________________
[ ૪૨ ]
શ્રી રાયપાસેણીય સત્ર
पिणद्धगेवेज्जकंचुईणंणाणामणिरयणभूसण विराइयंगमंगाणंचंदाणणाणंचंदद्धसमणिडालाणं चंदाहियसोमदंसणाणं उक्का इव उज्जोवेमाणीण सिंगारागार- चारुवेसाणं संगयागय-हसिय-भणिय चिट्ठिय विलास- ललियसलाव-णिउण-जुत्तोवयार कुसलाणं गहियाउज्जाणं अट्ठसयं णट्टसज्जाणं देवकुमारीणं णिग्गच्छइ । ભાવાર્થ - ત્યારપછી સૂર્યાભદેવે મણિમય આભૂષણોથી દીપતો યાવતુ પોતાનો પુષ્ટ, લાંબો ડાબો હાથ ફેલાવ્યો. ફેલાવેલા તે ડાબા હાથમાંથી સમાન શરીરવાળી, સમાન ત્વચા, સમાન ઉંમર, સમાન લાવણ્ય, સમાન રૂપ, સમાન યૌવન અને સમાન ગુણવાળી; સમાન નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણોથી સજ્જ; બંને ખંભા ઉપરથી લટકતા છેડાવાળા ઉત્તરીય વસ્ત્રને ધારણ કરેલી; ભાલ ઉપર તિલક અને મસ્તક ઉપર પુષ્પના મુકુટ ધારણ કરેલી; ગળામાં ચૈવેયક (કંઠા ભરણ) અને કિંચકી-કળ્યો(બ્લાઉઝ) પહેરેલી; અનેક પ્રકારના મણિ, રત્નોના આભૂષણોથી સુશોભિત અંગ-પ્રત્યંગવાળી; ચંદ્રમુખી; અર્ધચંદ્ર જેવા લલાટવાળી; ચંદ્ર કરતા સૌમ્ય દેખાતી; ઉલ્કા(ખરતા તારા)ની જેમ ચમકતી; શૃંગારના ઘરની જેમ સુંદર વેશથી શોભતી; હસવા, બોલવા, ઊભા રહેવા, વિલાસ, લીલા કરવામાં અને પરસ્પર વાર્તાલાપમાં નિપુણ તથા પુરુષો સાથે વ્યવહાર કરવામાં પણ કુશળ; વીણા આદિ વાજિંત્ર ધારણ કરનારી અને નૃત્ય કરવા માટે સુસજ્જિત એવી ૧૦૮ દેવકુમારિકાઓને બહાર કાઢી.
५३ तए णं से सूरियाभे देवे अट्ठसयं संखाणं विउव्वइ, अट्ठसयं संखवायाणं विउव्वइ सिंगाणं विउव्वइ, अट्ठसयं सिंगवायाणं विउव्वइ, अट्ठसयं संखियाणं विउब्वइ, अट्ठसयं संखियवायाणं विउव्वइ, अट्ठसयं खरमुहीणं विउव्वइ, अट्ठसयं खरमुहिवायाणं विउव्वइ, अट्ठसयं पेयाणं विउव्वइ, अट्ठसयं पेयावायगाणं विउव्वइ, अट्ठसयं पिरिपिरियाणं विउव्वइ, अट्ठसयं पिरिपिरियावायगाणं विउव्वइ, एवमाइयाइं एगूणपण्णं आउज्जविहाणाई विउव्वइ, विउव्वइत्ता ते बहवे देवकुमारा य देवकुमारियाओ य सद्दावेइ । ભાવાર્થ - ત્યારપછી સૂર્યાભદેવે ૧૦૮ શંખોની, ૧૦૮ શંખવાદકોની, ૧૦૮ શૃંગો-રણશીંગાની, ૧૦૮ રણશીંગાના વાદકોની, ૧૦૮ શંખીકાઓ-નાના શંખોની, ૧૦૮ શંખીકાવાદકોની, ૧૦૮ ખરમુખીઓની, ૧૦૮ ખરમુખીવાદકોની, ૧૦૮ પેયોની, ૧૦૮ પેયવાદકોની, ૧૦૮ પિરિપિરિકાઓની, ૧૦૮ પિરિપિરિકાના વાદકોની વિફર્વણા કરી. આ રીતે ૪૯ વાધો અને તેના ૪૯ વાદકોની વિદુર્વણા કરી, વિદુર્વણા કરીને તે દેવકુમાર અને દેવકુમારીઓને બોલાવ્યાં. ५४ तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य सूरियाभेणं देवेणं सदाविया समाणा हट्ठतुट्ठा जाव जेणेव सूरियाभे देवे तेणेव उवागच्छति, उवागच्छित्ता सूरियाभं देवं करयलपरिग्गहियं जाव वद्धावित्ता एवं वयासी-संदिसंतु णं देवाणुप्पिया ! जं अम्हेहिं कायव्वं। ભાવાર્થ - ત્યારે સૂર્યાભદેવ દ્વારા બોલાવવા પર તે દેવકુમાર અને દેવકુમારીઓ હર્ષિત થઈને સૂર્યાભદેવ પાસે આવીને, બંને હાથ જોડી થાવ અભિવાદન કરીને, સૂર્યાભદેવને વિનયપૂર્વક કહ્યું- હે દેવાનુપ્રિય! અમારે જે કરવાનું હોય, તેની આજ્ઞા આપો. ५५ तएणं से सूरियाभे देवे ते बहवे देवकुमारा य देवकुमारीओ य एवं वयासी- गच्छह