________________
| १७०।
શ્રી રાયપસણીય સૂત્ર
ભાવાર્થ :- સમયે (પ્રદેશી રાજાનું રાજ્યકારભાર આદિ તરફ ધ્યાન ઓછું થવા લાગ્યું ત્યારે) સૂર્યકતા રાણીને મનોમન વિચાર ઉત્પન્ન થયો કે પ્રદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજ્ય, રાષ્ટ્ર અંતઃપુર, જનપદ અને મારાથી પણ ઉદાસીન થઈ ગયા છે, તો હવે કોઈ પણ પ્રકારના શસ્ત્રપ્રયોગ, અગ્નિપ્રયોગ, મંત્રપ્રયોગ કે વિષપ્રયોગ દ્વારા પ્રદેશી રાજાને ઠેકાણે પાડી, સુર્યકત રાજકુમારને રાજગાદી સોંપી, મારે રાજલક્ષ્મીનો ઉપભોગ કરતા અને પ્રજાનું પાલન કરતા રહેવું જોઈએ. આ પ્રમાણે વિચારીને તેણે સૂર્યકંત રાજકુમારને બોલાવ્યો અને પોતાના મનોગત ભાવોને વ્યક્ત કરતા કહ્યું– ११३ जप्पभिई च णं पएसी राया समणोवासए जाए तप्पभिई च णं रज्जं च जाव अंतेउरं च ममं च जणवयं च माणुस्सए य कामभोगे अणाढायमाणे विहरइ, तं सेयं खलु तव पुत्ता! पएसिं रायं केणइ सत्थप्पओगेण वा जाव उद्दवित्ता सयमेव रज्जसिरिं कारेमाणे पालेमाणे विहरित्तए ।
तए णं सूरियकंते कुमारे सूरियकताए देवीए एवं वुत्ते समाणे सूरियकताए देवीए एयमटुं णो आढाइ णो परियाणाइ, तुसिणीए सचिट्ठइ । ભાવાર્થ:- હે પુત્ર! પ્રદેશી રાજા જ્યારથી શ્રમણોપાસક થયા છે ત્યારથી રાજ્ય યાવત અંતઃપુરથી, મારાથી અને જનપદ તથા મનુષ્ય સંબંધી કામભોગોથી વિમુખ(ઉદાસીન) બની ગયા છે, તેથી શસ્ત્રપ્રયોગાદિ કોઈ પણ ઉપાયે તેમને મારી નાંખીને, તારો રાજ્યાભિષેક કરીને, રાજલક્ષ્મીનો ઉપભોગ કરતા તથા પ્રજાનું પાલન કરતા રહેવું જ ઉચિત છે.
- સૂર્યકતા રાણીએ આ પ્રમાણે કહ્યું ત્યારે સૂર્યકંત રાજકુમાર પોતાની માતાના આવા ક્રૂર વિચાર સાથે સંમત ન થયો, તે બાબતમાં કાંઈ ઉત્તર ન આપતા તે મૌન રહ્યો. ११४ तए णं तीसे सूरियकताए देवीए इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्थामा णं सूरियकंते कुमारे पएसिस्स रण्णो इमं रहस्सभेयं करिस्सइ त्ति कटु पएसिस्स रण्णो छिद्दाणि य मम्माणि य रहस्साणि य विवराणि य अंतराणि य पडिजागरमाणीपडिजागरमाणी विहरइ । ભાવાર્થ :- પોતાના વિચારમાં રાજકુમારની અસંમતિ જાણીને સૂર્યવંતા રાણીને આ પ્રમાણે વિચાર આવ્યો કે પ્રદેશી રાજા આગળ સૂર્યકેતકુમાર ક્યાંક મારા રહસ્ય, ભેદને ખુલ્લો કરી દેશે તો? (તે કહે, તે પહેલાં જ હું રાજાને મારી નાંખે) આમ વિચારી તેણી પ્રદેશ રાજાને મારવા માટે લાગ, છિદ્ર–દોષો, મર્મ, રહસ્યો, એકાંત અને મોકાને શોધવા લાગી અર્થાત્ રાજાની હિલચાલ ઉપર દષ્ટિ રાખીને રાજાને મારવાની તક શોધવા લાગી. ११५ तए णं सूरियकता देवी अण्णया कयाइ पएसिस्स रण्णो अंतरं जाणइ, असणं जावसाइमं सव्वं तत्थ-गंधमल्लालंकारं विसप्पजोगं पउंजइ । पएसिस्स रण्णो ण्हायस्स जाव सुहासणवरगयस्स तं विससंजुत्तं असणं जाव अलंकारं णिसिरेइ ।
तए णं तस्स पएसिस्स रण्णो तं विससंजुत्तं असणं जाव आहारेमाणस्स सरीरगंसि वेयणा पाउब्भूया उज्जला विउला पगाढा कक्कसा कडुया फरुसा णिठुरा चंडा