________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૩૩ ]
સ્ત્રીવેદનું સ્વરૂપ - ५९ इत्थिवेदे णं भंते ! किंपगारे पण्णत्ते? गोयमा ! फुफुअग्गिसमाणे पण्णत्ते । से त इत्थियाओ। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીવેદનો ઉદય કેવા પ્રકારનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! સ્ત્રીવેદનો ઉદય બકરીની લીંડીની અગ્નિ સમાન હોય છે. આ પ્રમાણે સ્ત્રીઓનો અધિકાર પૂર્ણ થયો. વિવેચન :
સ્ત્રીવેદના સ્વરૂપને સ્પષ્ટ કરવા સૂત્રકારે તેને હૂંફમ અગ્નિ(કારીષ–છાણ) બકરીની લીંડીની અગ્નિની ઉપમા આપી છે. તે અગ્નિ ધીરે ધીરે પ્રજ્વલિત થાય છે અને પ્રજ્વલિત થયા પછી લાંબો સમય રહે છે. તે જ રીતે સ્ત્રીવેદનો ઉદય ધીરે ધીરે પ્રગટ થાય અને પ્રગટ થયા પછી લાંબો સમય રહે છે. અર્થાત્ તુરંત ઉપશાંત થતો નથી. પુરુષોના ભેદ પ્રભેદ -
६० से किं तंभंते ! पुरिसा? गोयमा ! पुरिसा तिविहा पण्णत्ता,तंजहा-तिरिक्ख जोणियपुरिसा, मणुस्सपुरिसा, देवपुरिसा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! પુરુષોના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! પુરુષોના ત્રણ પ્રકાર છે, યથા– તિર્યંચ પુરુષ, મનુષ્ય પુરુષ અને દેવપુરુષ. |६१ से किं तं भंते ! तिरिक्खजोणियपुरिसा? गोयमा ! तिरिक्खजोणियपुरिसा तिविहा पण्णत्ता,तं जहा- जलयरा,थलयरा,खहयरा। इत्थिभेदो भाणियव्वो जाव खहयरा । सेतं खहयरा । सेतंतिरिक्खजोणियपुरिसा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ગૌતમ! તિર્યંચ પુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તિર્યંચ પુરુષના ત્રણ પ્રકાર છે. યથા- જલચર, સ્થલચર અને ખેચર. આ રીતે સ્ત્રીના ભેદ પ્રભેદાનુસાર પુરુષના ભેદ-પ્રભેદ ખેચર સુધી કહેવા. આ રીતે ખેચરનું અને તિર્યંચ પુરુષોનું વર્ણન થયું.
६२ से किंतंभंते !मणुस्सपुरिसा?गोयमा !मणुस्सपुरिसा तिविहा पण्णत्ता,तं जहाकम्मभूमगा, अकम्मभूमगा, अंतरदीवगा । सेतमणुस्सपुरिसा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય પુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ!મનુષ્ય પુરુષના ત્રણ પ્રકાર છે, કર્મભૂમિના પુરુષ, અકર્મભૂમિના પુરુષ અને અંતરદ્વીપના પુરુષ. આ મનુષ્યોના ભેદ થયા. |६३ सेकिंतंभते ! देवपुरिसा?गोयमा !देवपुरिसाचउव्विहा पण्णत्ता,एवंइत्थीभेओ भाणियव्वो णवर- जावसव्वट्ठसिद्धा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! દેવપુરુષના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવપુરુષના ચાર પ્રકાર છે. આ રીતે પૂર્વોક્ત સ્ત્રી અધિકારના ભેદાનુસાર જાણવા જોઈએ. વિશેષતા એ છે કે વાવતુસર્વાર્થસિદ્ધ દેવ સુધીના ભેદોનું કથન કરવું.