________________
પ્રતિપત્તિ-૧
| ૭૯ |
મનુષ્યમાં ઉત્પન્ન થાય તો મૂર્છાિમ મનુષ્યો, કર્મભૂમિના સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો અને અંતરદ્વીપના અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, ૩૦ અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધુ આયુષ્યનો બંધ કરતા નથી, જ્યારે અકર્મભૂમિમાં જઘન્ય એક પલ્યોપમની સ્થિતિ હોય છે. દેવ ગતિમાં ઉત્પન્ન થાય તો ભવનપતિ અને વાણવ્યંતરમાં ઉત્પન્ન થાય છે, જ્યોતિષી કે વૈમાનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય સ્થિતિનો બંધ તે જીવો કરી શકતા નથી.
આ રીતે દંડકની અપેક્ષાએ સંમૂર્છાિમ–અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો જ્યોતિષી અને વૈમાનિક દેવને છોડીને શેષ રર દંડકમાં જાય છે. ગતિ-આગતિ- તે જીવ ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. શેષ દ્વારનું કથન વિકસેન્દ્રિયની સમાન જાણવું. સંમચ્છિમ– અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના ૨૩ કાર:-(૧) શરીર-ત્રણ. ઔદારિક, તૈજસ, કાર્મણ. (૨) અવગાહના- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજન, (૩) સંઘયણ- છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (8) લેશ્યા-પ્રથમની ત્રણ (૮) ઇન્દ્રિય-પાંચ (૯) સમુઘાત-પ્રથમના ત્રણ (૧૦) સંજ્ઞી-અસંજ્ઞી છે (૧૧) વેદ– નંપુસકવેદ (૧૨) પર્યાપ્તિ-પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ, મનપર્યાપ્તિ નથી. (૧૩) દષ્ટિ– સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન- મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન અથવા મતિઅજ્ઞાન, શ્રત અજ્ઞાન (૧) યોગ- વચનયોગ, કાયયોગ (૧૭) ઉપયોગ-સાકારોપયોગ અને અનાકારોપયોગ બંને હોય છે. (૧૮) આહાર-છદિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે (૧૯) ઉપપાત– મનુષ્ય અને તિર્યંચ ગતિના પ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય આ દશ દંડકના જીવો ઉત્પન્ન થાય. (૨૦) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની (ર૧) મરણ– સમુઘાત સહિત અને સમુદ્દઘાત રહિત, બંને પ્રકારનું. (૨૨) ચ્યવન– ચારે ગતિમાં જાય. તેમાં જ્યોતિષી અને વૈમાનિક, આ બે દંડકને છોડીને શેષ રર દંડકમાં જાય. (૨૩) ગતિ-આગતિચાર ગતિમાં જાય, મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિમાંથી આવે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયઃ११९ सेकिंतंभंते !गब्भवक्कंतिय पंचेदियतिरिक्खजोणिया?गोयमा !गब्भवक्कंतिय पदिय तिरिक्ख जोणिया तिविहा पण्णत्ता,तंजहा- जलयरा, थलयरा,खहयरा। ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના ત્રણ પ્રકાર છે, જેમકે જલચર, સ્થલચર અને ખેચર. १२० सेकिंतंभंते !जलयरा? गोयमा !जलयरा पंचविहा पण्णत्ता,तंजहा- मच्छा, कच्छभा,मगरा,गाहा,सुसुमारा । सव्वेसिं भेदो भाणियव्वोतहेव जहा पण्णवणाए जाव जेयावण्णेतहप्पगारा । तेसमासओ दुविहा पण्णत्ता,तजहा-पज्जत्ताय अपज्जत्ताय। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! ગર્ભજ જલચરના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! ગર્ભજ જલચરના પાંચ પ્રકાર છે, યથા–મસ્ય, કાચબો, મગર, ગ્રાહ, સુસુમાર.