________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી
| २५ ।
कंततराए चेव, पियतराए चेव, मणुण्णतराए चेव, मणामतराए चेव वण्णेणं पण्णत्ता । ભાવાર્થ:- તે મણિઓમાં જે કાળા મણિઓ હતા, તેનો રંગ શું પાણી ભરેલા વાદળાઓ, અંજન–કાળો સુરમો, ખંજન-ગાડાનાં પૈડાનું કીલ અથવા દીપશીખાના ઉપરના ભાગની મેશ, કાજળ, મશ, મશગુટિકા, ગવલ– પાડાનાં શીંગડા, પાડાનાં શીંગડાની ગોળી, ભમરા, ભમરાની હાર, ભમરાની પાંખનો સાર ભાગ અર્થાત્ ભમરાની પાંખની અંદરનો ઘેરી કાળાશવાળો ભાગ, જાંબૂડા, કાચા અરીઠાના બીજ અથવા કાગડાના નાના બચ્ચા, કોયલ, હાથી, મદનીયું, કાળોસર્પ, કૃષ્ણ કેસર- કાળા પુષ્પના તંતુ, શરદકાલીન આકાશ ખંડ, કાળું અશોકવૃક્ષ, કાળી કણેર, કાળા બપોરીયા જેવો કાળો હતો?
હે આયુષ્યમાન શ્રમણો ! તેનો વર્ણ તેવા પ્રકારનો ન હતો. આ તો માત્ર ઉપમાઓ છે, તે કાળા મણિઓનો વર્ણ, તો આ બધી ઉપમાઓ કરતાં પણ અનેક ગુણો અધિક ઇષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ કાળો હતો.
२६ तत्थ णं जे ते नीलामणी, तेसि णं मणीणं इमे एयारूवे वण्णावासे पण्णत्ते- से जहाणामए भिंगेइ वा, भिंगपत्तेइ वा, सुएइ वा, सुयपिच्छेइ वा, चासेइ वा, चासपिच्छेइ वा, णीलीइ वा, णीलीभेदेइ वा, णीलीगुलियाइ वा, सामाएइ वा, उच्चतगेइ वा, वणरातीइ वा, हलधरवसणेइ वा, मोरग्गीवाइ वा, पारेवयग्गीवाइ वा, अयसिकुसुमेइ वा, बाणकुसुमेइ वा, अंजणकेसियाकुसुमेइ वा, नीलुप्पलेइ वा, णीलासोगेइ वा, णीलकणवीरेइ वा, णीलबंधुजीवेइ वा, भवे एयारूवे सिया ?
णो इणढे समढे, ते णं णीला मणी इत्तो इट्ठतराए चेव जाव वण्णेणं पण्णत्ता । ભાવાર્થ:- તે મણિઓમાં જે નીલ મણિઓ હતા, તેનો રંગ શું ભંગકીટ(નીલા રંગનો ભ્રમર), ભંગની पाप, पोपट (नासपोपट), पोपटनी पण, यास पक्षी-यात, यासनी ५५, नीस-गणी, नीसनी અંદરનો ભાગ, નીલગુટિકા, સાંવા નામનું ધાન્ય, ઉચ્ચત્તક(દાંતોને રંગવાનું નીલા રંગનું ચૂર્ણ), વનરાજી, બળદેવને પહેરવાનાં વસ્ત્ર, મોરની ડોક, કબૂતરની ડોક, અળસીનાં ફૂલ, બાણ પુષ્પ, અંજનકેશીનાં ફૂલ, નીલકમળ, નીલ અશોક, નીલીકણેર અને નીલા બંધુજીવક જેવો નીલો હતો?
તેનો વર્ણ તેવા પ્રકારનો ન હતો. તે નીલમણિઓ તો આ ઉપમાથી પણ વધુ ઇષ્ટતર થાવ સરસ, મનોહર, મનોજ્ઞ નીલવર્ણવાળા હતા. २७ तत्थ णं जे ते लोहियगा मणी, तेसि णं मणीणं इमेयारूवे वण्णावासे पण्णत्ते- से जहाणामए ससरुहिरेइ वा, उरब्भरुहिरेइ वा, वराहरुहिरेइ वा, मणुस्सरुहिरेइ वा, महिसरुहिरेइ वा, बालिंदगोवेइ वा, बालदिवाकरेइ वा, संझब्भरागेइ वा, गुंजद्धरागेइ वा, जासुमणकुसुमेइ वा, किंसुयकुसुमेइ वा, पालियायकुसुमेइ वा, जाइहिंगुलएइ वा, सिलप्पवालेइ वा, पवालअंकुरेइ वा, लोहियक्खमणीइ वा, लक्खारसगेइ वा, किमिरागकंबलेइ वा, चीणपिट्ठरासीइ वा, रत्तुप्पलेइ वा, रत्तासोगेइ वा, रत्तकणवीरेइ वा, रत्तबंधुजीवेइ वा, भवे एयारूवे सिया ?