________________
|
૮
|
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
નૈરયિકોના ૨૩ દ્વારઃ૧) શરીર દ્વાર– નૈરયિક જીવોને ઔદારિક શરીર નથી. ભવસ્વભાવથી જ તેને વૈક્રિય શરીર હોય છે, તેથી વૈક્રિય, તૈજસ અને કાર્પણ આ ત્રણ શરીર હોય છે. (૨) અવગાહના દ્વાર તેની અવગાહના બે પ્રકારની છે– (૧) ભવધારણીય અને (૨) ઉત્તરક્રિય.
ભવધારણીય જન્મથી જે શરીર હોય તેને ભવધારણીય શરીર કહે છે. તેની અવગાહના ભવધારણીય અવગાહના કહેવાય છે. નારકીની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, તે જન્મ સમયે હોય છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ધનુષની છે. તે સાતમી પૃથ્વીના નૈરયિકોની અપેક્ષાએ કહી છે.
ઉત્તર વૈક્રિય- નારકી અને દેવો જન્મજાત વૈક્રિય શરીર દ્વારા જે શરીર બનાવે તેને ઉત્તર વૈક્રિય શરીર કહે છે. તેની અવગાહના ઉત્તર વૈક્રિય અવગાહના કહેવાય છે.
ઉત્તર વૈક્રિયની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના હજાર ધનુષ્યની છે. આ ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકભૂમિના નૈરયિકોની અપેક્ષાથી છે.
નૈરયિકો ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગનું શરીર બનાવે છે. તેનાથી નાનું અર્થાત્ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ શરીર બનાવી શકતા નથી અને ઉત્કૃષ્ટ પોતાના ભવધારણીય શરીરથી બમણું શરીર જ બનાવી શકે છે, તેનાથી મોટું બનાવી શકતા નથી. આ રીતે નૈરયિકોની વૈક્રિયલબ્ધિની મર્યાદા છે. સાતે નરકના નૈરયિકોની અવગાહના :
નરકમૃથ્વીનું નામ ભવધારણીય અવગાહના ઉત્તરકિય અવગાહના રત્નપ્રભા all ધનુષ અંગુલ
૧૫lી ધનુષ ૧૨ અંગુલ શર્કરાપ્રભા ૧૫ll ધનુષ ૧૨ અંગુલ
૩૧ી ધનુષ વાલુકાપ્રભા ૩૧. ધનુષ
દરા ધનુષ પંકપ્રભા દરા ધનુષ
૧૨૫ ધનુષ ધૂમપ્રભા ૧૨૫ ધનુષ
૨૫૦ ધનુષ તમઃપ્રભા | ૨૫૦ ધનુષ
૫૦૦ ધનુષ તમતમા પૃથ્વી | ૫૦૦ ધનુષ
૧૦૦૦ ધનુષ (૩)સાયણ-સદનનનસ્થિનિથાત્મવા સંઘયણ અસ્થિ સમૂહાત્મક હોય છે. હાડકાની મજબુતાઈને સંઘયણ કહે છે. નારકીઓના શરીરમાં અસ્થિ, શિરા, સ્નાયુ આદિ નથી, તેથી તેના શરીરનું કોઈ પણ સંઘયણ હોતું નથી. નારકીઓનું શરીર અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ અમનોજ્ઞ અને અમનોહર પુદ્ગલ સ્કંધોનું બનેલું હોય છે. (૪)સંસ્થાન– નારકીઓને ભવધારણીય અને ઉતરવૈક્રિય બંને પ્રકારના શરીર હંડસંસ્થાનવાળા છે. નારકીઓના શરીર કપાયેલી પાંખ અને ડોક આદિ અવયવવાળા રોમ પક્ષીની જેમ અત્યંત બીભત્સ હોય છે. નારકીઓને ઉત્તર વૈક્રિય શરીર પણ અશુભ નામકર્મના ઉદયથી અત્યંત અશુભ જ થાય છે.
|
|
| જ |
|
0 |