________________
પ્રતિપત્તિ-૨
૧૩૧
સ્ત્રીવેદની બંધ સ્થિતિ ઃ
५८ इत्थिवेदस्स णं भंते ! कम्मस्स केवइयं कालं बंधठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स दिवड्डो सत्तभागो पलिओवमस्स असंखेज्जइभागेण ऊणो; उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સ્ત્રીવેદ મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગોમાંથી દોઢ ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્ત્રીવેદની બંધ સ્થિતિ છે. પંદરસો વર્ષનો અબાધાકાળ છે અને અબાધાકાળ પછીની કર્મસ્થિતિમાં જ અનુભવવા યોગ્ય કર્મ દલિકોની નિષેક રચના થાય છે અર્થાત્ અબાધાકાલ રૂપ જે સ્થિતિ છે તેમાં કર્મોની નિષેધ રચના-કર્મ પુદ્ગલોની ગોઠવણી થતી નથી.
હે
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીવેદ મોહનીય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ સ્થિતિનું કથન છે. સ્ત્રીપર્યાયનો અનુભવ સ્ત્રીવેદ મોહનીય કર્મના ઉદયથી થાય છે.
બંધ – સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ ભાવાર્થમાં સ્પષ્ટ છે. તેમાં જઘન્યસ્થિતિ બંધ આ પ્રમાણે સમજવો.
કોઈ પણ એક કર્મ પ્રકૃતિનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય, તેને કર્મ પ્રકૃતિઓના સર્વોત્કૃષ્ટ બંધ કાલ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમથી ભાગતા જે રાશિ પ્રાપ્ત થાય, તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવાથી તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે.
આ નિયમાનુસાર સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે તેને સિત્તેર ક્રોડાકોડી સાગરોપમથી ભાગતા સાગરોપમ પ્રાપ્ત થાય છે. છેદ–છેદક સિદ્ધાંત અનુસાર તે રાશિમાં ૧૦નો ભાગ દેવાથી સાગરોપમ પ્રાપ્ત છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી સૂત્રોક્ત સ્થિતિ આવે છે. આ જ રીતે સર્વે ય કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિને સમજી લેવી જોઈએ. સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમ છે.
અવાદુપિયા વમ્મુર્ફેિ વખિલેશોઃ–કર્મોના સંપૂર્ણસ્થિતિબંધમાંથી અબાધાકાલ પ્રમાણ સ્થિતિને છોડીને શેષ સ્થિતિમાં જ કર્મ પુદ્ગલોની નિષેક–રચના થાય છે. નિષેક એટલે રચના, કર્મપુદ્ગલોના ઉદયમાં આવવા માટે ક્રમશઃ થતી ગોઠવણી. અબાધાકાળ પૂર્ણ થયા પછી પ્રથમ સમયે, બીજા, ત્રીજા આદિ સમયે કેટલા કર્મપુદ્ગલો ઉદયમાં આવશે, તેની ગોઠવણીને નિષેક–રચના કહે છે. નિષેક રચના પ્રમાણે કર્મોનો ક્રમશઃ ઉદય થાય છે અને કર્મોનું વેદન થાય છે. આ રીતે કર્મોની સ્થિતિના બે પ્રકાર છે– (૧) અબાધાકાલ– નિષેક રચનાથી રહિત સ્થિતિ (૨) કર્મ વેદનકાલ– નિષેક રચના સહિતની સ્થિતિ. અબાધાકાલમાં કર્મોનો પ્રદેશોદય કે વિપાકોદય થતો નથી. તેમાં કર્મોની નિષેક–રચના પણ નથી અને કર્મોનું વેદન પણ નથી. અબાધાકાલને છોડીને શેષ કર્મસ્થિતિમાં કર્મોનો નિષેક થાય છે અને વેદન પણ થાય છે. જે કર્મની જેટલા ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે, તેટલા જ સો વર્ષ પ્રમાણ તેનો અબાધા કાલ હોય છે. જેમ કે સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ બંધ સ્થિતિ પંદર ક્રોડાક્રોડી સાગરોપમની છે, તો તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો થાય છે.