________________
| પ્રતિપત્તિ
[ ૪૧ ]
થતા ન હોવાથી સાસ્વાદન સમ્યગ્દષ્ટિની પણ તેઓમાં સંભાવના નથી અને મિશ્રદષ્ટિ પણ તેઓને હોતી નથી. (૧૪) દર્શન– પૃથ્વીકાયિક જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોવાથી એક અચાદર્શન જ હોય છે. (૧૫) જ્ઞાન- તે જીવ મિથ્યાત્વી હોવાથી મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય છે. (૧૬) યોગ– તે જીવોમાં એક ઇન્દ્રિય હોવાથી તેઓને એક કાયયોગ હોય છે. (૧૭) ઉપયોગ– સાકાર અને અનાકાર બંને ઉપયોગ હોય છે. (૧૮) આહાર- ત્રણ, ચાર, પાંચ કે છ દિશામાંથી ૨૮૮ પ્રકારે (અર્થાત્ સૂત્રોક્ત ૨૮૮ પૃચ્છા યુક્ત) મુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. સૂક્ષ્મ જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે, તેથી લોકના નિષ્ફટ ભાગમાં પણ તે જીવો હોવાથી વ્યાઘાતની અપેક્ષાએ ત્રણ, ચાર કે પાંચ દિશાના અને વ્યાઘાત ન હોય તો છ દિશાના પુદ્ગલો ગ્રહણ કરે છે. (૧૯) ઉપપાત– જ્યાંથી આવીને જીવની ઉત્પત્તિ થાય તેને ઉપપાત કહે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયનો ઉપપાત મનુષ્ય અને તિર્યંચ ગતિમાંથી જ થાય છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા અકર્મભૂમિ કે અંતર્લીપના યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યંચો અવશ્ય દેવગતિમાં જતાં હોવાથી, તે જીવો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થતાં નથી. કર્મભૂમિના સંજ્ઞી કે અસંજ્ઞી, પર્યાપ્ત કે અપર્યાપ્ત મનુષ્યો અને તિર્યંચો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થાય છે અર્થાત્ પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય, તેમ કુલ દશ દંડકના જીવો સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થાય છે. દેવો પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ સૂક્ષ્મપણે ઉત્પન્ન થતા નથી તેમજ નરકના જીવો પણ સૂક્ષ્મ પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થતા નથી. (૨૦) સ્થિતિ- સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. જઘન્યથી ઉત્કૃષ્ટનો કાલ કંઈક અધિક છે. (ર૧) મરણ– તેઓને સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત બંને પ્રકારના મરણ હોય છે. (૨૨) ચ્યવન– સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ મરીને નરક કે દેવગતિમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં અકર્મભૂમિના, અંતરદ્વીપના અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાતિર્યર્યો અને મનુષ્યોને છોડીને શેષ પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના તિર્યંચ અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે તેઓ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ દશ દંડકમાં જાય છે. (૨૩) ગતિ-આગતિ-સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ મનુષ્ય અને તિર્યંચ મૃત્યુ પામીને આ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવીને જન્મ ધારણ કરે છે. બાદર પૃથ્વીકાય:५५ सेकिंतंभंते ! बायरपुढविकाइया? गोयमा !बायरपुढविकाइया दुविहा पण्णत्तातं जहा-सण्हबायरपुढविकाइया यखर बायरपुढविकाइया य। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! બાદર પૃથ્વીકાયિકના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા- કોમળ બાદર પૃથ્વીકાયિક અને કઠોર બાદર પૃથ્વીકાયિક.