________________
| પ્રતિપત્તિ-૧
[ ૬૭ ]
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને કયું સંસ્થાન છે? ઉત્તર- હે ગૌતમ! તેના શરીરનું સંસ્થાન બે પ્રકારે છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરનું હુંડ સંસ્થાન છે અને ઉત્તરવૈક્રિય શરીરનું પણ હુંડ સંસ્થાન છે.
९६ एवंतेसिंचत्तारि कसाया, चत्तारिसण्णाओ, तिण्णि लेसाओ, पंचिंदिया, चत्तारि समुघाया आइल्ला,सण्णी वि,असण्णी वि। णपुंसगवया,छपज्जत्तीओ,छ अपज्जत्तीओ, तिविहा दिट्ठी, तिण्णि दसणा,णाणी वि अण्णाणी वि,जेणाणी तेणियमा तिण्णाणी,त जहा-आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी। जेअण्णाणीतेअत्याइयादुअण्णाणी, अत्याझ्यातिअण्णाणी। जेयदुअण्णाणीतेणियमामइअण्णाणीसुयअण्णाणीय। जेतिअण्णाणी तेणियमा मइअण्णाणी यसुयअण्णाणी य विभंगणाणी य । तिविहे जोगे,दुविहे उवओगे, छद्दिसिं आहारो, ओसण्णकारणं पडुच्च वण्णओकालाई जावआहारमाहारेति; उववाओ तिरिय-मणुस्सेहितो, ठिइ जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेण तेत्तीसंसागरोवमाई। दुविहा मरति, उवट्टणा भाणियव्वा जओ आगया, णवरं समुच्छिमेसु पडिसिद्धो, दुगइया, दुआगइया परित्ता असंखेज्जा पण्णत्ता समणाउसो !सेतंणेरइया। ભાવાર્થ:- આ રીતે તે નૈરયિકોને ચાર કષાય, ચાર સંજ્ઞા, ત્રણ લેશ્યા, પાંચ ઇન્દ્રિય અને પ્રારંભના ચાર સમુદ્યાત હોય છે. તે જીવ સંશી પણ છે, અસંજ્ઞી પણ છે. તે નપુંસક વેદવાળા છે. તેને છ પર્યાપ્તિઓ અને છ અપર્યાપ્તિઓ હોય છે. તેને ત્રણ દષ્ટિ અને ત્રણ દર્શન છે. તે જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે, જે જ્ઞાની છે તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા છે, જેમ કે– મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તે જીવોમાંથી કોઈ બે અજ્ઞાનવાળા અને કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જે બે અજ્ઞાનવાળા છે તે નિયમથી મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની છે અને જે ત્રણ અજ્ઞાનવાળા છે તે નિયમથી મતિ અજ્ઞાની, શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની છે.
તેને ત્રણ યોગ, બે ઉપયોગ હોય છે અને છ દિશાના પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. તે પ્રાયઃ વર્ણથી કાળા આદિ પુદગલોનો આહાર ગ્રહણ કરે છે. તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તેની સ્થિતિ જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. તેનામાં બંને પ્રકારના મરણ છે. તે મરીને ગર્ભજ તિર્યંચ તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, સંમૂર્છાિમ તિર્યંચ કે મનુષ્યમાં જતા નથી. તે બે ગતિવાળા અને બે આગતિવાળા છે. હે આયુષ્યમાનુ શ્રમણ ! તે નૈરયિકો પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે. આ રીતે નૈરયિકોનું વર્ણન થયું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નૈરયિકોના પ્રકાર બતાવીને ત્રેવીસ દ્વારોથી તેનું નિરૂપણ કર્યું છે. સાત નરકની અપેક્ષાએ નૈરયિક જીવના સાત પ્રકાર છે– (૧) રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક, (ર) શર્કરા પ્રભા પૃથ્વીના નૈરયિક, (૩) વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક, (૪) પંકપ્રભા પૃથ્વીના નૈરયિક, (૫) ધૂમપ્રભા પૃથ્વીના નરયિક, (૬) તમઃ પ્રભા પથ્વીના નૈરયિક, (૭) તમ તમાપ્રભા પૃથ્વીના નૈરયિક. આ નૈરયિક જીવના સંક્ષેપથી બે પ્રકાર છે. (૧) પર્યાપ્ત, (૨) અપર્યાપ્ત. તેના શરીરાદિ દ્વારોની વિચારણા આ પ્રકારે છે.