________________
શ્રી રાયપસણીય સૂત્ર
લાંબી વાવો અને સામાન્ય વાવો આદિ વિભિન્ન જળાશયોથી યુક્ત હોવાથી તે નગરી રમણીય લાગતી હતી.
તેની ચારેબાજુ સુરક્ષા માટે ગોળાકારે ખાઈ હતી. તે વિસ્તૃત, ઊંડી, ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી હતી. ખાઈની બહાર ઉપર-નીચે સમાનરૂપથી ખોદેલી બીજી ખાઈ હતી. ખાઈની ચારેબાજુ ધનુષ્ય જેવો વક્રાકાર કોટ હતો. તે કોટ ચક્ર, ગદા, મુસુંઢિ, શતક્ની વગેરે શસ્ત્રોથી યુક્ત, મજબૂત તથા એક સરખા બે બારણાવાળા દરવાજા સહિત હતો. તે કોટથી તે નગરી સુરક્ષિત હતી. તેમાં શત્રુઓનો પ્રવેશ મુશ્કેલ હતો. કોટનો ઉપરનો ભાગ ગોળ કાંગરાઓથી શોભાયમાન હતો, ત્યાં ચોકીદારો માટે ઊંચી-ઊંચી અટાલિકાઓ બનાવેલી હતી. કિલ્લા અને નગરીની વચ્ચે ચારે બાજુ ફરતો આઠ હાથ પહોળો માર્ગ હતો. પ્રવેશ દ્વાર પર તોરણ બાંધ્યા હતા.
નગરીના રાજમાર્ગો સુંદર અને આકર્ષક હતા. ધારો બંધ કરવા માટે નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલા આગળિયા અને ભોગળવાળા દરવાજાઓ(બારણાઓ) હતા. નગરીની બજારો વિવિધ પ્રકારની ક્રય-વિક્રય યોગ્ય વસ્તુઓથી ભરપૂર અને વ્યાપારીઓથી વ્યાપ્ત હતી. તે નગરી વ્યાપારના કેન્દ્રરૂપ હતી. ત્યાં વ્યાપાર-વાણિજ્ય દ્વારા લોકોનો સુખપૂર્વક નિર્વાહ થતો હતો. નગરીના કેટલાક માર્ગો શૃંગાટક–સિંગોડા જેવા ત્રિકોણ, કેટલાક ત્રણ, ચાર કે ચારથી વધુ રસ્તા ભેગા થતાં હોય તેવા હતા. નગરીના રાજમાર્ગો દેશ-વિદેશના રાજા-મહારાજાઓના આવાગમનથી અને સાધારણ માર્ગો અનેક સુંદર અશ્વો, મદોન્મત્ત હાથીઓ, રથો, પાલખીઓ વગેરે વાહનોથી વ્યાપ્ત રહેતા હતા.
તે નગરીના જળાશયો વિકસિત કમળોથી સુશોભિત હતા. મકાનો, ભવનો આદિ ચૂનો લગાડેલા હોવાથી અત્યંત સુંદર લાગતા હતા. તે નગરીની શોભા મનને પ્રસન્ન કરનારી, અનિમેષ દષ્ટિથી જોવાલાયક, સૌંદર્યવાળી અને મનોહર હતી. | २ तीसे ण आमलकप्पाए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए अंबसालवणे णाम चेइए, असोगवर पायवे, पुढवी सिलापट्टए, एवं सव्वा वत्तव्वया उववाइयगमेणं णेया । ભાવાર્થ – તે આમલકલ્પા નગરીની બહાર ઉત્તર-પૂર્વદિશામાં(ઈશાનકોણમાં) આમ્ર અને શાલવૃક્ષોની પ્રધાનતાવાળું આપ્રશાલવન નામનું ચૈત્ય એટલે ઉદ્યાન યુક્ત યક્ષાયતન હતું. તે ઉદ્યાનમાં શ્રેષ્ઠ અશોકવૃક્ષ અને તે વૃક્ષ નીચે એક પૃથ્વી શિલા હતી. તે ઉદ્યાનયુક્ત યક્ષાયતન, અશોકવૃક્ષ અને પૃથ્વીશિલાનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્ર દર્શિત ઔપપાતિક સૂત્રગત વર્ણનનો સાર આ પ્રમાણે છે- તે યક્ષાયતન ઘણું પ્રાચીન હતું. તે ઘણું પુરાણું છે, તેમ ઘણા વૃદ્ધ પુરુષો તેની પ્રશંસા કરતા હતા. દીર્ઘકાલથી તેની પ્રસિદ્ધિ ફેલાયેલી હતી. જાત-જાતની દંતકથા તેની સાથે જોડાયેલી હતી અને તેના દ્વારા તે કીર્તિત-પ્રખ્યાત હતું. કોઈ તેનાથી અપરિચિત ન હોવાથી તે સર્વત્ર ખ્યાતિ પામેલું હતું. તે છત્રો, ધ્વજાઓ, ઘંટાઓ, પતાકાઓ, નાની-નાની પતાકાઓથી શોભાયમાન દેખાતું હતું. મોરપીંછથી તેની સફાઈ થતી હોવાથી અનેક મોરપીંછો ત્યાં પડ્યા રહેતા. તેમાં એક વેદિકા બનાવેલી હતી. તેના આંગણાની ભૂમિ છાણથી લીંપેલી હતી. તેની ભીંત સફેદ ચમકતા ચુનાથી રંગેલી હતી. તેની દિવાલો ઉપર ગોરોચન અને સરસ રક્તચંદનના થાપા લગાવેલા