________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૩૫ ]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષોની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. ६५ तिरिक्खजोणियपुरिसाणंमणुस्सपुरिसाणंजावचेव इत्थीणंठिई साचेव भाणियव्वा। ભાવાર્થ-તિર્યંચ પુરુષોની અને મનુષ્ય પુરુષોની સ્થિતિ તિર્યંચ સ્ત્રીઓ અને મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ પ્રમાણે જાણવી. |६६ देवपुरिसाण वि जावसव्वट्ठसिद्धाणं ठिई जहा पण्णवणाए ठिईपए तहाभाणियव्वा। ભાવાર્થ :- દેવ પુરુષોની યાવતુ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ પુરુષોની સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રનાસ્થિતિપદ અનુસાર જાણવી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પુરુષોની ભવસ્થિતિ–એક ભવની કાલમર્યાદાનું નિરૂપણ છે. પુરુષોની સમુચ્ચય સ્થિતિ :- જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન મનુષ્ય અને તિર્યંચ પુરુષોની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટસ્થિતિનું કથન સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોની અપેક્ષાએ છે. તિર્યંચ પુરુષોની સ્થિતિઃ- સમુચ્ચય તિર્યંચ પુરુષોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ છે. જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ પુરુષની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે; સ્થલચર પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે અને ખેચર પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. મનુષ્ય પુરુષોની સ્થિતિ :- મનુષ્ય પુરુષોની ભવસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન ચારિત્રના બાહલિંગ અને ચારિત્ર સ્વીકારની અપેક્ષાએ છે. ચારિત્રના પરિણામ એક સમયના પણ હોય છે તેનો સમાવેશ કાયસ્થિતિમાં થાય છે.
ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્યો આઠ વર્ષ પછી અર્થાતુ નવમા વર્ષે જ ચારિત્રનો સ્વીકાર કરી શકે છે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વક્રોડ વર્ષની છે. કર્મભૂમિના મનુષ્યોની સ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે.
ભરત અને ઐરવત કર્મભૂમિના મનુષ્ય પુરુષોની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અવસર્પિણીકાલના પ્રથમ આરાની અપેક્ષાએ છે. ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ છે.
પૂર્વવિદેહ અને પશ્ચિમવિદેહ ક્ષેત્રના પુરુષોની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વવર્ષ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ છે. અકર્મભૂમિના મનુષ્ય પુરુષોની સ્થિતિ :- જન્મની અપેક્ષાએ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ત્રણ પલ્યોપમની છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ છે.