તેઓ એક શ્રેણીના પણ અસંખ્યાતમા ભાગવત આકાશ પ્રદેશો જેટલા છે. (૨) તેનાથી નારક નપુંસક અસંખ્યાતગુણા છે. તેઓ અસંખ્ય શ્રેણીઓના આકાશ પ્રદેશ જેટલા છે, (૩) તેનાથી તિર્યંચ નપુંસક અનંતગુણા છે, કારણ કે તેઓ અનંત લોકના આકાશ પ્રદેશ જેટલા છે. (૨) નારક નપુસકોનું અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા સાતમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો છે. (૨) તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતણા છે, કારણ કે ક્રમશઃ ઉપર-ઉપરની પૃથ્વીમાં નૈરયિકો વધુ-વધુ છે. (૩) તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૪) તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી ત્રીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, તેનાથી પ્રથમ નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૩) તિર્યંચ નપુંસકોને અ૫બહત્વ - (૧) સર્વથી થોડા ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો છે. (૨) તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસક સંખ્યાતગુણા છે. (૩) તેનાથી જલચર નપુંસકો સંખ્યાતગુણા છે. (૪) તેનાથી ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૫) તેનાથી તે ઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૬) તેનાથી બેઇન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૭) તેનાથી તેજસ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અસંખ્યાતગુણા છે, કારણ કે તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. (૮) તેનાથી પૃથ્વીકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, કારણ કે લોકમાં અગ્નિથી પૃથ્વી વધુ છે. (૯) તેનાથી અપ્લાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૧૦) તેનાથી વાયુકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે. (૧૧) તેનાથી વનસ્પતિકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો અનંતણા છે, કારણ કે નિગોદમાં અનંત જીવો છે.