________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ,
[ ૨૯ ]
હતો; ઈહામૃગ-વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પદ્મલતાના ચિત્રોથી તે અભૂત લાગતો હતો; સ્તંભગત વજરત્નમયી વેદિકાઓથી તેમનોહર દેખાતો હતો. તે મંડપમાં યંત્ર સંચાલિત સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલના પૂતળા ફરતા દેખાતા હતા; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારતો હતો, હજારો ચિત્રોથી તે ઉપશોભિત હતો; દેદીપ્યમાન, અતિદેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવો તેજ- વાળો હતો; અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી સુશોભિત હતો;
તેમાં સુવર્ણમય, રત્નમય અનેક સ્તૂપો ઊભા કર્યા હતા અને તેના શિખરોને અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી શણગાર્યા હતા; તે મંડપ પોતાના ચળકાટ અને ચારે તરફ ફેલાતા કિરણોના કારણે કંપાયમાન હોય તેવો ચંચળ અને આંખોને અંજાવી દે તેવો ચકચકાટ લાગતો હતો. મંડપની અંદર-બહાર ગોશીષચંદન, હરિચંદન અને રક્તચંદન વગેરે સુગંધી દ્રવ્યોના થાપા માર્યા હતા; તે મંડપમાં ચંદનના કળશો ગોઠવ્યા હતા; બારણાના ટોડલાઓ, તોરણો ચંદનકળશોથી શોભાયમાન હતા; તે મંડપમાં ઉપરથી લઈ નીચેની ભૂમિ સુધીની લાંબી-લાંબી સુગંધી ગોળ માળાઓ લટકાવેલી હતી; તે મંડપમાં પંચવરણી તાજા સુગંધી પુષ્પો પાથરવામાં આવ્યા હતા; કલાગુરુ, શ્રેષ્ઠ કુદુષ્ક, તુરુષ્ક વગેરે દ્રવ્યોના ધૂપની પ્રસરેલી ઉત્તમ સુગંધથી તે મહેકી રહ્યો હતો; શ્રેષ્ઠ સુગંધથી યુક્ત હતો, સુગંધથી મઘમઘતો હોવાથી તે સુગંધની ગુટિકા કે અગરબત્તી જેવો લાગતો હતો; દિવ્ય વાજિંત્રો(વાધો)ના ધ્વનિથી તે ગુંજી રહ્યો હતો; અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત હતો; તે પ્રેક્ષાગૃહ મંડપ પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો.
આભિયોગિક દેવોએ તે પ્રેક્ષાગૃહ-મંડપની અંદર સમતલ રમણીય ભૂમિભાગની રચના કરી. તે ભૂમિભાગમાં વિવિધરંગના મણિઓ જડેલા હતા વગેરે ભૂમિભાગ સંબંધી સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ (યાનવિમાનની ભૂમિ જેવું) સમજવું. આભિયોગિક દેવોએ તે પ્રેક્ષાગૃહ મંડપની ઉપર ચંદરવો બાંધ્યો. તે પદ્મશતાદિ ચિત્રોથી ચિત્રિત યાવત અતિમનોહર હતો. ३३ तस्सं णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए, एत्थ णं एगं महं वइरामयं अक्खाडगं विउव्वइ । तस्स णं अक्खाडयस्स बहुमज्झदेसभागे एत्थ णं महेगं मणिपेढियं विउव्वइ- अट्ठ जोयणाई आयामविक्खम्भेणं, चत्तारि जोयणाई बाहल्लेणं सव्वमणिमयं अच्छं जाव पडिरूवं। ભાવાર્થ - તે દેવોએ પ્રેક્ષામંડપના તે સમરમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ, વજરત્નોથી નિર્મિત એક વિશાળ અખાડા(વિમાનમાં દેવોને બેસવાના ક્ષેત્ર)ની રચના કરી. તે ક્રીડામંચની બરાબર વચ્ચે આઠ યોજના લાંબી-પહોળી અને ચાર યોજન જાડી વજરત્નોથી બનેલી નિર્મળ, ઘાટીલી, એક વિશાળ મણિપીઠિકા બનાવી. ચાન-વિમાનમાં સિંહાસન - ३४ तीसे णं मणिपेढियाए उवरि, एत्थ णं महेगं सीहासणं विउव्वइ । तस्स णं सीहासणस्स इमेयारूवे वण्णावासे पण्णते-तवणिज्जमया चक्कला, रययामया सीहा, सोवण्णिया पाया, णाणामणिमयाइं पायसीसगाई, जंबूणयमयाइं गत्ताई, वइरामया संधी, णाणामणिमए वेच्चे। से णं सीहासणे ईहामिय उसमतुरग-णस्मग-विहग-वालगकिण्णर-रुरु-सरभ-चमर- कुंजर-वणलय-पउमलय-भत्तिचित्ते, ससार-सारोवचिय