________________
સાહિત્યરત્ન ન હોય, તેવું નાટક સૂત્ર છે. સૂત્રના કે કથાના મુખ્ય પાત્રો સળંગ એક સજીવ ભૂમિકા ભજવે છે અને દરેક પાત્ર પોતપોતાની રીતે ખૂબ જ સુંદર રીતે મૂર્તિમંત બની નિર્માણ થયા છે, જેમ કોઈ કલાકાર આરસપહાણની પ્રતિમાઓ ખંતથી ઘડે છે, તેમ સાહિત્યકાર અથવા શાસ્ત્રકાર પાત્રોનું સજીવ નિર્માણ કરે છે અને દરેક પાત્રનો આપણાં મન ઉપર સચોટ પ્રભાવ પડે છે. શાસ્ત્રકાર પાત્રો દ્વારા પોતાની કથાવસ્તુ કે તત્ત્વ નિરૂપણને હુબહ આલેખિત કરે છે. કથાશાસ્ત્રો દ્વારા શાશ્વત તત્ત્વો હીરા-મોતીની જેમ ચમકી રહ્યા છે.
અહીં રાજપ્રશ્રયસૂત્રમાં આર્યભૂમિ તથા અનાર્યભૂમિનો મુખ્ય ઉલ્લેખ છે. આર્યભૂમિ તો સમજાય છે કે ગંગાના નિકટવર્તી પ્રદેશો લગભગ આર્યભૂમિમાં સમાવિષ્ટ થયા છે. જ્યારે અનાર્યભૂમિ તરીકે કયો “ભૂ ભાગ” લેવામાં આવ્યો છે તે ભૌગોલિક દષ્ટિએ સમજવું કઠિન પડે તેમ છે.
આર્યભૂમિ તરીકે આ પ્રકરણમાં જે દેશનો ઉલ્લેખ છે, ત્યાંનો રાજા ઘણો જ બુદ્ધિશાળી, વિચક્ષણ અને શક્તિશાળી છે. સત્તાનાં બધા સુત્રો તેણે પોતાના હાથમાં રાખ્યા છે. આમ રાજા હોશિયાર હોવા છતાં નાસ્તિકતાની લપેટમાં આવી ગયો અને અગોચર ભાવો પ્રત્યે ખૂબ જ પ્રબળ અશ્રદ્ધા ધરાવવા લાગ્યો. જેના પરિણામે જન જીવન ઉપર અને તેના પોતાના દૈનિક જીવન ઉપર પણ આ અશ્રદ્ધાનો પ્રભાવ જોઈ શકાય છે. ધાર્મિક વૃત્તિ કે અધાર્મિક વૃત્તિ પરલોકમાં ફળ આપતી હશે પરંતુ વર્તમાન જીવનમાં પણ ધાર્મિક ભાવનાના ખૂબ જ સારા અને અધાર્મિક ભાવના કે નાસ્તિકતાના દુગ્ધભાવો પ્રતિબિંબિત થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં જે રાજાની વાત ચાલે છે તેનું નામ પરદેશી રાજા રાખવામાં આવ્યું છે. તે નાસ્તિકતાના કારણે ખૂબ જ હિંસક પગલાં ભરે છે. વળી રાજ્યમાં નીતિ-ન્યાયને પણ સ્થાન આપી શક્યો નથી. પાપનાં ફળ બૂરાં હોય તેવું ન માનનારો, તે પાપાચાર પ્રવૃત્તિઓને વેગ આપે છે. જેના પરિણામે પ્રજાને તથા રાજકર્મચારીઓને ઘણો જ અન્યાય થાય છે અને હિંસક બળોને પ્રોત્સાહન મળે છે. અપરાધી તત્ત્વોમાં વૃદ્ધિ થવા લાગે છે. આ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે કે તે રાજ્યમાં પાપ પ્રવૃત્તિઓનું કેટલું ઊંડુ સ્થાન હતું. સૌભાગ્યથી રાજાનો મંત્રી ખૂબ જ આસ્તિક, ધાર્મિક વૃત્તિનો, વિચક્ષણ અને બુદ્ધિમાન છે. રાજાની આવા પ્રકારની નાસ્તિકતાના કુફળ પ્રજાને કેટલા ભોગવવા પડે છે? તે બધું જાણતો હોવા છતાં બાજી બગડી જવાના ભયથી સાક્ષાત્ રાજાનો પ્રતિકાર નથી કરતો. તેમજ પરદેશી રાજાની અનૈતિક ભાવનાઓને ચેલેન્જ પણ કરતો નથી. હા માં હા મિલાવી કામ ચલાવે છે. પરંતુ આ મંત્રી એવા કોઈ પ્રબળ, પરાક્રમી મહાત્માની
#CS 22 05