________________
| પ્રતિપત્તિ-૨,
[ ૧૪૩ ]
અકર્મભૂમિના મનુષ્ય પુરુષો પરસ્પર તુલ્ય સંખ્યાતગુણા, તેનાથી ભરત–ઐરાવત બંને કર્મભૂમિના મનુષ્યપુરુષો સંખ્યાતગુણા અને પરસ્પર તુલ્ય, તેનાથી પૂર્વવિદેહ-અપરવિદેહ બંને કર્મભૂમિના મનુષ્યપુરુષો સંખ્યાતગુણા અને પરસ્પર તુલ્ય છે.
તેનાથી અનુત્તરોપપાતિક દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી ઉપરિમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી મધ્યમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી અધતન રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી અશ્રુતકલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી થાવત્ આનતકલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી સહસારકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી મહાશુક્રકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી થાવત્ માહેન્દ્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી સનકુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી ઈશાન કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા, તેનાથી સૌધર્મ કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા, તેનાથી ભવનવાસી દેવપુરુષો અસંખ્યાતગુણા,
તેનાથી ખેચરતિર્યંચ પુરુષો અસંખ્યાતણા, તેનાથી સ્થલચરતિર્યંચ પુરુષો સંખ્યાતણા, તેનાથી જલચર તિર્યંચ પુરુષો સંખ્યાતણા, તેનાથી વાણવ્યંતરદેવપુરુષો સંખ્યાતણા, તેનાથી જ્યોતિષી દેવપુરુષો સંખ્યાતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રીના અતિદેશપૂર્વક પુરુષોના અલ્પબદુત્વનું પ્રતિપાદન પાંચ પ્રકારે છે. તેમાં પ્રથમ ત્રણ વિવક્ષાનો અતિદેશ છે અને અંતિમ બે વિવક્ષાનો પાઠ સ્પષ્ટ છે. તે પાંચે ય અલ્પબદુત્વ આ પ્રમાણે છે. (૧) ત્રણે ગતિના પુરુષોનું અલ્પબહત્વ- (૧) સર્વથી થોડા મનુષ્ય પુરુષો છે. કારણ કે ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ છે. (૨) તેનાથી તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે અને (૩) તેનાથી દેવપુરુષો અસંખ્યાત ગુણા છે. (૨) તિર્યંચ પુરુષોનું અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડા ખેચર પુરુષો છે. (૨) તેનાથી સ્થલચર પુરુષો સંખ્યાતગુણા, (૩) તેનાથી જલચર પુરુષો સંખ્યાતગુણા છે. (૩) મનુષ્ય પુરુષોનું અલ્પબહુ––૧.સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્યો છે. ૨. તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૩. તેનાથી પરિવાસ-રમ્યવાસના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૪. તેનાથી હેમવય-હરણ્યવયક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૫. તેનાથી ભરત-ઐરાવત ક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે. ૬. તેનાથી મહાવિદેહક્ષેત્રના મનુષ્યો સંખ્યાતગુણા છે.
દેવપીન અલ્પબદ્ધત્વ- (૧) સર્વથી થોડા વૈમાનિક દેવો છે. (૨) તેનાથી ભવનપતિદેવો અસંખ્યાત ગુણા છે. (૩) તેનાથી વાણવ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાત ગુણા છે.
વૈમાનિક દેવોન અલ્પબહત્વ- (૧) સર્વથી થોડા અનુત્તરોપપાતિક દેવપુરુષો છે. તેના પાંચ જ વિમાન છે. (૨) તેનાથી ઉપરિમ ગ્રેવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે વિમાનોની સંખ્યા વધુ છે. અનુત્તર દેવોના પાંચ વિમાન છે અને ઉપરિમ રૈવેયક દેવોના ૧૦૦ વિમાન છે. (૩) તેનાથી મધ્યમ રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે. (૪-૮) આ રીતે ક્રમશઃ નવમા દેવલોક સુધી નીચે-નીચેના દેવલોકમાં વિમાનોની સંખ્યા અધિક છે તેથી દેવપુરુષોની સંખ્યા સંખ્યાતગુણ અધિક હોય છે. (૯) તેનાથી આઠમા દેવલોકના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, કારણ કે તેમાં અસંખ્યાત તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. (૧૦–૧૫) તેનાથી સાતમા, છઠ્ઠા, પાંચમા, ચોથા, ત્રીજા અને બીજા દેવલોકના દેવપુરુષો ક્રમશઃ અસંખ્યાતગુણા છે, કારણ કે નીચે-નીચેના દેવલોકમાં વિમાનોની સંખ્યા અધિક છે. (૧૬) તેનાથી(બીજા