________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
પહેલાના ઝૂમખાથી અર્ધી ઊંચાઈવાળા મોતીઓના ચાર ઝુમખા હતા; તે ઝુમ્મરો(મોતીઓ) સોનાની પાંદડીઓથી, અન્ય અનેક લંબૂસગો = ગોળદડાના આકારવાળા ગોળાઓથી, અગ્રભાગ પર લગાડેલા સુવર્ણપત્રો અને અનેક પ્રકારના મણિરત્નોના હાર-અર્ધહારથી ઉપશોભિત હતા; પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર દિશાના વાયુથી તે મોતીઓ ધીરે-ધીરે હલતા હતા; હલતાં-હલતાં એકબીજા સાથે અથડાતા હતા અને તેમાંથી ઉદારવિશિષ્ટ, મનોજ્ઞ, મનોહર, કાનને મધુર લાગે અને મનને પરમશાંતિ આપે તેવું ગુંજન થતું હતું; સુંદર દિવ્ય ગુંજનથી તે પ્રદેશ ગુંજાયમાન થઈ રહ્યો હતો અને આ મોતીની માળાઓ પોતાની શોભાથી અતિ અતિ શોભિત હતી. સિંહાસનની ચારે દિશામાં ભદ્રાસન :
૩૧
३७ तए णं से आभिओगिए देवे तस्स सीहासणस्स अवरुत्तरेणं, उत्तरेणं, उत्तरपुरत्थिमेणं, एत्थ णं सूरियाभस्स देवस्स चउन्हं सामाणियसाहस्सीणं चत्तारि भद्दासण-साहस्सीओ विउव्वइ । तस्स णं सीहासणस्स पुरत्थिमेणं, एत्थ णं सूरियाभस्स देवस्स चउन्हं अग्ग - महिसीणं सपरिवाराणं चत्तारि भद्दासणसाहस्सीओ विउव्वइ । तस्स णं सीहासणस्स दाहिण - पुरत्थिमेणं, एत्थ णं सूरियाभस्स देवस्स अतिरपरिसाए अट्ठण्हं देवसाहस्सीणं अट्ठ भद्दासणसाहस्सीओ विउव्वइ ।
एवं- दाहिणेणं मज्झिमपरिसाए दसण्हं देवसाहस्सीणं दस भद्दासणसाहस्सीओ विउव्वइ । दाहिणपच्चत्थिमेणं बाहिरपरिसाए बारसण्हं देवसाहस्सीणं बारस भद्दासणसाहस्सीओ विउव्वइ । पच्चत्थिमेणं सत्तण्हं अणियाहिवईणं सत्त भद्दासणे विउव्वइ । तस्सं णं सीहासणस्स चउदिसिं, एत्थ णं सूरियाभस्स देवस्स सोलसण्हं आयरक्खदेवसाहस्सीणं सोलस भद्दासणसाहस्सीओ विउव्वति । तं जहा- पुरत्थिमेणं चत्तारि साहस्सीओ, दाहिणेणं चत्तारि साहस्सीओ, पच्चत्थिमेणं चत्तारि साहस्सीओ, उत्तरेणं चत्तारि साहस्सीओ ।
ભાવાર્થ :- ત્યાર પછી આભિયોગિક દેવોએ તે સિંહાસનની (૧) વાયવ્યકોણમાં, (૨) ઉત્તરદિશામાં અને (૩) ઈશાનકોણમાં સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો માટે ચાર હજાર ભદ્રાસનોની રચના કરી. (૪) પૂર્વદિશામાં સૂર્યાભદેવની પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ માટે ચાર હજાર ભદ્રાસનોની રચના કરી. (૫) અગ્નિકોણમાં સૂર્યાભદેવની આવ્યંતર પરિષદના આઠ હજાર દેવો માટે આઠ હજાર ભદ્રાસનોની રચના કરી.
તે જ રીતે સિંહાસનથી (૬) દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદના દેવો માટે દશ હજાર ભદ્રાસનોની, (૭) નૈઋત્ય કોણમાં બાહ્ય પરિષદના દેવો માટે બાર હજાર ભદ્રાસનોની અને (૮) પશ્ચિમ દિશામાં સાત અનીકાધિપતિઓ-સેનાપતિઓ માટે સાત ભદ્રાસનોની રચના કરી. ત્યાર પછી તે સિંહાસનની ચારેબાજુ(તે સર્વ ભદ્રાસનોને ઘેરીને) સૂર્યાભદેવના સોળ હજાર આત્મરક્ષક દેવો માટે સોળ હજાર ભદ્રાસનોની રચના કરી. તેમાં ક્રમશઃ પૂર્વ દિશામાં ચાર હજાર, દક્ષિણ દિશામાં ચાર હજાર, પશ્ચિમ દિશામાં ચાર હજાર અને ઉત્તર દિશામાં ચાર હજાર, આ રીતે કુલ સોળ હજાર ભદ્રાસનોની રચના કરી.
३८ तस्स दिव्वस्स जाणविमाणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते- से जहाणामाए अइरुग्गयस्स वा हेमंतियबालियसूरियस्स वा, खयरिंगालाण वा रत्तिं पज्जलियाणं