________________
| પ્રતિપત્તિ-૧
[ ૯૧ ]
ત્રણ ગાઉ છે. ઉત્કૃષ્ટ અવગાહના સુષમસુષમાકાલના(પ્રથમ આરાના) અથવા દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના યુગલિકોની અપેક્ષાએ છે.
આ કથન સમુચ્ચય ગર્ભજ મનુષ્યોની અપેક્ષાએ છે. વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક લાખ યોજનની છે.
(૩) સંઘયણ– છ સંઘયણ હોય છે. (૪) સંસ્થાન- છ સંસ્થાન હોય છે. (૫) કષાય- ગર્ભજ મનુષ્યોમાં ચારે કષાય હોય છે. તે ઉપરાંત તેઓ સંયમ સાધનાથી અકષાયી પણ થઈ શકે છે. () સંજ્ઞાચારે સંજ્ઞા હોય છે અને તેઓ નોસંજ્ઞોયુક્ત પણ થઈ શકે છે. સાતમાં ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધીના સર્વ ચારિત્ર સંપન્ન સાધક નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૭) શ્યા- ગર્ભજ મનુષ્યોમાં છ એ છ લેશ્યા હોય છે અને તે અલેશી પણ થઈ શકે છે. પરમ શુક્લ ધ્યાની અયોગીકેવળી સાધક અલેશી છે. (૮) ઇજિય-પાંચે ઇન્દ્રિયોના ઉપયોગથી ઉપયુક્ત પણ હોય છે અને કેવલીની અપેક્ષાએ નોઇન્દ્રિયોપયુક્ત પણ હોય છે. કેવળીને કેવળજ્ઞાન હોવાથી કોઇપણ વસ્તુના જ્ઞાન માટે ઇન્દ્રિયનો ઉપયોગ કરતા નથી, તેથી તે નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે.
(૯) સમદુઘાત- સાત સમુઘાત છે કારણ કે મનુષ્યમાં સર્વ ભાવો સંભવિત છે. (૧૦) સંજ્ઞીગર્ભજ મનુષ્યો સંશી હોય છે, પરંતુ તે કેવળીની અપેક્ષાએ નોસંજ્ઞી-નોઅસંજ્ઞી છે. (૧૧) વેદ–ત્રણે વેદ હોય છે અને અવેદી પણ થઈ શકે છે. સૂક્ષ્મ સંપરાય આદિ ગુણસ્થાનવાળા મનુષ્યો અવેદી છે. (૧૨) પર્યાપ્ત- પાંચ પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય છે. ગર્ભજ મનુષ્યોને છ પર્યાપ્તિ હોય છે પરંતુ ભાષા અને મન પર્યાપ્તિને એક માનવાની અપેક્ષાથી પાંચ પર્યાપ્તિનું કથન છે. (૧૩) દષ્ટિ– દષ્ટિ ત્રણ છે. કોઈ મિથ્યાષ્ટિ, કોઈ સમ્યગ્દષ્ટિ અને કોઈ મિશ્રદષ્ટિ પણ હોય છે. (૧૪) દર્શન- દર્શન ચાર છે.
(૧૫) જ્ઞાન દ્વાર– તે જ્ઞાની અને અજ્ઞાની હોય છે. જે મિથ્યાદષ્ટિ છે તે અજ્ઞાની છે અને જે સમ્યગુદૃષ્ટિ છે તે જ્ઞાની છે. તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. તે આ પ્રમાણે છે
કેટલાક મનુષ્યોને બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન કે એક જ્ઞાન હોય છે, કોઈ જીવને બે જ્ઞાન હોય, તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય; ત્યાર પછી જો તેને અવધિજ્ઞાન થાય તો મતિ, શ્રુત અને અવધિજ્ઞાન હોય અથવા જો તેને મન:પર્યવજ્ઞાન થાય તો મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન હોય; ચાર જ્ઞાન હોય તો મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન હોય છે. એક સાથે પાંચ જ્ઞાન હોતા નથી કારણ કે કેવળજ્ઞાન પ્રગટ થતાં મતિ આદિક્ષાયોપથમિક જ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે, તેથી કેટલાક મનુષ્યોને એક કેવળજ્ઞાન હોય છે.
જે અજ્ઞાની છે તેને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. જેને બે અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની અને શ્રત અજ્ઞાની છે. જેને ત્રણ અજ્ઞાન છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે.
(૧) યોગ– મનુષ્ય મનયોગી, વચનયોગી, કાયયોગી છે અને અયોગી પણ છે. શૈલેષી અવસ્થામાં અયોગી હોય છે. (૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર બંને પ્રકારના ઉપયોગ ક્રમશઃ હોય છે. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહારના પુલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– ચારે ગતિના જીવોનો ઉપપાત ગર્ભજ મનુષ્યોમાં થાય છે. તેમાં સાતમી નરકના નારકી, તેજસ્કાય, વાયુકાય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે તેજસ્કાય અને વાયુકાયના બે દંડકના જીવોને છોડીને ૨૨ દંડકના જીવોની ગર્ભજ મનુષ્યોમાં ઉત્પત્તિ થાય છે.
(૨) સ્થિતિ- મનુષ્યોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ યુગલિક મનુષ્યોની અપેક્ષાએ છે.