________________
૭૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય તે સમકિતી હોય તો ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વી હોય તો ત્રણ અજ્ઞાન હોય છે. આ રીતે નારકીઓમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન કુલ મળીને નવ ઉપયોગ હોય છે. (૧) યોગ– સંજ્ઞી હોવાથી તેને મનયોગ, વચનયોગ અને કાયયોગ, આ ત્રણ યોગ હોય છે. (૧૭) ઉપયોગ- નારકીઓ સાકાર અને અનાકાર, તે બંને ઉપયોગવાળા છે. તે બંને પ્રકારના ઉપયોગ ક્રમશઃ અંતર્મુહૂર્તમાં બદલાતા રહે છે. સાકાર ઉપયોગ સમયે તે કોઈ પણ જ્ઞાન કે અજ્ઞાનમાં ઉપયોગવાન હોય છે અને અનાકારોપયોગ સમયે તે કોઈ પણ એક દર્શનમાં ઉપયોગવાન હોય છે. (૧૮) આહાર- નારકીઓ ૨૮૮ પ્રકારે આહાર ગ્રહણ કરે છે. નારકીઓ લોકનિષ્ફટમાંલોકના કિનારે) હોતા નથી, લોકની મધ્યમાં જ હોય છે; તેથી તેને કોઈ પણ દિશામાં વ્યાઘાત ન હોવાથી તે છ એ દિશાઓના પુગલોને ગ્રહણ કરે છે. તે પ્રાયઃ અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલોને ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત(ઉત્પત્તિ)- નરકગતિમાં ઉત્પત્તિને સમજવા માટે કેટલીક બાબત જાણવી જરૂરી છે. જેમ કે– નારકી અને દેવ મરીને નરક ગતિમાં ઉત્પન્ન થતા નથી. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયો મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. સંમૂર્છાિમ મનુષ્યો નરકમાં ઉત્પન્ન થતા નથી.
- યુગલિક તિર્યંચો કે યુગલિક મનુષ્યો પણ મરીને નરકમાં ઉત્પન્ન થતા નથી. કર્મભૂમિના પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોમાંથી નીકળેલા જીવો નારકીમાં ઉત્પન્ન થાય છે. આ રીતે મનુષ્ય અને તિર્યંચ, આ બે દંડકના જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. (૨) સ્થિતિ જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. જઘન્ય સ્થિતિ પ્રથમ નરકની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાતમી નરકની અપેક્ષાએ સમજવી જોઈએ. (૨૧) મરણ નારકી જીવો મારણાંતિક સમુદ્યાતથી સમવહત અને અસમવહત બંને પ્રકારે મરે છે. (રર) વન–ઉદ્વર્તન-મરણને જ ચ્યવન કે ઉદ્વર્તન કહેવાય છે. નારકી મરીને નરક ગતિ કે દેવગતિમાં જતા નથી, તેમજ તે પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે સંમૂર્છાિમ મનુષ્યોમાં તથા યુગલિકોમાં જતા નથી. નારકી મરીને કર્મભૂમિના સંજ્ઞી મનુષ્યોમાં અને સંજ્ઞી તિર્યચોમાં જાય છે. આ રીતે કુલ બે દંડકમાં જાય છે. (૨૩) ગતિ-આગતિ-નારકી મરીને તિર્યંચ અને મનુષ્ય, આ બે ગતિમાં જાય છે. તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિમાંથી આવીને નારકીમાં ઉત્પન્ન થાય છે. નારકીઓ પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે.
સંક્ષિપ્તમાં નારકીઓના ર૩ દ્વાર– (૧) શરીર- ત્રણ. વૈક્રિય, તૈજસ અને કાર્મણ શરીર. (૨) અવગાહના- ભવધારણીય-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ છે. ઉત્તર વૈક્રિય–જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ધનુષ છે. (૩) સંઘયણ- નથી. (૪) સંસ્થાનહુંડ. (૫) કષાય- ચાર. () સંજ્ઞા- ચાર. (૭) વેશ્યા- પ્રથમની ત્રણ. (૮) ઇન્દ્રિય- પાંચ. (૯) સમુદ્યાત– પ્રથમના ચાર. (૧૦) સંજ્ઞી– સંજ્ઞી અને અસંશી (૧૧) વેદ– નપુંસકવેદ. (૧૨) પર્યાપ્તિઅપેક્ષાથી પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ– ત્રણ. (૧૪) દર્શન- ત્રણ. ચક્ષુ, અચકું અને અવધિદર્શન. (૧૫) જ્ઞાન- ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (૧૬) યોગ- ત્રણ. (૧૭) ઉપયોગ- સાકાર અને અનાકાર બંને ઉપયોગ ક્રમશઃ હોય છે. (૧૮) આહાર- ૨૮૮ પ્રકારે, છ દિશાનો (૧૯) ઉપપાત