________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. રાજપક્ષીય સૂત્રની ઐતિહાસિક ઝાંખી:
રાજપ્રશ્રીય સૂત્ર આજથી બે હજાર વર્ષ પૂર્વના ઇતિહાસ ઉપર પ્રકાશ નાખે છે. આ શાસ્ત્રના ભાવો, તે સમયના સામાજીક જીવનના પાસાઓને ઉજાગર કરે છે, તે એક હકીકત છે. આખું શાસ્ત્ર એક પ્રકારની ઇતિહાસની કથા જેવું છે. તેમાં રાજાનો સમગ્ર વ્યવહાર સભ્ય દેશોની સભ્યતાને, અસભ્ય વ્યક્તિના જીવનમાં લઈ જવાનો એક ભગીરથ પ્રયાસ છે. સભ્ય તરીકે ભારત અને ખાસ કરીને “મગધ” અર્થાત્ “બિહાર”ને મહત્ત્વ મળ્યું છે. ઇતિહાસમાં ભૌતિક ઇતિહાસ છોડી આધ્યાત્મિક અથવા આંતરિક વિચારો કે સંસ્કારોનો ઇતિહાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે.
આંતરિક ઇતિહાસ એટલે મનુષ્યની વૃત્તિ અને અવક્રાંતિ કે ઉત્ક્રાંતિનો જનતા ઉપરનો અને તે કાળની સભ્યતા ઉપરનો પ્રભાવ. પછી તે પ્રભાવ દુષ્યભાવ અને વિનાશકારી હોય કે સુપ્રભાવ અને સર્જનાત્મક હોય. આ બધા પ્રભાવોનું મૂળ માનવીય આંતરિક ભાવનાઓ ઉપર આધારિત છે. અત્યાર સુધી ઇતિહાસકારો લગભગ ભૌતિક ઇતિહાસનો સ્પર્શ કરીને સમયે સમયે થતાં દેશ કાળનાં પરિવર્તનો પ્રગટ કરે છે. પરંતુ આદિકાળથી ચાલી આવતી મનુષ્યની સ્વાર્થપરાયણતા, ક્રોધ, અહંકાર, માયા, કપટ, કામવાસના ઇત્યાદિનો જે પ્રવાહ જગતમાં જળવાઈ રહ્યો છે અને જેનો ઇતિહાસ બહુ જૂનો પ્રકૃતિ તથા વિશ્વ સાથે જોડાયેલો છે અને જેના કારણે ઇતિહાસના ભૌતિક વિનાશકારી યુદ્ધથી ભરેલા જે પ્રકરણો સર્જાયા છે તેવા આંતરિક પ્રવાહોનો ઇતિહાસ સંકલિત કરવો આવશ્યક થઈ જાય છે.
આપણા બધા કથા શાસ્ત્રોમાં જગતના આ વિકૃત ભાવો અને ઉચ્ચકોટિના સાધનામય ભક્તિભાવો ડગલેને પગલે ભરેલાં પડ્યા છે અર્થાત્ શબ્દ શબ્દ તે ભાવો શાસ્ત્રોમાં ગુંથાયા છે. પ્રકૃતિનો તાંડવકારી ઇતિહાસ એક ધારો વિશ્વ ફલક પર જાણે નાટકના ખેલ કરી રહ્યો છે. આખા સળંગ ઇતિહાસને તપાસતાં સ્વાર્થ અને ત્યાગ, તે બે ભાવ મુખ્યરૂપે પ્રફુટિત થાય છે. સ્વાર્થ અને ત્યાગના મૂળમાં મનુષ્યની સમજણ અને શ્રદ્ધા કે નાસ્તિકતા અર્થાત્ અશ્રદ્ધા એ લક્ષણો મોટો ભાગ ભજવે છે.
શ્રી રાજપ્રશ્રયસૂત્ર નાસ્તિકતા, સ્વાર્થ અને ઉચ્ચકોટિના ત્યાગનું જાણે એક
21
)