________________
પ્રતિપત્તિ-૧
[ ૭૭ ]
પરિસર્પ સ્થલચર – પેટ અને ભુજાના બળથી ચાલનારા તિર્યંચ પંચેન્દ્રિયને પરિસર્પ કહે છે. તેના બે ભેદ છે– ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. ઉરપરિસર્પ –૩રલ રિસર્વતતિ સર:રિલા છાતીથી ચાલનારા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે.
(૧) દિ– સર્પના બે પ્રકાર છે– દડૂકર અને મુકુલી. દર્વી = કડછી, કડછી કે ચમચીની જેમ ફેણ કરનારને દર્પીકર- ફણીધર સર્પ કહે છે. મુકુલી- ફેણ વગરના સર્પને મુકુલી સર્પ કહે છે. ફણીધર સર્પોની ઘણી વિશેષતાઓ છે. તેના શરીરમાં અલગ-અલગ સ્થાનમાં વિષ હોય છે તે અપેક્ષાએ તેના અનેક ભેદ થાય છે. (૨) અથરા-અજગર આખે આખા માણસને ગળી જાય છે. તેનો એક જ પ્રકાર છે. (૩) બાલાલિયા- આસાલિક. ચક્રવર્તી આદિની છાવણીની નીચે ઉત્પન્ન થઈ સંપૂર્ણ સેનાનો નાશ કરનાર આસાલિક ઉરપરિસર્પ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય છે.
તેની ઉત્પત્તિ મનુષ્યક્ષેત્રની અંદર અઢીદ્વીપના પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં જ થાય છે, લવણ સમુદ્રમાં, કાલોદધિસમુદ્રમાં કે ૩૦ અકર્મભૂમિમાં તેની ઉત્પત્તિ થતી નથી. ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક કે મહામાંડલિકના અંધાવારોમાં(સૈનિકની છાવણીઓમાં), તે સિવાય ગ્રામથી લઈને રાજધાનીની નીચેની ભૂમિમાં તેની ઉત્પત્તિ થાય છે.
આસાલિકના ઉત્પત્તિ સંબંધી કાલના બે પ્રકાર છે– આસાલિકની ઉત્પત્તિના અયોગ્યકાલને વ્યાઘાતકાલ કહે છે અને આસાલિકની ઉત્પત્તિના યોગ્યકાલને નિવ્યઘાતકાલ કહે છે.
૧.આસાલિકની ઉત્પત્તિ યુગલિકક્ષેત્રમાં અને યુગલિક કાલમાં થતી નથી. ભારત અને ઐરાવતક્ષેત્રમાં પહેલો, બીજો આરો અને ત્રીજા આરાના પ્રારંભના બે ભાગમાં તેની ઉત્પત્તિ થતી નથી. યુગલિક કાલપૂર્ણ થયા પછી ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગમાં, ચોથા અને પાંચમાં આરામાં તેની ઉત્પત્તિ થાય છે. છઠ્ઠા આરામાં પણ તેની ઉત્પત્તિ થતી નથી. ૨. આ રીતે ભારત અને ઐરાવતક્ષેત્રમાં વ્યાઘાતકાલ હોય ત્યારે પંચ મહાવિદેહક્ષેત્રમાં તેની ઉત્પત્તિ થાય છે. વ્યાઘાતકાલ ન હોય ત્યારે તેની ઉત્પત્તિ નિર્વાઘાતપણે પંદર કર્મભૂમિના ક્ષેત્રોમાં થાય છે.
જ્યારે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ આદિના અંધાવારોનો કે ગ્રામાદિનો નાશ થવાનો હોય; ત્યારે તે ક્ષેત્રની નીચે આસાલિક ઉત્પન્ન થાય છે. તે ઉત્કૃષ્ટ પણે ૪૮ ગાઉની માટી ગળી જાય છે, તેટલા ભાગમાં ખાડો પડી જાય છે અને તેમાં આખી નગરીનો નાશ થાય છે.
આસાલિકની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ બાર યોજનની (૪૮ ગાઉની) હોય છે. તેનું આયુષ્ય માત્ર અંતર્મુહૂતનું જ હોય છે. તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને સમૃદ્ઘિમ હોય છે.
(૪) મોરપ-મહોરમ–તે એક અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાથી લઈ એક હજાર યોજન સુધીની અવગાહનાવાળા હોય છે. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં તેમજ સ્થળમાં વિચરણ કરી શકે છે. તે અઢીદ્વીપની બહારના દ્વીપો અને સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે.
આ સર્વ પ્રકારના ઉરપરિસર્પ સ્થલચર સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયોના સંક્ષેપથી બે પ્રકાર છેપર્યાપ્ત અને અપર્યાપ્ત. તેઓની ૨૩ તારોથી વિચારણા જલચરોની જેમ જ છે પરંતુ અવગાહના અને