________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૩) સંઘયણ– તેઓને છેવટુ સંઘયણ હોય છે. પૃથ્વીકાયિક જીવોના ઔદારિક શરીરમાં હાડ, માંસ, લોહી આદિ નથી. તેમ છતાં ઔવારિજ શરીરિણામથ્યાભવન સંહનનેન ય શક્તિવિશેષ ૩૫ગાયતે સોડQપવાાત્સંહનાંમતિ વ્યવહ્રિયતે । ઔદારિક શરીરમાં હાડકાના કારણે એક શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મપૃથ્વીકાય વગેરે જીવોમાં આંશિકરૂપે આ શક્તિ હોય છે, તેથી તેમાં હાડકાદિ દેખાતાં ન હોવા છતાં સંઘયણનું કથન કરવામાં આવે છે. હાડકાની રચના વિશેષને સંઘયણ કહે છે. આ વ્યાખ્યા પંચેન્દ્રિય જીવોની મુખ્યતાએ અને સ્થૂલ દષ્ટિએ છે. ઔદારિક શરીરમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય કે સાપ જેવા પંચેન્દ્રિય જીવોમાં જ્યાં હાડકા ન હોય ત્યાં હાડકા જેવી શક્તિની મુખ્યતાએ સંઘયણનું કથન છે, તેમ સમજવું જોઈએ. પ્રસ્તુત સૂક્ષ્મ પૃથ્વીકાયના જીવોમાં આ શક્તિ અત્યંત અલ્પ હોવાથી તેને અત્યંત અલ્પશક્તિવાળું છેવટું સંઘયણ કહ્યું છે.
૪૦
(૪) સંસ્થાન—તેઓનું સંસ્થાન(આકાર) મસૂરની દાળ જેવું હોય છે. હુંડ સંસ્થાનવિવિધ આકારવાળું હોય છે. તેમાં પૃથ્વીકાયનું સંસ્થાન મસૂરની દાળ જેવું છે. તેના માટે સૂત્રમાં મસૂરÜવ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. તેમાં ચંદ્ર શબ્દ અર્ધ અર્થમાં પ્રયુક્ત છે તેથી મસૂરજંવ = અર્ધ મસૂર = મસૂરદાળ.
(૫) કષાય– સૂક્ષ્મ પૃથ્વીકાયમાં ચારે કષાય છે. તે જીવોના આત્મપરિણામો મંદ હોવાથી તેમજ તેનું શરીર અત્યંત સૂક્ષ્મ અને તેને એક જ ઇન્દ્રિય હોવાથી કષાયોનું પ્રગટીકરણ થઈ શકતું નથી. કોઈ પણ જીવ કષાયનો ઉપશમ કે ક્ષય ન કરે ત્યાં સુધી તેમાં સૂક્ષ્માશે ચા૨ે કષાય હોય જ છે.
ન
(૬) સંશા– આહારાદિ સંજ્ઞા, ઇચ્છારૂપ છે અને તે મોહનીયકર્મના ઉદયથી થાય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોમાં ચારે ય સંજ્ઞા અપ્રગટ છે.
(૭) લેશ્યા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોના આત્મપરિણામોમાં શુભ લેશ્યાઓની યોગ્યતા ન હોવાથી તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા હોય છે.
(૮) ઇન્દ્રિય– એક સ્પર્શેન્દ્રિય હોય છે.
(૯) સમુદ્ઘાત– પ્રથમના ત્રણ સમુદ્દાત સર્વ જીવોને હોય છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને પણ વેદનીય, કષાય અને મારણાંતિક, આ ત્રણ સમુદ્દાત હોય છે. આ કથન અનેક જીવોની અપેક્ષાએ છે. એક જીવતો પોતાના જીવનમાં સમુદ્દાત કરે અથવા ન પણ કરે; જો કરે તો એક, બે કે ત્રણ સમુદ્દાત કરી શકે છે. તે જીવોને વૈક્રિયાદિ લબ્ધિ ન હોવાથી અન્ય સમુદ્દાત નથી.
(૧૦) સંશી– મન ન હોવાથી તેઓ અસંશી છે.
(૧૧) વેદ— સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો અસંશી હોવાથી તેઓને એક નપુંસક વેદ જ હોય છે.
(૧૨) પર્યાપ્તિ— સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવને આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ, આ ચાર પર્યાપ્તિઓ અને ચાર અપર્યાપ્તિઓ છે. અપર્યાપ્તાવસ્થામાં જ મરનારો લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ પણ ત્રણ પર્યાપ્તિને પૂર્ણ કરીને પછી આગામી ભવનું આયુષ્ય બાંધે છે અને ત્યાર પછી જ ચોથી પર્યાપ્તિ પૂર્ણ કર્યા પૂર્વે જ અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામે છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ એકેન્દ્રિય છે. તેમાં ભાષા કે મનની સંભાવના નથી તેથી તે જીવોમાં ભાષા પર્યાપ્તિ કે મનપર્યાપ્તિ—અપર્યાપ્તિ નથી.
(૧૩) દૃષ્ટિ– તે જીવોમાં એક મિથ્યાદષ્ટિ જ હોય છે. તે જીવો સમ્યગ્દષ્ટિ નથી, સમકિતી જીવ ત્યાં ઉત્પન્ન