________________
[ ૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
११८ से किंतंभंते ! समुग्गपक्खी ? गोयमा ! समुग्गपक्खी एगागारा पण्णत्ता जहा पण्णवणाए । एवं विततपक्खी जावजे यावण्णे तहप्पगारा । ते समासओ दुविहा पण्णत्ता,तजहा- पज्जत्ता य अपज्जत्ता य।
णाणत्तं- सरीरोवगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं धणुपुहुत्त। ठिई उक्कोसेणं वावत्तरि वाससहस्साई। सेसंजहाजलयराणं जावचउगइया दुआगइया। परित्ता असंखेज्जा पण्णत्ता । सेतंखहयर समुच्छिम तिरिक्खजोणिया । से तं समुच्छिम पर्चेदिय तिरिक्खजोणिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમુદ્રગ પક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેનો એક જ પ્રકાર છે, તેનું કથન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું જોઈએ. આ પ્રમાણે વિતત પક્ષીનું કથન પણ જાણવું.
ખેચર પક્ષીના સંક્ષેપથી બે પ્રકાર છે–પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે. સ્થિતિ–ઉત્કૃષ્ટ ૭૨,૦૦૦ વર્ષ છે, શેષ કથન જલચરોની સમાન જાણવું જોઈએ યાવતુ ખેચર ચાર ગતિઓમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ ખેચરોનું વર્ણન થયું. સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચનું કથન પૂર્ણ થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદ અને તેના ૨૩ દ્વારનું નિરૂપણ છે. સંમર્ણિમતિર્યંચ પંચેન્દ્રિય-માતા-પિતાના સંયોગવિના, ગર્ભકે ઉપપાત જન્મ વિના, અનુકૂળ પુદ્ગલોના સંયોગથી ઉત્પન્ન થઈ જાય, તે જીવો સંમૂર્છાિમ પંચેન્દ્રિય કહેવાય છે. તેના ત્રણ ભેદ છે– જલચર, સ્થલચર અને ખેચર. જલચર–પાણીમાં જન્મે, પાણીમાં રહે, પાણીમાં વિચરે તેવા તિર્યંચ પંચેન્દ્રિય જીવોને જલચર કહે છે. તેના પાંચ પ્રકાર છે– (૧) મત્સ્ય- વિવિધ પ્રકારના માછલા, (૨) કચ્છપ-કાચબા, (૩) ગ્રાહ, (૪) મગર અને (૫) સુંસુમાર. તે સંબંધી વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રોનુસાર જાણવું. સ્થલચરઃ– સ્થલ-ભૂમિ પર ચાલનારા જીવોને સ્થલચર કહે છે. તેના બે ભેદ છે–ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદસ્થલચર:- રત્નાકર પલાનિ જેવાં તે વતુષ્પ અel : T ચાર પગવાળા, ભૂમિ પર ચાલનારા પશુઓને ચતુષ્પદ સ્થલચર કહે છે.
તેઓના શરીર રચનાની વિવિધતાના આધારે તેના ચાર પ્રકાર છે– એક ખરીવાળા, બે ખરીવાળા, ચંડીપદ અને સનખપદ. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૧માં સૂત્ર ૯૯ થી ૧૦૩માં તેના પ્રકારોનું કથન છે.
એક ખરીવાળા– જેના પગમાં એક ખરી હોય તે, યથા- અશ્વ, ખચ્ચર, ગઘેડાં આદિ. બે ખરીવાળા–જેના પગમાં બે ખરી હોય તે, યથા– ઊંટ, બળદ, ગાય, ભેંસ, મૃગ, વરાહ, બકરા-બકરી, ઘેટી-ઘેટા, ચમરી ગાય આદિ.ચંડીપદ–ગંડીનો અર્થ છે એરણ. એરણ જેવા જેના પગહોય અર્થાત્ જેના તળિયા ગોળ અને ગાદીવાળા હોય તે ગંડીપદ છે, જેમ કે હાથી, ગેંડો આદિ. સનખપદ– જેના પગ નહોરવાળા હોય, તે સનખપદ છે. જેમ કે– કૂતરા, સિંહ, શિયાળ, બિલાડી, વાઘ, દીપડો, રીંછ, લોમડી, સસલું ચિત્તો ઇત્યાદિ.