________________
| પ્રતિપત્તિ-ર
[ ૧૦૯ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતરદેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વાણવ્યંતર દેવીઓના આઠ પ્રકાર છે, જેમ કે– પિશાચ વાણવ્યંતર દેવીઓ યાવત ગંધર્વ વાણવ્યંતર દેવીઓ. આ વાણવ્યંતર દેવીઓનું વર્ણન થયું. | १८ से किं तं भंते ! जोइसिय-देवित्थियाओ? गोयमा ! जोइसियदेवित्थियाओ पंचविहाओपण्णत्ताओ,तंजहा-चंदविमाण-जोइसियदेवित्थियाओ, एवंसूस्गहणक्खत्त ताराविमाणजोइसियदेवित्थियाओ। सेतजोइसियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જ્યોતિષી દેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવીઓના પાંચ પ્રકાર છે, જેમ કે–ચન્દ્રવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, સૂર્યવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, ગ્રહવિમાનવાસી જ્યોતિષી દેવીઓ, નક્ષત્રવિમાનવાસી જ્યોતિષી દેવીઓ અને તારાવિમાનવાસી જ્યોતિષી દેવીઓ. આ જ્યોતિષી દેવીઓનું વર્ણન થયું. | १९ से किं तं भंते ! वेमाणिय देवित्थियाओ? गोयमा ! वेमाणिय-देवित्थियाओ दुविहाओपण्णत्ताओ,तंजहा-सोहम्मकप्पवेमाणियदेवित्थियाओ,ईसाणकप्पवेमाणिय देवित्थियाओ। सेतं वेमाणिय देवित्थियाओ। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! વૈમાનિક દેવીઓના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! વૈમાનિક દેવીઓના બે પ્રકાર છે, જેમ કે– સૌધર્મ કલ્પવાસી વૈમાનિક દેવીઓ અને ઈશાનકલ્પવાસી વૈમાનિક દેવીઓ. આ વૈમાનિક દેવીઓનું વર્ણન થયું. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીઓના ભેદ-પ્રભેદોનું કથન છે. ચારગતિઓમાંથી એક નરકગતિમાં સ્ત્રીઓ નથી. નારકી માત્ર નપુંસકવેદી જ હોય છે. શેષ ત્રણ ગતિઓમાં સ્ત્રીઓ છે તેથી સ્ત્રીઓના ત્રણ પ્રકાર થાય છે– તિર્યંચ સ્ત્રી, મનુષ્ય સ્ત્રી અને દેવ સ્ત્રી. તિર્યંચ સ્ત્રીઓના ભેદ – તિર્યંચગતિમાં ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણે વેદ હોય છે. તેથી તેમાં સ્ત્રીઓ હોય છે. ગર્ભજ તિર્યંચના ભેદ-પ્રભેદ અનુસાર તિર્યંચ સ્ત્રીઓના જલચરી, સ્થલચરી ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરી, આ પાંચ ભેદ તથા તેના અવાંતરભેદ હોય છે પરંતુ ઉપરપરિસર્પ આસાલિકમાં એક નપુંસક વેદ જ હોય છે, તેથી સ્ત્રીના ભેદ-પ્રભેદની ગણનામાં ઉરપરિસર્પના ત્રણ ભેદનું જ કથન છે. શેષ ભેદ-પ્રભેદ સમુચ્ચય ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની સમાન જ છે. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય નપુંસક વેદી હોય છે, તેથી પ્રસ્તુતમાં સ્ત્રીઓના ભેદ-પ્રભેદની ગણનામાં તે સર્વ નપુંસકોનું કથન નથી. મનુષ્ય સ્ત્રીઓના ભેદ – મનુષ્યોમાં સંમૂર્છાિમ મનુષ્યોને નપુંસક વેદ જ હોય છે. ગર્ભજ મનુષ્યોમાં ત્રણે વેદ હોય છે, તેથી તેમાં સ્ત્રીઓ હોય છે. ગર્ભજ મનુષ્યોના કર્મભૂમિજ આદિ ભેદ અનુસાર સ્ત્રીઓના પણ ક્ષેત્રની અપેક્ષાએ ત્રણ ભેદ હોય છે– કર્મભૂમિની સ્ત્રી, અકર્મભૂમિની સ્ત્રી અને અંતરદ્વીપની સ્ત્રી. દેવીઓના ભેદ-ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના ભેદ અનુસાર જ તેની સ્ત્રીઓના ભેદ હોય છે. વૈમાનિકદેવોમાં માત્ર પ્રથમ સૌધર્મ અને બીજા ઈશાન દેવલોકમાં જ સ્ત્રીઓ છે. ત્યાર પછીના દેવલોકમાં સ્ત્રીઓ નથી. તેથી વૈમાનિક દેવીઓના બે ભેદ કહ્યા છે– સૌધર્મ કલ્પ વૈમાનિક દેવસ્ત્રી અને ઈશાનકલ્પ વૈમાનિક દેવ સ્ત્રી.