________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
[ ૧૫ ]
આભિયોગિક દેવ - સેવકદેવ. દેવલોકના અધિપતિ-ઇન્દ્ર, સામાનિક દેવો વગેરે મહદ્ધિક દેવોની આજ્ઞા પ્રમાણે કાર્ય કરતા, નોકરસ્થાનીય દેવોને આભિયોગિક દેવ કહેવામાં આવે છે. મહદ્ધિક દેવો જ્યારે પ્રભુદર્શનાર્થે કે અન્ય કોઈ પણ કારણસર તિરછાલોકમાં આવે છે, ત્યારે તેમના આગમન પૂર્વે તેમની આજ્ઞાથી આભિયોગિક દેવો ત્યાં જઈને તે ભૂમિને સ્વચ્છ અને સુગંધિત બનાવે છે. વિટાફરૂ-વૃત ઉપર સ્થિત પુષ્પો. વૃન્તન-થોર્તિના તિષ્ઠતીચેવશી વૃાસ્થય, વૃનામથોમાં ૩પરિ પત્રાવસ્થાનાણીનસ્થત્યર્થ | પુષ્પનું વૃત્ત-ડીંટ નીચે અને તેની પાંખડીઓ ઉપર હોય તેમ. દેવો જ્યારે પુષ્પની વૃષ્ટિ કરે છે ત્યારે તે પુષ્પોના ડીંટીયા નીચે અને પુષ્પ ઉપર તરફ રહે તે રીતે પડે છે અર્થાત્ બધા પુષ્પો ચતા જ પડે, તે રીતે દેવો વૃષ્ટિ કરે છે. આભિયોગિક દેવોનું મનુષ્યલોકમાં ગમન:| ९ तए णं ते आभियोगिया देवा सूरियाभेणं देवेणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठा जाव हियया करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कटु 'एवं देवो' तहत्ति आणाए विणएणं वयणं पडिसुणंति, पडिसुणेत्ता उत्तरपुरस्थिमं दिसिभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहण्णति, समोहणित्ता जाव उत्तरवेउव्वियाई रूवाई विउव्वति विउव्वित्ता ताए उक्किट्ठाए जाव जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करति, करित्ता वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- अम्हे णं भंते ! सूरिया भस्स देवस्स आभियोगा देवा देवाणुप्पियाणं वंदामो णमसामो जाव पज्जुवासामो। ભાવાર્થ – સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે આભિયોગિકદેવોએ હર્ષિત સંતુષ્ટિત થયા યાવતુ પ્રફુલ્લિત હદયે દસ નખો સાથે હાથ જોડી શિરસાવર્તિપૂર્વક મસ્તક પર અંજલિ કરી વિનયપૂર્વક આજ્ઞાનો સ્વીકાર કર્યો. હે દેવી! તમે કહો છો તેમજ કરશે, તેમ કહીને તે દેવો ઈશાનકોણમાં ગયા, ત્યાં જઈને તેઓએ વૈક્રિય સમુઘાત કરીને વાવત શિાતા સૂત્ર પ્રમાણે સંખ્યાત યોજન લાંબા દંડાકારે આત્મપ્રદેશને બહાર કાઢયા અને તે સ્થાનમાં રહેલા કકેતનરત્ન, વજરત્ન, વૈદુર્યરત્ન વગેરે સોળ જાતના રત્નોમાંથી સ્થલ પદગલોને છોડીને અર્થાત તેને ગ્રહણ ન કરતાં સારભૂત સૂક્ષ્મ–વૈક્રિય શરીર બનાવવા યોગ્ય પુગલોને ગ્રહણ કરીને બીજીવાર વૈકિય સમુઘાત કરીને ઉત્તરવૈક્રિય શરીર બનાવ્યા.
ત્યાર પછી વૈક્રિય શરીર પ્રમાણે ઉત્કૃષ્ટ દિવ્યદેવ ગતિથી વાવત શિાતા સુત્ર પ્રમાણે- ઉત્તમ, પ્રશસ્ત, ત્વરિત, ચપળ, ચંડ, અતિવેગવાળી, શીવ્રતાવાળી, તીવ્ર વેગવાળી, પવનથી ઉડતી રજની ગતિ જેવી દિવ્ય દેવગતિથી તિરછીદિશામાં અસંખ્યાત હીપ-સમુદ્રને પાર કરતાં બૂઢીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના આ પ્રશાલ ઉધાનમા] શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા, ત્યાં આવીને તેઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! અમે સૂર્યાભદેવના આભિયોગિક દેવો આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરીએ છીએ પાવતુ આપની પર્યાપાસના કરીએ છીએ. |१० देवा ! त्ति समणे भगवं महावीरे ते देवे एवं वयासी- पोराणमेयं देवा !